શું 40 વર્ષની ઉંમરે ત્રીજી વખત લગ્ન કર્યા છે શ્વેતા તિવારી એ, અહિં જાણો સત્ય શું છે

બોલિવુડ

ટીવી દુનિયાની ખૂબ જ સુંદર અને લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક શ્વેતા તિવારી આજકાલ તેની એક્ટિંગ કરતા વધારે તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરમાં શ્વેતા તેના ત્રીજા લગ્નને લઈને ચર્ચામાં છે. તેનું નવું નામ દુલ્હનિયા અવતાર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. આ તસવીરો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે શ્વેતાએ ત્રીજી વખત લગ્ન કર્યા છે. ખરેખર, આ તસવીરોમાં, 40 વર્ષીય શ્વેતા હાથમાં લાલ બંગડીઓ, વેડિંગ ડ્રેસ, ભારે ઝ્વેલરી, કપાળ પર મંગ ટીકા, નાકમાં નથડી, આંખમાં કાજલ કરીને કોઈ દુલ્હનથી ઓછી લાગી રહી નથી. આ તસવીર જોયા પછી તેનો દરેક ચાહક વિચારી રહ્યો છે કે શ્વેતાએ ત્રીજા લગ્ન કર્યા છે. તો ચાલો જાણીએ કે સત્ય શું છે.

શું શ્વેતા તિવારીએ કર્યા ત્રીજી લગ્ન: જો તમે પણ વિચારી રહ્યા છો કે શ્વેતા તિવારીએ ત્રીજી વખત લગ્ન કર્યા છે, તો પછી જવાબ ના છે. આ તસવીરો શ્વેતાના લગ્નની નથી, પરંતુ તેણે પોતાનો આ દુલ્હન લુક એક સિરિયલના શૂટિંગના માટે ધારણ કર્યો છે. જણાવી દઈએ કે શ્વેતા આ દિવસોમાં સીરિયલ મેરે ડેડ કી દુલ્હનમાં જોવા મળી રહી છે અને આ સીરિયલ માટે તેને દુલ્હનનો લુક ધારણ કરવો પડ્યો હતો, કારણ કે આ શોના સેટ પર તાજેતરમાં વેડિંગ સીક્વેંસ શૂટ કરવામાં આવી રહ્યું છે.

શ્વેતા તિવારી અને વરૂણ બડોલા: જણાવી દઈએ કે આ સિરિયલમાં શ્વેતા તિવારી ગુનીત સિક્કાની ભૂમિકા નિભાવી રહી છે. જ્યારે અંબર શર્માની ભૂમિકામાં વરૂણ બડોલા છે. અત્યારે આ શોમાં ગુનીત અને અંબરના લગ્નની સિક્વન્સ ચાલી રહી છે, આ સિક્વન્સ માટે શ્વેતા દુલ્હનના રૂપમાં તૈયાર થઈ હતી. આ માટે અભિનેત્રીએ ઓરેન્જ-ગ્રીન-ગોલ્ડન કલરનું વેડિંગ શૂટ પહેર્યું હતું, શ્વેતાએ તેના લુકને કમ્પ્લીટ કરવા માટે ભારે જ્વેલરી પહેરી હતી. જોકે આ શોના સેટ પરથી વરુણ અને શ્વેતાની ઘણી તસવીરો સામે આવી રહી છે. જેમાં શ્વેતા આ ક્ષણની મજા માણતી જોવા મળી રહી છે.

આ પહેલા પીઠીની રશમની પણ ઘણી તસવીર સોશ્યલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ હતી. પીઠિમાં શ્વેતાએ પીળા રંગની સાડી પહેરી હતી, અને સાથે ફૂલોના ઘરેણાં પહેર્યા હતાં, તે આ લુકમાં પણ સુંદર લાગી રહી હતી. આ તસવીર પર પણ ચાહકોએ ઘણી કમેંટ કરી હતી.

શ્વેતા તિવારીએ કર્યા છે બે લગ્ન: જણાવી દઈએ કે શ્વેતા તિવારીએ વર્ષ 1998 માં રાજા ચૌધરી સાથે પહેલા લગ્ન કર્યા હતા, જેનાથી તેની એક પુત્રી પલક છે. શ્વેતા અને રાજાએ 14 વર્ષ સુધી એકબીજાનો સાથ નિભાવ્યો, પરંતુ પરસ્પર મતભેદને કારણે આ સંબંધ તૂટી ગયો હતો અને 2012 માં બંનેએ એક બીજાને છૂટાછેડા આપ્યા હતા. ત્યાર પછી શ્વેતાએ 2013 માં ટીવી એક્ટર અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા. સમાચારો અનુસાર હવે અભિનવ અને શ્વેતા વચ્ચે લડાઈ ચાલી રહી છે. બંનેને એક પુત્ર રેયાંશ છે.

Leave a Reply

Your email address will not be published.