‘ભાભી જી ઘર પર હૈ!’ ફેમ મનમોહન તિવારીની પુત્રી છે ગજબની સુંદર, તેની તસવીરો જોઈને ગોરી મેમને પણ ભૂલી જશો…

મનોરંજન

‘ભાભી જી ઘર પર હૈ!’ સિરિયલ રમુજી ભલે લાગે છે, પરંતુ એક વાત તો છે કે તેમાં ડબલ મીનિંગ ડાયલોગની ભરમાર હોય છે. આવી સ્થિતિમાં ડબલ મીનિંગ ડાયલોગની બાબતમાં આ ટીવી શોમાં કોઈ પણ પાછળ નથી રહેતું. ભલે ભલે તે શોમાં કામ કરનારા વિભૂતિ નારાયણ મિશ્રા હોય કે પછી શોમાં કામ કરતા મનમોહન તિવારી. બંને ક્યાંકને ક્યાંક એકબીજાની પત્નીઓ પર લાઇનો મારતા રહે છે. પરંતુ આજે આપણે આ ટીવી શો વિશે વાત નથી કરવાના. આપણે મનમોહન તિવારીની ભૂમિકા નિભાવનાર રોહિતાશ ગૌરની પુત્રી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જે ખૂબ સુંદર અને ક્યૂટ છે. તેની સામે ભાભી ઝી ઘર પર હૈ! ની ગૌરી મેમ પણ નથી ટકતી.

જણાવી દઈએ કે મનમોહન તિવારી જે શોમાં છીછોર ટાઇપ પતિની ભૂમિકા નિભાવે છે અને ગોરી મમને હંમેશા છેડતો હતો. તે રિયલ લાઈફમાં ખૂબ જ નમ્ર અને સરળ વ્યક્તિ છે. આટલું જ નહીં મનમોહન તિવારી એટલે કે રોહિતાશ ગૌર પોતાના પરિવાર સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. આ ઉપરાંત તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને પરિવારના સભ્યો સાથેની પોતાની તસવીરો અને વીડિયોઝ પોસ્ટ કરતા રહે છે. જણાવી દઈએ કે રોહિતાશને બે સુંદર પુત્રી પણ છે. જેમાંથી મોટી પુત્રીનું નામ ગીતી ગૌર છે. જ્યારે નાની પુત્રીનું નામ સંગીતા ગૌર છે. રોહિતાશ તેની બે પુત્રીઓને ખૂબ જ પ્રેમ કરે છે.

આટલું જ નહીં જણાવી દઈએ કે મનમોહન તિવારીનો રોલ કરનાર રોહિતાશ તેની બંને પુત્રીની ખૂબ નજીક છે અને ઘણી વાર તેમની સાથેની તાસવીરો અને વીડિયો પોસ્ટ કરે છે, પરંતુ તે તેની મોટી દીકરી સાથે એક અલગ બોન્ડ શેર કરે છે.

મનમોહન તિવારી ઘણીવાર તેમની મોટી પુત્રી ગીતી ગૌરની તસવીરો અને વીડિયો તેના સોશ્યલ મીડિયા હેન્ડલ પર શેર કરે છે. સાથે તેની પુત્રી વિશે પણ વાત કરે છે. જણાવી દઈએ કે ગીતી ગૌર એક ગજબની ડાન્સર છે અને તે તેના ડાન્સ વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરે છે. તેના પિતા રોહિતાશ પણ ક્યારેક પુત્રીના ડાન્સ વીડિયોમાં જોડાય છે.

આ સિવાય ઘણી વાર ગીતી ગૌર તેની નાની બહેન સંગીતા સાથે ફન વીડિયો પણ પોસ્ટ કરે છે. ગીતી મોડલિંગ પણ કરે છે અને આ ક્ષેત્રમાં આગળ પણ વધવા ઈચ્છે છે. તેની ઇન્સ્ટાગ્રામ ડિટેલ્સમાં પણ તેણે પોતાને એક મોડેલ જણાવી છે. જણાવી દઈએ કે ગીતી ગૌર લાંબા સમયથી મોડેલિંગની દુનિયા સાથે જોડાયેલી છે અને તેણે “લિવૉન ટાઇમ્સ ફ્રેશ ફેસ 2018” નો એવોર્ડ પણ જીત્યો હતો. ભાભી જી ગીતીની સુંદરતા આગણ ભાભી ઝી ઘર પર હૈ! ની ગોરી મેમ પણ ઓછી લાગે છે. ગીતીનું સ્લીમ ફિગર અને તેનો શાર્પ ફેસ બિલકુલ તેની માતા જેવો છે. જેના ચાહકો ખુબ દીવાના છે.

ગીતીની માતા અને રોહિતાશની પત્ની વિશે વાત કરીએ તો તે એક રિસર્ચ સ્કોલર છે છે. સાથે તે પોતાની પુત્રીની ડાંસિંગ સ્કિલને પ્રોત્સાહન પણ આપે છે. ગયા વર્ષે જ ગીતી એ “આઈ વિલ ઓલવેઝ બ્લાઇન્ડલી લવ યુ” નામના ગીતથી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે દરમિયાન પુત્રી ગીતી વિશે વાત કરતી વખતે રોહિતાશે કહ્યું હતું, “મને મારી પુત્રી પર ગર્વ છે. તે પોતાની મહેનતથી અહીં સુધી પહોંચી છે.”