સંજયની પત્ની માન્યતાનું સાચું નામ છે દિલનાઝ શેખ, જાણો માન્યતા સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ કિસ્સાઓ

બોલિવુડ

સંજય દત્તની બીજી પત્ની મનાતા દત્તનો આજે 42 મો જન્મદિવસ છે. જણાવી દઈએ કે તેનો જન્મ મુંબઇમાં થયો છે. આ ઉપરાંત તે થોડો સમય દુબઇમાં પણ રહી છે. જણાવી દઈએ કે માન્યતા દત્તનું સાચું નામ દિલનવાઝ શેખ છે. જે શરૂઆતથી જ બોલીવુડ તરફ આકર્ષિત રહી છે. જેના માટે તેણે ઘણી મહેનત પણ કરી. તેણે ફિલ્મોમાં આઇટમ નંબર પણ કર્યા છે. સંજય દત્ત સાથે લગ્ન કરતા પહેલા તે ઘણા વિવાદોમાં પણ પડી ચુકી હતી. તો ચાલો ચર્ચા કરીએ માન્યતા દત્ત સાથે જોડાયેલા કિસ્સાઓ વિશે.

જણાવી દઈએ કે એક સમય એવો હતો. જ્યારે સંજય દત્ત સાથે લગ્ન કર્યા પછી પણ પરિવારે તેનો સ્વીકાર કર્યો ન હતો. જો કે સમય જતાં, સંજય દત્તની પત્ની માન્યાતા તરીકે દરેકે માન્યતા આપી. ત્યાર પછી માન્યતા દત્તે ક્યારેય સંજય દત્તનો સાથ છોડ્યો નથી. સંજય દત્ત જ્યારે 2013 માં જેલમાં ગયો હતો. ત્યારે બે બાળકોની માતા માન્યતા એ બાળકોનો કર્યો. સાડા 3 વર્ષ સુધી તે બાળકોનો એકલા ઉછેર કરતી રહી.

બીજી તરફ મન્યાતા દત્તની બોલિવૂડ સફર વિશે વાત કરીએ તો બોલીવુડમાં તેનું નામ ‘સારા ખાન’ હતું. તે ‘લવર્સ લાઈક અસ’ નામની સી ગ્રેડ મૂવીમાં પણ જોવા મળી ચુકી છે. આ ઉપરાંત તેણે પ્રકાશ ઝાની ફિલ્મ ‘ગંગાજલ’માં પણ એક આઈટમ નંબર કર્યો હતો. વાત સંજય દત્ત અને માન્યતા દત્તની મુલાકાત વિશે કરીએ તો સંજય દત્ત સાથે માન્યતા દત્તની મુલાકાત નીતિન મનમોહન દ્વારા કરવામાં આવી હતી. ત્યાર પછી બંને નજીક આવવા લાગ્યા.

પછી માન્યતા દત્ત સંજય દત્ત સાથે દરેક જગ્યા પર દેખાવા લાગી. ત્યાર પછી બંનેએ હિન્દુ રિવાજ સાથે લગ્ન કર્યા. નોંધપાત્ર વાત એ છે કે આ લગ્નમાં સંજય દત્તના પરિવારના સભ્યો શામેલ થયા ન હતા, કારણ કે સંજય દત્તનો પરિવાર આ લગ્નથી ખુશ ન હતો. જ્યારે સંજય દત્તે માન્યતા સાથે લગ્ન કર્યા ત્યારે તે તેના ત્રીજા લગ્ન હતા. તો માન્યતા દત્ત પણ એક વખત લગ્ન કરી ચુકી હતી.

નોંધપાત્ર વાત એ છે કે માન્યતાના સંજય દત્ત સાથે લગ્ન પછી એક વ્યક્તિએ એવો દાવો કર્યો હતો કે તે તેના સાચા પતિ છે અને તેમનું અઢી વર્ષનું એક બાળક પણ છે અને માન્યતા એ તેમને છુટાછેડા આપ્યા નથી પરંતુ કોર્ટમાં માન્યતા દત્તના પક્ષમાં નિર્ણય આપવામાં આવ્યો હતો.

હિન્દુ રિવાજો સાથે સંજય દત્ત અને માન્યતાએ ફેબ્રુઆરી 2008 માં લગ્ન કર્યા હતા. આ પહેલા સંજય દત્ત રિચા શર્મા અને રિયા પિલ્લઈ સાથે લગ્ન કરી ચુક્યા હતા. 2010 માં માન્યતાએ બે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. તે માત્ર સંજય દત્તના ઘરને ક સંભાળતી નથી પરંતુ તેના પ્રોડક્શન હાઉસની સીઈઓ પણ છે. જણાવી દઈએ કે દરેક સમયે સંજૂનો સાથ આપવાને કારણે લોકો માન્યતાને ‘આયર્ન લેડી’ કહીને પણ બોલાવે છે. આટલું જ નહીં માન્યતા સંજય દત્તથી 19 વર્ષ નાની છે.

માન્યતા એ વર્ષ 2005 માં મિરાજ ઉર રહમાન નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તે કોણ છે અને તે ક્યાં છે તેના વિશે આજ સુધી કોઈ માહિતી નથી. આટલું જ નહીં ઘણી મહિલાઓ સાથે સંજય દત્તનું નામ જોડાઈ ચુક્યું છે, પરંતુ સંજય દત્તે 1987 માં ઋચા શર્મા સાથે લગ્ન કર્યા હતા પરંતુ 1996 માં ઋચાનું બ્રેઈન ટ્યૂમર ના કારણે અમેરિકામાં અવસાન થયું હતું. આ લગ્નથી તેમને એક પુત્રી ત્રિશાલા છે જે હવે અમેરિકામાં રહે છે. ત્યાર પછી સંજયે મોડેલ રિયા પિલ્લઈ સાથે લગ્ન કર્યા, પરંતુ વર્ષ 2005 માં બંનેના છૂટાછેડા થઈ ગયા.