‘બાલિકા વધુ’ થી ઘર ઘરમાં પ્રખ્યાત થઈ હતી અવિકા ગોર, ખોલ્યા તેની કમાણી સાથે જોડાયેલા ઘણા રાજ, જાણો તમે પણ

મનોરંજન

અવિકા ગૌર ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી પ્રખ્યાત અને સફળ અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. તેણે ટીવીની દુનિયામાં શ્રેષ્ઠ કામ કરીને ખૂબ નામ કમાવ્યું છે. તે ખૂબ જ નાની ઉંમરથી ટીવી શોમાં કામ કરી રહી છે અને હવે તે 24 વર્ષની થઈ ગઈ છે. તેની સુંદર તસવીરો ઘણીવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બને છે.

તાજેતરમાં જ તેનો 24 મો જન્મદિવસ સેલિબ્રેટ કરનારી પ્રખ્યાત અભિનેત્રી અવિકા ગોર, હિટ ટેલિવિઝન શો બાલિકા વધુમાં આનંદીનું પાત્ર નિભાવી ચૂકી છે. આ શોએ અવિકાને ઘર ઘરમાં મોટી ઓળખ અપાવી હતી અને આજે પણ લોકો તેને આનંદીના નામથી ઓળખે છે. આ પાત્ર તેણે બાળ કલાકાર તરીકે નિભાવ્યું હતું જે ખૂબ પ્રખ્યાત રહ્યું હતું.

હાલમાં અવિકા ગોરની ચર્ચા અમે તમારી સાથે તેના એક જૂના ઈન્ટરવ્યૂના વીડિયોને લઈને કરી રહ્યા છીએ. તેનો એક 12 વર્ષ જુનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ઇન્ટરવ્યૂ દરમિયાન, અવિકા માત્ર 12 વર્ષની હતી. તેનો આ જુનો ઇન્ટરવ્યૂ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. વર્ષ 2009 માં અવિકા એક ઇન્ટરવ્યૂનો ભાગ બની હતી. આ દરમિયાન તેણે તેની કમાણી વિશે વાત કરી હતી.

ખરેખર અવિકા ગૌરને એક ઇન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે જો તે બાલિકા વધુમાં કામ કરીને સારી કમાણી કરી રહી હશે, તો તેના કમાયેલા પૈસા ક્યાં જાય છે? જવાબ આપતા અવિકાએ કહ્યું હતું કે, મારા પિતાએ મને કહ્યું હતું કે તેણે તમામ પૈસા વીમા ફંડમાં જમા કરાવ્યા છે. આ ઉપરાંત મારી પાસે પિગી બેંક છે જેમાં મેં 5222 રૂપિયા જમા છે.

આગળ, અવિકા ગૌરને પૂછવામાં આવ્યું કે, તેણે જે પૈસા જમા કર્યા છે તેનાથી તે શું કરશે, પછી તેણે કહ્યું કે હું મારા માટે કંઈક ખરીદીશ. મેં મારી કમાણીનો એક પૈસો ક્યારેય ખર્ચ કર્યો નથી અને ત્યાં સુધી તે ભેગી કરતી રહીશ જ્યાં સુધી તે એક મોટી રકમમાં બદલાઈ ન જાય. આ જ ઇન્ટરવ્યુમાં, અવિકાએ આ વાતનો પણ ખુલાસો કર્યો કે તેના પિતાએ તેના જન્મદિવસના વિશેષ પ્રસંગે તેને આઇફોન અપાવ્યો હતો.

13 કિલો ઘટાડ્યું વજન: અવિકા ગોરના લુકમાં ત્યારથી લઈને આજ સુધી ઘણું પરિવર્તન આવ્યું છે. તે દરમિયાન તે માત્ર 12 વર્ષની હતી, જ્યારે હવે તેની ઉંમર બમણી એટલે કે 24 વર્ષ થઈ ગઈ છે. ગયા વર્ષે, તે તેના ગજબના પરિવર્તનને લઈને ચર્ચામાં રહી હતી. અવિકાએ કહ્યું હતું કે તે નાનપણથી જ મેદસ્વીપણાથી પરેશાન હતી. જણાવી દઈએ કે વર્ષ 2020 માં અવિકાએ તેનું 13 કિલો વજન ઘટાડ્યું હતું.

નોંધપાત્ર વાત એ છે કે બાલિકા વધુમાં કામ કર્યા પછી, અવિકા ગોરે ટીવી શો સસુરાલ સિમર કા માં કામ કર્યું હતું. આ શોમાં તેણે રોલી નામની ભૂમિકા નિભાવી હતી. આ દરમિયાન તેમનું નામ તેમના સહ-અભિનેતા મનીષ રાયસિંઘન સાથે જોડાયું હતું, પરંતુ આ બાબતે કોઈ સત્ય ન નીકળ્યું. મળતી માહિતી મુજબ 24 વર્ષીય અવિકા ગોર હાલમાં શો રોડીઝના પૂર્વ સ્પર્ધક મિલિંદ ચાંદવાનીને ડેટ કરી રહી છે. તે લાંબા સમયથી ટીવી ઇન્ડસ્ટ્રીથી પણ દૂર છે.