માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તેમને ચઢાવો આ ફૂલ, કમળ સમાન માનવામાં આવે છે ફળદાયક

ધાર્મિક

માતા લક્ષ્મીજીને ધનની દેવી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તેમના આશીર્વાદ કોઈ વ્યક્તિ પર રહે છે તો તે વ્યક્તિના જીવનમાંથી પૈસા સાથે જોડાયેલી બધી સમસ્યા દૂર થઈ જાય છે. વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ એ જ ઈચ્છે છે કે તેમના પર હંમેશા માતા લક્ષ્મીજીના આશીર્વાદ રહે. દરેક વ્યક્તિ માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના ઉપાય અપનાવે છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી વ્યક્તિને ધન, અન્ન, વસ્ત્રો વગેરે પ્રાપ્ત થાય છે.

શાસ્ત્રોમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે ઘર પર માતા લક્ષ્મીજીના આશીર્વાદ રહે છે તે ઘરમાં ક્યારેય પણ ધન-ધાન્યની અછત આવતી નથી. જેમ આપણે બધા જાણીએ છીએ તેમ, માતા લક્ષ્મીજીનું વાહન ઘુવડ માનવામાં આવે છે અને માતા લક્ષ્મીજી કમળના ફૂલ પર વિરાજમાન છે. માતા લક્ષ્મીજીને કમળનું ફૂલ ખૂબ જ પસંદ છે, તેથી લોકો તેમને પ્રસન્ન કરવા માટે પૂજા દરમિયાન કમળનું ફૂલ અર્પણ કરે છે.

માતા લક્ષ્મીજીને માત્ર કમળનું ફૂલ જ નહીં પરંતુ એક અન્ય ફૂલ પણ ખૂબ જ પ્રિય છે. આ ફૂલને પણ કમળ જેવું જ દેખાઈ છે. જો તમે માતા લક્ષ્મીજીને આ ફૂલ અર્પણ કરો છો તો તે પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. તો ચાલો જાણીએ કે તે ફૂલ કયું છે.

માતા લક્ષ્મીજીને કમળ સમાન પ્રિય છે આ ફૂલ: આપણે બધા જાણીએ છીએ તેમ શહેરોમાં કમળનું ફૂલ સરળતાથી મળી શકતું નથી. કમળનું ફૂલ તળાવમાં હોય છે, જેના કારણે શહેરોની અંદર સરળતાથી મળતું નથી. જો તમને કમળનું ફૂલ ન મળે, તો તમે માતા લક્ષ્મીજીને જાસૂદનું ફૂલ અર્પણ કરી શકો છો. માતા લક્ષ્મીજીને જાસૂદનું ફૂલ ખૂબ પસંદ છે. જાસૂદનું ફૂલ તમને સરળતાથી મળી જશે. જાસૂદના ફૂલનો છોડ તમે તમારા ઘરમાં પણ સરળતાથી લગાવી શકો છો.

શુક્રવાર માતા લક્ષ્મીજીને સમર્પિત છે. શુક્રવારે માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે. જો તમે તેમની પૂજા દરમિયાન તમે જાસૂસનું ફુલ અર્પણ કરો છો, તો તમને તેનાથી વિશેષ ફળ મળશે. એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મીજીની પૂજા દરમિયાન જાસૂદનું ફૂલ અર્પણ કરવાથી માતા લક્ષ્મીજીના આશીર્વાદ મળે છે જીવનની અધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.

માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે કરો આ ઉપાય: જાસૂદના ફૂલના ઉપાયથી તમે માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ મેળવી શકો છો. જાસૂદના ફૂલનો રસ કાઢીને તેનાથી લક્ષ્મી યંત્રની તસવીર બનાવો અને પૂજા સ્થળ પર રાખીને તેની પૂજા કરો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા માટે, જળમાં જસૂદનું ફૂલ નાખીને જળ અર્પણ કરો: જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય તો તે વ્યક્તિના જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર થાય છે. વ્યક્તિને માન અને સફળતા મળે છે. જો તમે ઇચ્છો છો કે સૂર્ય દેવ તમારા પર પ્રસન્ન રહે અને તમારી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબુત બને, તો તમે નિયમિતપણે સવારે તાંબાના માત્રમાં જળ લઈને તેમાં રોલી અને જાસૂદનું ફૂલ નાખીને સૂર્યદેવને જળ અર્પણ કરો તેનાથી સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published.