વિશ્વ સુંદરી માનુષી છિલ્લર એ અક્ષય કુમર માટે કહી આવી વાત, અભિનેતા સાથે કરી રહી છે ડેબ્યૂ

બોલિવુડ

ભારતની પુત્રી માનુષી છિલ્લર વિશ્વ સુંદરી (મિસ વર્લ્ડ) રહી ચૂકી છે. માનુષી મિસ વર્લ્ડ બન્યા પછીથી તેના હિન્દી સિનેમામાં ડેબ્યૂની ચર્ચાઓ જોર જોરથી થઈ રહી છે. માનુષી પણ ફિલ્મોમાં કામ કરવા ઈચ્છતી હતી અને હવે તેનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે.

માનુષી ટૂંક સમયમાં જ અભિનેત્રી તરીકે હિન્દી સિનેમામાં આવવા માટે તૈયાર છે. તેની આગામી ફિલ્મ રિલીઝ થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ખાસ વાત એ છે કે માનુષી તેની પહેલી ફિલ્મ હિન્દી સિનેમાના સુપરસ્ટાર અક્ષય કુમાર સાથે કરી રહી છે. બંનેની આગામી ફિલ્મનું નામ ‘પૃથ્વીરાજ’ છે.

ફિલ્મ ‘પૃથ્વીરાજ’ ભારતના મહાન સમ્રાટ પૃથ્વીરાજ સાથે સંબંધિત છે. અક્ષય ફરી એકવાર આ ફિલ્મ દ્વારા બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા જઈ રહ્યા છે. અક્ષય તો આ ફિલ્મ માટે આતુર છે જ તો તેનાથી વધુ આતુર અને ઉત્સાહિત છે માનુષી છીલ્લર. કારણ કે માનુષીની આ પહેલી ફિલ્મ છે.

માનુષી અને અક્ષયની આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ચુક્યું છે. ફિલ્મના પોસ્ટર, ટ્રેલર સામે આવી ચુક્યા છે. ફિલ્મની રિલીઝ ડેટની ઘોષણા પણ થઈ ચુકી છે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં માનુષી અક્ષય કુમાર સાથે મુખ્ય ભુમિકામાં જોવા મળશે અને તેણે અક્ષય જેવા દિગ્ગજ સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો છે.

તાજેતરના એક ઇન્ટરવ્યુમાં માનુષીએ જણાવ્યું છે કે, “અક્ષય કુમાર સાથે ડેબ્યૂ કરવાની તક મળવી પણ મારા માટે ખૂબ જ પ્રોત્સાહક છે”. વિશ્વસુંદરીથી અભિનેત્રી બની ચુકેલી માનુષી કહે છે કે, “અક્ષય કુમાર સાથે કામ કરવું અને તેમની પાસેથી શીખવું એ ખૂબ મોટી વાત છે”.

આગળ માનુષીએ ફિલ્મ ‘પૃથ્વીરાજ’ વિશે વાત કરી અને કહ્યું કે, “જ્યારે તેણે સાંભળ્યું કે ફિલ્મ પોતાની રિલીઝ ડેટ પહેલા રિલીઝ થઈ રહી છે ત્યારે તે ખૂબ જ ખુશ થઈ. ફિલ્મની આખી ટીમ લાંબા સમયથી તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહી છે. આપણે બધા તે ક્ષણની રાહ જોઈ રહ્યા છીએ જ્યારે સમ્રાટ પૃથ્વીરાજની સ્ટોરી મોટા પડદા પર રિલીઝ થશે.”

જણાવી દઈએ કે આ ફિલ્મમાં અક્ષય જ્યાં સમ્રાટ પૃથ્વીરાજનું પાત્ર નિભાવી રહ્યા છે તો માનુષી રાજકુમારી સંયોગિતાના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે 3 જૂને રિલીઝ થવાની છે. ડૉ.ચંદ્રપ્રકાશ દ્વિવેદીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં સંજય દત્ત, સોનુ સૂદ, આશુતોષ રાણા વગેરે પણ જોવા મળવાના છે.