દરિયાઈ શહેર માલદીવમાં પતિ અને પુત્રી સાથે રજાનો આનંદ માણી રહી છે નીલમ કોઠારી, જુવો તેની સુંદર તસવીરો

બોલિવુડ

અવારનવાર કોઈને કોઈ ફિલ્મી સ્ટાર્સ રજાઓનો આનંદ માણવા માટે ક્યાંકને ક્યાંક બહાર ફરવા જાય છે. કામ પરથી રજા લઈને તે ફ્રી ટાઈમ પસાર કરવા જાય છે. આ ફિલ્મી કલાકારોમાં અભિનેત્રી નીલમ કોઠારી પણ આજકાલ પરિવાર સાથે માલદીવમાં વેકેશન એન્જોય કરતા જોવા મળી રહી છે. જેની તસવીરો અભિનેત્રીએ પોતે જ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. જેને ચહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

જોકે આ તસસીરમાં અભિનેત્રી તેના પતિ સમીર સોની અને પુત્રી અહાના સાથે જોવા મળી રહી છે. જણાવી દઈએ કે અભિનેત્રી બ્લેક શોર્ટ ડ્રેસમાં જોવા મળી રહી છે. નીલમે મિનિમલ મેકઅપ, ઓપન હેયર અને શેડ્સથી પોતાનો લુક કમ્પલીટ કર્યો છે. અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.

તો તેનો પતિ બ્લેક શર્ટ અને ડેનિમ શોર્ટ્સ અને પુત્રી પીચ ફ્રોકમાં જોવા મળી રહી છે. આ ત્રણેય સાથે મળીને ઘણો આનંદ કરતા જોવા મળી રહ્યા છે. તસવીરો પોસ્ટ કરતાં નીલમે લખ્યું છે કે – આનાથી વધુ કશું મળી શકતું નથી. ચાહકો આ તસવીરને ખૂબ પસંદ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે નીલમે 24 જાન્યુઆરી, 2011 ના રોજ સમીર સોની સાથે લગ્ન કર્યા હતા. જોકે આ અભિનેત્રીના બીજા લગ્ન હતાં. આ પહેલા અભિનેત્રીએ યુકેના બિઝનેસમેન ઋષિ સેઠિયા સાથે લગ્ન કર્યા હતા. થોડા સમય પછી નીલમે તેની સાથે છુટાછેડા લીધા હતા અને લગ્નના બે વર્ષ પછી નીલમ અને સોનીએ પુત્રી અહાનાને દત્તક લીધી હતી.

જો આપણે તેના કામની વાત કરીએ તો નીલમે લવ 86, હત્યા, ઈલ્ઝામ, ખુદર્ગઝ, અફસાના પ્યાર કા, એક લડકા એક લડકી સહિતની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેત્રી નીલમની એક્ટિંગ અને સુંદરતાને ચાહકો તરફથી ખૂબ પ્રેમ અને આદર મળે છે. અભિનેત્રી નીલમના ચાહકોની લાંબી લાઈન છે જેનો અંદાજ ઇન્સ્ટા ગ્રામના ફોલોવર્સ પરથી લગાવી શકાય છે.

જો તેના પતિ સમીરના કામની વાત કરવામાં આવે તો સમીર એ તેની કારકિર્દીની શરૂઆત નાના પડદાના શો ‘સમંદર’ થી કરી હતી. આ પછી, સમીર ‘બાગવાન’, ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ અને ‘વિવાહ’ જેવી ઘણી ફિલ્મોમાં પણ સપોર્ટિંગ રોલમાં જોવા મળ્યો હતો. અભિનેતા સમીરની એક્ટિંગ અને પર્સનાલિટીને પણ ચાહકોનો ઘણો પ્રેમ મળે છે.

હાલમાં અભિનેત્રી નીલમ અને તેના પરિવારની વેકેશન ટ્રિપની તસવીરો હેડલાઇન્સમાં છે. સોશિયલ મીડિયા પર પણ તેના પરિવારની વેકેશનની તસવીરો વાયરલ થઈ રહી છે.

2 thoughts on “દરિયાઈ શહેર માલદીવમાં પતિ અને પુત્રી સાથે રજાનો આનંદ માણી રહી છે નીલમ કોઠારી, જુવો તેની સુંદર તસવીરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *