બોલિવૂડમાં ઘણી સુપરહિટ ફિલ્મો કરવા છતાં પણ આ 4 અભિનેત્રીની હિન્દી છે બિલકુલ ઝીરો, નંબર 4 તો છે બધાની ફેવરિટ

બોલિવુડ

આપણી ફિલ્મી દુનિયામાં એકથી એક ચઢિયાતિ અભિનેત્રી રહી ચૂકી છે, જેમણે પોતાની સુંદરતા અને સ્ટાઈલથી લોકોના દિલ જીતી લીધાં છે. તેમાંની કેટલીક અભિનેત્રીઓ આપણા દેશની છે તો કેટલીક અભિનેત્રીઓ વિદેશી પણ છે અને તેઓએ હિન્દી ફિલ્મોમાં પોતાની શાનદાર એક્ટિંગથી માત્ર લોકોનું દિલ જ જીત્યું નથી પરંતુ બોલિવૂડની દુનિયામાં પોતાને ટોપ અભિનેત્રીના લિસ્ટમાં શામેલ કરી છે. પરંતુ તેઓને આજે પણ હિન્દી ભાષા બોલવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અને આજે અમે તમને બોલિવૂડની તે અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે બોલિવૂડમાં ઘણું નામ કમાવ્યું છે, પરંતુ આજે પણ તે હિન્દી બરાબર બોલી શકતી નથી અને તેનો અવાજ ડબ કરવામાં આવે છે.

જેક્લીન ફર્નાડિઝ: બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી જેકલીન ફર્નાડિઝ જેણે ખૂબ જ ઓછા સમયમાં બી ટાઉનમાં પોતાનું સ્થાન બનાવ્યું છે અને જેક્લીને બોલિવૂડના સુપરસ્ટાર સલમાન સાથે પણ કામ કર્યું છે પરંતુ જેકલીનને હિન્દી ભાષા બોલતા નથી આવડતું. જ્યારે તેણે ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો ત્યારે તેણે હિન્દી શીખવા માટે ખૂબ પ્રયાસ પણ કર્યા, પરંતુ સત્ય તો એ છે કે આજે પણ જેક્લીન હિન્દી બહુ સારી રીતે બોલી શકતી નથી.

લિસા હેડન: ક્વીન ફિલ્મમાં કંગના રનૌત સાથે જોવા મળેલી અભિનેત્રી લિસા હેડનનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. જણાવી દઈએ કે લિસાને હિન્દી બોલવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે કારણ કે લિસાના પિતા મલયાલી છે, તો તેની માતા ઓસ્ટ્રેલિયન છે અને આ કારણે લીસા ક્યારેય હિન્દી ભાષામાં વાત કરતી ન હતી અને આજે પણ લિસાને હિન્દી ડાયલોગ બોલવામાં ઘણી મુશ્કેલી પડે છે અને તેને એક ડાયલોગ બોલવા માટે પણ ધણી વાર પ્રેક્ટિસ કરવી પડે છે ત્યારે તે સાચો ડાયલોગ બોલી શકે છે.

નરગિસ ફાખરી: બોલિવૂડ અભિનેત્રી નરગીસ ફાખરીનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે અને જણાવી દઈએ કે નરગીસને તો હિન્દીની એક લાઈન બોલવામાં પણ ઘણો ટાઈમ લાગી જાય છે, છતાં પણ તે યોગ્ય રીતે બોલી શકતી નથી. નરગીસ ફાખરી બોલિવૂડમાં પ્રવેશ કરતા પહેલા એક પ્રખ્યાત અમેરિકન મોડેલ હતી અને છતાં તેણે બોલીવુડમાં ઘણી ફિલ્મો કરી, જ્યારે નરગિસ ન તો હિંદી બોલી શકે છે અને ન તો હિંદી સમજી શકે છે. જણાવી દઈએ કે નરગિસે બોલીવુડમાં ઘણી ફિલ્મો કરી છે જેમાં મદ્રાસ કૈફે, ફટા પોસ્ટર નિકલા હીરો, મે તેરા હીરો જેવી ઘણી શામેલ છે. અને જણાવી દઈએ કે આ બધી ફિલ્મોમાં નરગિસનો રિયલ અવાજ નથી પરંતુ તેના અવાજને ડબિંગ કરવામાં આવે છે.

કેટરિના કૈફ: કેટરિના કૈફ જેનું નામ બોલિવૂડની ટોપ અભિનેત્રીઓના લિસ્ટમાં શામેલ છે અને કેટરિનાએ બોલીવુડમાં ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે. જણાવી દઈએ કે કેટનો જન્મ હોંગકોંગમાં થયો હતો અને તેણે પોતાનો વધુ સમય લંડનમાં પસાર કર્યો છે, જેના કારણે કેટની હિન્દી એકદમ બેકાર હતી. અને તેની શરૂઆતની ઘણી ફિલ્મોમાં તેના અવાજથી સ્પષ્ટ થાય છે કે તેને હિન્દી બોલવામાં તેને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જણાવી દઈએ કે આટલા દિવસો ઇન્ડસ્ટ્રીમાં પસાર કર્યા પછી પણ કેટ યોગ્ય રીતે હિન્દી બોલી શકતી નથી.

3 thoughts on “બોલિવૂડમાં ઘણી સુપરહિટ ફિલ્મો કરવા છતાં પણ આ 4 અભિનેત્રીની હિન્દી છે બિલકુલ ઝીરો, નંબર 4 તો છે બધાની ફેવરિટ

  1. Pingback: 2actually

Leave a Reply

Your email address will not be published.