કુવારા છોકરાની લાઈન લાગતી હતી પરંતુ છતા પણ આ 7 અભિનેત્રીઓએ કર્યા પરણિત પુરુષ સાથે લગ્ન

બોલિવુડ

તમે, હું અને આપણે બધા લોકોએ સાંભળ્યું છે કે પ્રેમની કોઈ સીમા નથી હોતી. પ્રખ્યાત ગઝલ ગાયક જગજીત સિંહની તે ગઝલ ‘હોઠ સે છૂલો તુમ મેરા ગીત અમર કર દો’ ની તે લાઈન પણ છે. ‘ન ઉમર કી સીમા હો – ન જનમ કા બંધન, જબ પ્યાર કર કોઈ તો દેખે કેવલ મન’ આ લાઈન બોલીવુડ સેલેબ્સે સાંભળી હશે કદાચ. એટલે જ તો તેમને પહેલી નજરમાં પ્રેમ થયો તો એવા પુરુષો સાથે જે પહેલાથી વિવાહિત અથવા છુટાછેડા લીધેલા હતા.

આ અભિનેત્રીઓને માત્ર ‘બીજી પત્ની’ બનવાથી કોઈ વાંધો નથી, પરંતુ લગ્ન પછી પણ તે આ એટીટ્યૂડથી જીવી રહી છે. આ લિસ્ટમાં બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓ કરીના કપૂર ખાન અને શિલ્પા શેટ્ટીનું નામ વધુ પ્રખ્યાત હતું. આ સાથે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમનું દિલ છૂટાછેડા લીધેલા પુરુષો પર આવ્યું.

અમૃતા અરોરા-શકીલ લદાખ: મલાઇકા અરોરાની નાની બહેન અને બોલિવૂડ અભિનેત્રી અમૃતા અરોરાએ વર્ષ 2009 માં રિયલ સ્ટેટ બિઝનેસમેન શકીલ લદાખ સાથે લગ્ન કરીને સાથે જીવવા-મરવાની કસમ ખાધી હતી. શકીલ લદાખના પહેલા લગ્ન અમૃતા અરોરાની નજીકની મિત્ર રહેલી નીશા રાણા સાથે થયા હતા, જે લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. આ કેસમાં નિશાએ તેની પોતાની જ મિત્ર અમૃતા પર આરોપ લગાવ્યો હતો કે તે તેની અને તેના પતિની વચ્ચે આવી છે. અભિનેત્રી લગ્ન પછીથી હેપ્પી મેરેડ લાઇફનો આનંદ માણી રહી છે. તેમના લગ્નને 10 વર્ષથી વધુનો સમય થઈ ગયો છે.

વિદ્યા બાલન-સિદ્ધાર્થ રોય કપૂર: અભિનેત્રી વિદ્યા બાલને ફિલ્મ પ્રોડ્યૂસર સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા છે. તે ફિલ્મ પ્રોડ્યૂસર સિદ્ધાર્થ રોય કપૂરની પહેલી નહીં, બીજી નહીં પરંતુ ત્રીજી પત્ની છે. સિદ્ધાર્થે પહેલા લગ્ન તેની બાળપણની મિત્ર આરતી બજાજ સાથે કર્યા હતા, જ્યારે બીજા લગ્ન તેણે ટીવીની જાણીતી પ્રોડ્યૂસર કવિતા સાથે કર્યા હતા, જે વર્ષ 2011 માં સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયા હતા. ત્યાર પછી તેણે અભિનેત્રી વિદ્યા બાલન સાથે લગ્ન કર્યા. આ બંનેએ 14 ડિસેમ્બર 2012 ના રોજ એક પ્રાઈવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા. વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રોય કપુર વચ્ચેનો સંબંધ એ લોકો માટે એક મિશાઈલ છે જેઓ તેમનો સંબંધ તૂટ્યા પછી નિરાશ થઈ જાય છે.

રવિના ટંડન-અનિલ થડાની: રવિના ટંડન બોલીવુડમાં 90 ના દાયકાની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક હતી. રવીના ટંડનના તે સમયે લાખો છોકરા દીવાના હતા. તેની માત્ર એક ઝલક મેળવવા માટે લોકો મરતા હતા. પરંતુ આ સુંદર યુવતીએ અનિલ થડાની સાથે લગ્ન કર્યા. રવિના અનિલ થડાનીની બીજી પત્ની બનીને ખુશ છે. આ કપલે 22 ફેબ્રુઆરી 2004 ના રોજ રાજસ્થાનના જગ મંદિર પેલેસમાં લગ્ન કર્યાં હતાં. અનિલ થડાનીએ નતાશા સિપ્પી સાથે પહેલા લગ્ન કર્યા હતા, જે થોડા સમય પછી તૂટી ગયા હતા.

લારા દત્તા-મહેશ ભૂપતિ: મિસ યૂનિવર્સ રહી ચુકેલી અભિનેત્રી લારા દત્તાએ પણ પરણિત પુરુષ સાથે લગ્ન કર્યા છે. તેણે 16 ફેબ્રુઆરી 2011 ના રોજ ટેનિસ ખેલાડી મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા. મહેશ ભૂપતિના પહેલા લગ્ન પૂર્વ મિસ ઈંડિયા ઈંટરનેશનલ શ્વેતા જયશંકર સાથે થયા હતા.

રાની મુખર્જી-આદિત્ય ચોપડા: રાની મુખર્જી એક એવી અભિનેત્રી છે જેની એક્ટિંગ અને અવાજે લાખો લોકોને પોતાના દિવાના બનાવ્યા હતા. પરંતુ આખરે રાની મુખર્જીએ ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપડા સાથે 21 એપ્રિલ 2014 ના રોજ લગ્ન કર્યા. આ અભિનેત્રી રાની મુખર્જીના પહેલા તો આદિત્ય ચોપડાના બીજા લગ્ન હતા. રાની પહેલા આદિત્યએ તેના બાળપણની મિત્ર પાયલ ખન્ના સાથે લગ્ન કર્યા હતા. આદિત્યની પહેલી પત્ની રાની પર તેના છૂટાછેડાનો આરોપ લગાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.