લગ્નના કવરમાં કેટલા રૂપિયા રાખે છે બોલીવુડ સ્ટાર, સત્ય જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

બોલિવુડ

ભારતમાં લગ્ન થવા માત્ર એક સંબંધ નક્કી થવો જ નથી, પરંતુ એક તહેવાર હોય છે. ભારતીય લગ્નોમાં ભારે ધામધૂમ અને ઝાકઝમાળ હોય છે. લગ્નના ગાર્ડનથી લઈને સ્વાદિષ્ટ ખોરાક, લાઈટિંગ, બેંડ વાજા બારાત અને ડિઝાઈનર કપડાં પહેરેલ દુલ્હન દુલ્હા આ બધા આ લગ્નની સુંદરતાનો વધારો કરે છે. લગ્નમાં જવાનું દરેકને પસંદ હોય છે. જ્યારે આપણે લગ્નમાં જઈએ છીએ, ત્યારે સાથે કોઈ ગિક્ટ જરૂર લઈ જઈએ છીએ. તેના વિના લગ્નમાં જવું શરમજનક બાબત થઈ જાય છે. ઘણી વાર કોઈ ગિફ્ટ ખરીદવાનો સમય ન હોય તો આપણે કવરમાં પોતાની ઈચ્છા અનુસાર કેટલાક રૂપિયા રાખીને સ્ટેઝ પર દુલ્હા-દુલ્હનને આપીએ છીએ.

લગ્ન આ કવરમાં લોકો કેટલા રૂપિયા રાખે છે તે ઘણી બાબતો પર આધારિત હોય છે. જેમ કે તમારી માસિક આવક કેટલી છે, લગ્ન જે વ્યક્તિના થઈ રહ્યા છે, તેઓ કેટલા નજીક છે, તમારા ઘરના લગ્નમાં તે વ્યક્તિએ કેટલા રૂપિયા આપ્યા હતા, લગ્નમાં જમવા માટે તમારા પરિવારમાંથી કેટલા લોકો જઈ રહ્યા છે. બસ આવા જ કેટલાક સામાન્ય નાગરિકોના માપદંડ હોય છે. તેના આધારે તેઓ નક્કી કરે છે કે કવરમાં કેટલા રૂપયા રાખવા છે. આવી સ્થિતિમાં તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે ફિલ્મ સ્ટાર્સ કોઈ લગ્નમાં જાય છે, ત્યારે તે તેના કવરમાં કેટલી રકમ રાખતા હશે? આજે અમે તમને આ પ્રશ્નોના જવાબ આપીશું.

બોલીવુડના લગ્ન ખૂબ જ ભવ્ય હોય છે. તેના પર મીડિયાની નજર પણ બની રહે છે. જ્યારે પણ કોઈ સ્ટાર લગ્નમાં હાજરી આપે છે, ત્યારે પેપરાઝી લોકો તેમની પાછળ તસવીરો લેતા રહે છે. આ વાતમાં કોઈ શંકા નથી કે આ ફિલ્મ સ્ટાર્સ ઘણા પૈસાની કમાણી કરે છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં એ જાણવાની ઉત્સુકતા વધી જાય છે કે બોલીવુડના સ્ટાર્સ લગ્નમાં આપતા કવરમાં કેટલા રૂપિયા રાખે છે. જણાવી દઈએ કે આ રકમની કિંમત સાંભળીને તમે આશ્ચર્યચકિત જરૂર થશો.

લગ્નના કવરમાં આટલા રૂપિયા રાખે છે સ્ટાર્સ: ફિલ્મી સ્ટાર્સ કોઈપણ લગ્નમાં કવર આપે છે, તો તેમાં 101 રૂપિયા રાખે છે. આ વાતનો ખુલાસો અમિતાભ બચ્ચને એકવાર શો દરમિયાન કર્યો હતો. આ શોમાં તેમની સાથે કોમેડિયન કપિલ શર્મા પણ હતા. તેણે મજાકમાં જ પૂછ્યું હતું કે આ ફિલ્મી સ્ટાર્સ લગ્નમાં જાય છે તો કવરમાં કેટલી રકમ રાખે છે. આ અંગે બોલીવુડના મેગાસ્ટાર અમિતાભજીએ કહ્યું હતું કે ફિલ્મ ઈંડસ્ટ્રીમાં ભેટ તરીકે કવરમાં શગુનના 101 રૂપિયા આપવામાં આવે છે. તમે લોકો વિચારતા હશો કે કરોડોની કમાણી કરનારા સ્ટાર્સ આટલી ઓછી રકમ શા માટે રાખે છે? ખરેખર તેની પાછળ પણ એક ખાસ કારણ છે.

ગિફ્ટમાં કોઈને કેટલા પૈસા આપવા તે અંગે હંમેશા મૂંઝવણ રહે છે. ખાસ કરીને જુનિયર કલાકારો અને કેમેરામેન જેવા લોકો મોટા સ્ટાર્સ અથવા તેમનાથી મોટા પ્રોડ્યુસર ડાયરેક્ટર વગેરેની પાર્ટીમાં જવામાં અચકાતા હતા. આવી સ્થિતિમાં ફિલ્મ ઈંડસ્ટ્રીએ એક સામાન્ય રકમ શગુન માટે 101 રૂપિયા નક્કી કરી દીધી. આ પગલાથી ફિલ્મ ઈંડસ્ટ્રીના લોકોમાં સમાનતા રહે છે અને દરેક વર્ગના લોકો કોઈ પણ સંકોચ વિના લગ્નમાં જઈ શકે છે.