ફિલ્મ ‘કેદારનાથ’ થી બોલીવુડમાં પ્રવેશ કરનારી સારા અલી ખાન આજે ઈન્ડસ્ટ્રીની નામાંકિત અભિનેત્રીઓમાંની એક છે. ફક્ત બે ફિલ્મોથી સારા અલી ખાન બોલીવુડમાં પ્રખ્યાત બની ચુકી છે. રણવીર સિંહ સાથે આવેલી તેની ફિલ્મ ‘સિમ્બા’ પણ લોકોને ખૂબ પસંદ આવી. સારા અલી ખાન સોશિયલ મીડિયામા ખૂબ એક્ટિવ રહે છે. સારા અવારનવાર તેની ગ્લેમર્સ તસવીર અથવા વિડીયોઝ તેના ચાહકો સાથે શેર કરતી રહે છે.
તેની સુંદરતાથી ચાહકોને દીવાના બનાવનારી સારા અલી ખાને એક ખુલાસો કર્યો છે, જેને સાંભળીને તેના ચાહકો ચોંકી ગયા છે. સારાએ આ ખુલાસો એક શો દરમિયાન કર્યો છે. જોકે સારા પર તો લાખો લોકો મરે છે, પરંતુ શું તમે જાણો છો કે અભિનેત્રી કોની દિવાની છે? ખરેખર, સારા એ શો માં જણાવ્યું છે કે તે રણવીર કપૂર સાથે લગ્ન કરવા ઇચ્છે છે અને ડેટ માટે કાર્તિક આર્યનને પસંદ કરશે.
સારા એ કર્યા ચોંકાવનારા ખુલાસા: જણાવી દઈએ કે, સારા અલી ખાન તેના પિતા સૈફ અલી ખાન સાથે કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ’ પર ગઈ હતી, ત્યારે તેણે તેના પિતાની સામે આ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. શોમાં તે તેના પિતા સૈફને કહે છે કે તે રણબીર કપૂર સાથે લગ્ન અને કાર્તિક આર્યન ને ડેટ કરવા ઇચ્છે છે. શોમાં સારાએ તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફ વિશે ઘણા ખુલાસા કર્યા હતા.
સારા એ કરણના એક સવાલનો જવાબ આપતી વખતે કહ્યું હતું કે તે તેની સાવકી માતાના ભાઈ સાથે લગ્ન કરવા ઇચ્છે છે. સાથે જ તેણે સ્પષ્ટ કર્યું હતું કે તે રણવીરને ડેટ નહિં, પરંતુ તેની સાથે લગ્ન કરવા ઇચ્છે છે. આ પછી કરણે પૂછ્યું કે તે કોની સાથે ડેટ પર જવું પસંદ કરશે? તો સારાએ બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યનનું નામ લીધું.
અમીર હોવો જોઈએ છોકરો: આ દરમિયાન કરણ સૈફ અલી ખાનને પણ એક સવાલ પૂછે છે. કરણ સૈફને પૂછે છે કે તે સારાના બોયફ્રેન્ડને ક્યા પ્રશ્નો પૂછશે, પછી સૈફ કહે છે કે તે સારાના બોયફ્રેન્ડને રાજકીય દ્રષ્ટિકોણ અને ડ્રગ્સ વિશે સવાલ કરશે. જો કે, આ વાતથી તેને કોઈ પ્રોબ્લેમ નથી કે સારા તે છોકરા સાથે લગ્ન કરશે, જેને તે પસંદ કરે છે. સાથે જ સૈફે એમ પણ કહ્યું હતું કે, જે પણ છોકરો સારા સાથે લગ્ન કરશે, તેની પાસે પુષ્કળ સંપત્તિ હોવી જોઈએ.
આવનારી ફિલ્મો: વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન આગામી સમયમાં અક્ષય કુમાર સાથેની ફિલ્મ ‘અતરંગી રે’ માં જોવા મળશે, જેમાં ધનુષ પણ મુખ્ય ભૂમિકા હશે. અહેવાલો અનુસાર, ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબરથી શરૂ થઈ ગયું છે. આ સિવાય ટૂંક સમયમાં સારા અલી ખાન ફિલ્મ ‘કુલી નંબર વન’ માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તે અભિનેતા વરૂણ ધવનની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ વરુણ ધવનના પિતા અને બોલિવૂડના જાણીતા ડિરેક્ટર ડેવિડ ધવન બનાવી રહ્યા છે.