બોલીવુડના આ 4 સ્ટાર્સના લગ્નમાં તેમના બાળકો પણ થયા હતા શામેલ, નંબર 3 એ તો પુત્રીના કહેવા પર કર્યા હતા બીજા લગ્ન

બોલિવુડ

હિન્દુ કોડ બિલ વિશે વાત કરીએ તો તે ચાર ભાગમાં પસાર થયો. તેનો પહેલો ભાગ 1955 માં પસાર થયો. જેને હિન્દુ મેરેજ એક્ટ કહેવામાં આવ્યો. તેના મુજબ હિંદુ ધર્મના લોકો માત્ર એક જ લગ્ન કરી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે બોલીવુડ હોય કે ટોલીવુડ અહીં ઘણા સ્ટાર્સ એવા છે, જેમણે બીજા લગ્ન પણ કર્યા છે.

ભલે આ લિસ્ટમાં હિન્દુ અને મુસ્લિમ બંને સ્ટાર્સ સામેલ છે, પરંતુ પહેલા લગ્ન નિષ્ફળ રહ્યા પછી આ સ્ટાર્સે જ્યારે બીજા લગ્ન કર્યા ત્યારે તેમના લગ્નમાં તેમની પહેલી પત્નીના બાળકો પણ શામેલ થયા હતા. આજે અમે તમને કેટલાક એવા જ સેલેબ્સનો પરિચય આપવા જઈ રહ્યા છીએ, જેમના બીજા લગ્નમાં તેમની પહેલી પત્નીએ પોતાના બાળકોને લગ્નમાં શામેલ થવાથી રોક્યા ન હતા. આટલું જ નહીં, કેટલીક માતાઓએ પોતાના બાળકોને જાતે તૈયાર કરીને પિતાના બીજા લગ્નમાં મોકલ્યા હતા. સાથે જ એક અભિનેત્રી એવી પણ હતી જેણે પોતાના બાળકો સાથે મળીને પોતાના પતિના બિજા લગ્નની તૈયારી કરી હતી. ચાલો જાણીએ તેના વિશે.

સૈફ અલી ખાને પહેલા લગ્ન અભિનેત્રી અમૃતા સિંહ સાથે કર્યા હતા. અમૃતા સાથે સૈફને બે બાળકો થયા હતા, સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન. સૈફ અને અમૃતાના છૂટાછેડા પછી બાળકો અમૃતા સાથે રહેતા હતા, પરંતુ જ્યારે સૈફ અને કરીનાના લગ્ન થયા ત્યારે તેમના લગ્નમાં સારા અલી ખાન અને ઇબ્રાહિમ પણ શામેલ થયા હતા. સાથે જ સારાએ જણાવ્યું હતું કે અમૃતાએ પોતે તેમને તૈયાર કરીને અબ્બુના લગ્નમાં મોકલ્યા હતા.

આ લિસ્ટમાં દિયા મિર્ઝાનું નામ પણ શામેલ છે. દિયાએ વૈભવ રેખી સાથે બીજા લગ્ન કર્યા છે. બંનેના બીજા લગ્ન છે, પરંતુ વૈભવને તેના પહેલા લગ્નથી એક પુત્રી પણ છે, જે દીયા અને વૈભવના લગ્નમાં શામેલ થઈ હતી. વૈભવની પહેલી પત્ની સુનૈનાની પુત્રી સમાયરા હાથમાં એક કાર્ડ લીધેલી હતી જેના પર લખ્યું હતું ‘પાપાઝ ગલ્સ’.

2020 માં ભોજપુરીની જાણીતી સિંગર સુરભી તિવારી અને ભાજપના નેતા મનોજ તિવારીએ લગ્ન કર્યા હતા. મનોજના આ બીજા લગ્ન હતા અને આ લગ્નમાં તેની પુત્રી જિયા પણ શામેલ થઈ હતી. મનોજની પહેલી પત્ની રાનીની પુત્રી જિયાના કહેવા પર જ મનોજે બીજા લગ્ન કર્યા હતા.

ટીવી અભિનેતા સંજીવ શેઠ અને લતા સભરવાલના લગ્ન કોઈ સ્ટોરીથી ઓછા નથી. સંજીવની પહેલી પત્ની અને બાળકોએ મળીને તેના બીજા લગ્નની તૈયારીઓ કરી હતી. સંજીવના પહેલા લગ્ન અભિનેત્રી રેશ્મા ટિપનિસ સાથે થયા હતા, પરંતુ બંને બાળકોના જન્મ પછી અલગ થઈ ગયા હતા. જણાવી દઈએ કે સંજીવે લતા સાથે લગ્ન કરતા પહેલા પોતાની પત્ની અને બાળકોની પરવાનગી લીધી હતી અને તેના બાળકો અને તેમની પહેલી પત્ની પણ તેમના લગ્નમાં શામેલ થયા હતા.