આ 7 વિદેશી ક્રિકેટરોએ પોતાનો દેશ છોડીને ભારતની છોકરીઓ સાથે કર્યા છે લગ્ન, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

રમત-જગત

ભારતીય છોકરીઓની વાત જ કંઈક બીજી હોય છે. તેમની સુંદરતા અને સંસ્કૃતિ દરેક દેશની છોકરીઓમાં મળવી ખૂબ મુશ્કેલ છે. આ જ કારણ છે કે મોટાભાગના ભારતીય ગમે તેટલા અમીર કેમ ન બને, વિદેશમાં અભ્યાસ કરે, બીજા દેશમાં કરોડો રૂપિયા કમાય, પરંતુ જ્યારે વાત લગ્નની આવે છે, ત્યારે તેઓ એક ભારતીય છોકરીને જ પસંદ કરે છે. માત્ર ભારતીય જ નહીં પરંતુ વિદેશમાં પણ ઘણા પ્રખ્યાત લોકો છે જેમને ભારતીય છોકરીઓ ખૂબ પસંદ છે. આવી સ્થિતિમાં આજે અમે તમને 7 એવા વિદેશી ક્રિકેટરો સાથે પરિચય કરવા જઈ રહ્યા છીએ જેમણે ભારતીય છોકરીઓ સાથે લગ્ન કર્યા છે.

શોએબ મલિક અને સાનિયા મિર્ઝા: સાનિયા મિર્ઝા એક શ્રેષ્ઠ ટેનિસ ખેલાડી તરીકે આખી દુનિયામાં જાણીતી છે. તેણે વર્ષ 2010 માં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. આ શોએબના બીજા લગ્ન હતા. આ પહેલા તે આયેશા સિદ્દીકીનો પતિ હતો. તેમનો સંબંધ 2002 થી 2010 સુધી રહ્યો. શોએબ સાથે લગ્ન ને લઈને સાનિયાની ઘણા લોકોએ ટીકા પણ કરી હતી.

ગ્લેન ટર્નર અને સુખિન્દર કૌર: ગ્લેન ટર્નર ભૂતપૂર્વ ન્યૂઝીલેન્ડના ક્રિકેટર છે. તેમણે ભારતીય સુખિન્દર કૌર સાથે 1973 માં લગ્ન કર્યા હતા. સુખીંદર ઉર્ફ સુખી ટર્નર ન્યૂઝીલેન્ડમાં એક મહત્વપૂર્ણ રાજકીય વ્યક્તિત્વ રહી ચુકી છે.

ઝહીર અબ્બાસ અને રીટા લુથરા: પાકિસ્તાની બેટ્સમેન ઝહીર અબ્બાસ 100 પહેલી શ્રેણી સદી ફટકારનારા એકમાત્ર એશિયન બેટ્સમેનોમાંથી એક છે. રીટા લૂથરા સાથે તેની મુલાકાત બ્રિટનમાં થઈ હતી. ત્યારે તે ઈંટીરિયર ડિઝાઇનનો અભ્યાસ કરી રહી હતી. તે દરમિયાન ઝહીર ઇંગ્લિશ કાઉન્ટી ગ્લૂસ્ટરશાયર તરફથી રમતો હતો. અબ્બાસ સાથે લગ્ન કર્યા પછી રીટા પોતાનો ધર્મ પરિવર્તન કરીને સમિના અબ્બાસ બની ગઈ. હાલમાં બંને કરાચીમાં રહે છે. સમિના ઈન્ટિરિયર ડિઝાઇનનો બિઝનેસ ચલાવે છે.

મુથૈયા મુરલિધરન અને મધિમલાર રામમુર્તી: મુથૈયા મુરલીધરન ની ગણતરી શ્રીલંકાના મહાન ક્રિકેટરોમાં થાય છે. તે ટેસ્ટ અને વન ડે ઈંટરનેશનલ મેચમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ખેલાડી છે. તેણે વર્ષ 2005 માં ચેન્નઈની મધિમલાર નામની છોકરી સાથે લગ્ન કર્યા. તે ડૉક્ટર એસ રામમૂર્તિ અને નિથ્યા રામમૂર્તિની પુત્રી છે. તેના પિતા માલર હોસ્પિટલોના માલિક છે.

શોન ટેટ અને મશૂમ સિંઘા: શોન ટેટ એક ઓસ્ટ્રેલિયન ક્રિકેટર છે. તેણે વર્ષ 2012 માં ભારતીય મોડલ મશૂમ સાથે લગ્ન કર્યા. આ લગ્ન મુંબઇમાં થયાં હતાં, જેમાં બંનેના મુંબઇ અને ઓસ્ટ્રેલિયાનાં નજીકનાં મિત્રો સામેલ થયાં હતાં. લગ્ન પહેલા બંનેએ એકબીજાને લાંબા સમય સુધી ડેટ પણ કરી હતી.

માઇક બ્રેયરલી અને માના સારાભાઇ: ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના મહાન કેપ્ટન રહી ચૂકેલા માઇક બ્રેયરલીએ એક ગુજરાતી છોકરી માના સારાભાઇ સાથે લગ્ન કર્યા છે. માના પ્રખ્યાત બિઝનેસમેન ગૌતમ સારાભાઇની પુત્રી છે. હાલમાં આ કપલ લંડનમાં રહે છે.

મોહસીન ખાન અને રીના રોય: પાકિસ્તાની ક્રિકેટર મોહસીન ખાનનું દિલ બોલિવૂડની સુંદર અભિનેત્રી રીના રોય પર આવી ગયું હતું. બંનેએ લગ્ન પણ કરી લીધા હતાં. લગ્ન પછી રીના કેટલીક ફિલ્મોમાં જોવા મળી હતી. લગ્નથી બંનેને એક પુત્રી પણ છે. જોકે આ લગ્ન લાંબા સમય સુધી ચાલ્યા ન હતા અને બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. છૂટાછેડા પછી પુત્રીની કસ્ટડી રીના પાસે છે. તે પુત્રી સાથે ભારતમાં રહે છે.