બોલીવુડના આ 7 પ્રખ્યાત સિંગરે કર્યા છે એક કરતા વધુ વખત લગ્ન, નંબર 6 એ તો કર્યા છે 4 વખત લગ્ન

બોલિવુડ

બોલિવૂડના અભિનેતાઓ અને અભિનેત્રીઓની સાથે બોલીવુડ સિંગર પણ ઘણીવાર ચાહકોમાં ચર્ચાનો વિષય બની રહે છે. ઘણાં સિંગર તેમના ગીતોની સાથે સાથે તો કેટલાક સિંગર તેમનિ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. બોલિવૂડમાં ઘણા એવા સિંગર છે, જેમણે એક નહીં પરંતુ બે કે તેથી વધુ લગ્ન કર્યા છે. આજે અમે તમને બોલિવૂડના આવા 7 સિંગર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

અરિજિત સિંહ: આજના સૌથી ચર્ચિત અને સફળ સિંગરમાંના એક, અરિજિત સિંહના પહેલા લગ્ન એક વર્ષ પણ ચાલી શક્યા ન હતા. તેમના પહેલા લગ્ન વર્ષ 2013 માં એક રિયાલિટી શોની તેમની કો-કંટેસ્ટેંટ રૂપરેખા બેનર્જી સાથે થયા હતા. વર્ષ 2013 માં જ આ સંબંધ સમાપ્ત થયો. વર્ષ 2014 માં અરિજિતે તેના બીજા લગ્ન કોયલ રાય સાથે કર્યા. કોયલ અરિજિતની બાળપણની મિત્ર છે અને કોયલે પીટીઆઈને છૂટાછેડા આપીને અરિજિત સિંહ સાથે સંબંધ જોડ્યો હતો.

કુમાર સાનુ: દિગ્ગઝ સિંગર કુમાર સાનુ 90 ના દાયકામાં ખૂબ જ પ્રખ્યાત રહ્યા છે. આ દાયકામાં તેમણે એકથી એક ચઢિયાતા ગીત આપ્યા છે. કુમાર સાનુએ પહેલા લગ્ન રીટા ભટ્ટાચાર્ય સાથે 80 ના દાયકામાં કર્યા હતા. પરિણીત હોવા છતાં કુમાર સાનુનું નામ અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી સાથે જોડાયું હતું. આ કારણે તેની પત્નીએ તેને છૂટાછેડા આપી દીધા હતા. પછી કુમાર સાનુએ વર્ષ 1994 માં બીજા લગ્ન સલોની સાથે કર્યા હતા.

મોહમ્મદ રફી: દિગ્ગઝ સિંગર મોહમ્મદ રફીએ પણ બે લગ્નો કર્યા હતા. મોહમ્મદે તેના પહેલા લગ્ન છુપાવીને રાખ્યા હતા. તેઓએ ખૂબ જ નાની ઉંમરે લગ્ન કર્યા હતા. એવું કહેવામાં આવે છે કે આ લગ્ન વિશે માત્ર મોહમ્મદ અને તેની પહેલી પત્નીના ઘરના સભ્યોને જ ખબર હતી. મોહમ્મદના બીજા લગ્ન 20 વર્ષની ઉંમરમાં બિલકિસ સાથે થયા હતા. જણાવી દઈએ કે, મોહમ્મદે બોલીવુડમાં ઘણા સુપરહિટ ગીતો આપ્યા છે.

અનૂપ જલોટા: ભજન સમ્રાટ અનૂપ જલોટાએ એક નહીં, બે નહીં, પરંતુ ત્રણ લગ્ન કર્યા છે. અનૂપ જલોટાના પહેલા લગ્ન તેની વિદ્યાર્થી સોનાલી શેઠ સાથે થયા, પછી તેણે બીજા લગ્ન બીના ભાટિયા સાથે કર્યા હતા. અનૂપના ત્રીજા લગ્ન પૂર્વ વડા પ્રધાન ઇન્દ્રકુમાર ગુજરાલની ભત્રીજી મેધા ગુજરાલ સાથે થયા હતા. આટલું જ નહીં બિગ બોસ 12 માં રહેવા દરમિયાન અનૂપ જલોટાનું નામ 37 વર્ષ નાની જસલીન સાથે પણ જોડાયું હતું. બંનેની કેમિસ્ટ્રી ખૂબ ચર્ચામાં રહી હતી.

ઉદિત નારાયણ: પોતાના સુરીલા અવાજથી લાખો-કરોડો દિલને પોતાના દિવાના બનાવનારા દિગ્ગજ સિંગર ઉદિત નારાયણે બે લગ્ન કર્યા છે. તેણે સંગીતની કારકિર્દી શરૂઆત કરતા પહેલા જ રંજના સાથે લગ્ન કર્યા. પછી જ્યારે તે મુંબઈ આવ્યા ત્યારે તેણે નેપાળની દીપા સાથે લગ્ન કર્યા. દીપા અને ઉદિત એક પુત્ર આદિત્ય નારાયણનાં માતા-પિતા છે. આદિત્ય એક સિંગર હોવાની સાથે સાથે ટીવી હોસ્ટ પણ છે.

કિશોર કુમાર: દિગ્ગજ સિંગર અને હિન્દી સિનેમાના અભિનેતા રહી ચુકેલા કિશોર કુમારે કુલ 4 લગ્ન કર્યા છે. કિશોર કુમારે પહેલા લગ્ન રૂમા ગુહા સાથે કર્યા. ત્યાર પછી બીજી વખત તેણે જાણીતી અભિનેત્રી મધુબાલા સાથે સાત ફેરા કર્યા. આ સંબંધ સમાપ્ત થયા પછી, કિશોર કુમારે ત્રીજી વખત 1976 માં યોગિતા બાલી સાથે લગ્ન કર્યા અને પછી વર્ષ 1978 માં સંબંધ પણ સમાપ્ત થયો. આ પછી, કિશોર કુમારે ચોથા લગ્ન પોતાનાથી 20 વર્ષ નાની લીના ચંદાવરકર સાથે વર્ષ 1987 માં કર્યા હતા.

હિમેશ રેશમિયા: જાણીતા સિંગર અને સંગીતકાર હિમેશ રેશમિયાએ પણ બે લગ્નો કર્યા છે. તેણે તેની બીજી ગર્લફ્રેન્ડ સોનિયા કપૂર સાથે વર્ષ 2018 માં લગ્ન કર્યા હતા, જ્યારે હિમેશ રેશમિયાના પહેલા લગ્ન 1995 માં કોમલ સાથે થયા હતા. વર્ષ 2017 માં, હિમેશ અને કોમલનો 22 વર્ષ જૂનો સંબંધ સમાપ્ત થયો હતો.