ખૂબ જ મોટી થઈ ગઈ છે મનીષ પોલની પુત્રી, તસવીરો જોઈને લોકોને નથી આવી રહ્યો વિશ્વાસ, જુવો તેની લેટેસ્ટ તસવીરો

મનોરંજન

દેશભરમાં આ દિવસોમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. સામાન્ય લોકોથી લઈને મોટી હસ્તીઓ પણ તેમના ઘરે ભગવાન મહાદેવના પુત્ર શ્રી ગણેશનું સ્વાગત કરે છે. બોલિવૂડમાં પણ આ તહેવારની ધૂમ જોવા મળે છે. બુધવાર 31 ઓગસ્ટના રોજ ઘણા સેલેબ્સે તેમના ઘરમાં ગણેશજીની સ્થાપના કરી હતી.

ટીવીના પ્રખ્યાત અભિનેતા મનીષ પોલે પણ ધામધૂમથી પોતાના ઘરે બાપ્પાનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન તેનો પરિવાર પણ જોવા મળ્યો હતો. પરંતુ બધાની નજર મનીષ પોલની પુત્રી પર હતી. મનીષ ગણેશ ચતુર્થી પર પોતાની પુત્રી સાયશા પોલ સાથે જોવા મળ્યો હતો. પરંતુ મનીષની પુત્રીને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

એક વાયરલ વીડિયોમાં તમે મનીષને તેમની પુત્રી સાયશા સાથે જોઈ શકો છો, જો કે તમને જણાવી દઈએ કે તેમની પુત્રી આટલી મોટી છે તે વાત જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઘણા લોકો મનીષની પુત્રીને તેની બહેન જણાવી રહ્યા છે. પરંતુ લોકોને એ પણ જાણવું જોઈએ કે મનીષની ઉંમર 41 વર્ષ છે. આવી સ્થિતિમાં તેમની આટલી મોટી પુત્રી હોવી કોઈ આશ્ચર્યની વાત નથી.

જોકે મનીષે પોતાની જાતને એટલી મેંટેન રાખી છે કે એવું લાગતું નથી કે તે 41 વર્ષના છે અને તેના કારણે લોકોને આશ્ચર્ય થયું કે મનીષની આટલી મોટી પુત્રી છે. સાથે જ તમને જણાવી દઈએ કે મનીષને એક પુત્ર પણ છે. વાયરલ વીડિયોમાં મનીષની પુત્રી તેની સાથે ઉભી છે જ્યારે તે કોઈની સાથે વાત કરી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર મનીષ પૉલનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમાં તેમની પુત્રીને જોયા પછી લોકો આશ્ચર્યજનક કમેંટ કરી રહ્યા છે. એક યુઝર એ કમેન્ટ કરતાં લખ્યું કે, “મને લાગ્યું કે નાની બહેન છે”. એકે લખ્યું કે, “વાહ ખૂબ જ સુંદર. મનીષને એક પુત્રી પણ છે અને તે પણ આટલી મોટી.”

મનીષની પુત્રી સાયશાની સાદગી પણ લોકોને ખૂબ પસંદ આવી. એક યુઝરે કમેન્ટમાં લખ્યું છે કે, “મને લાગ્યું કે તેમની બહેન છે, પરંતુ આ તો પુત્રી છે”. સાથે જ એક અન્યએ લખ્યું કે, “શું મનીષના બાળપણમાં લગ્ન થયા હતા?” અન્ય એક યુઝરે લખ્યું, “તેમને એક પુત્રી પણ છે. આટલા મોટા ક્યારે થયા ખબર જ ન પડી.” એકે લખ્યું કે, “મને આજે ખબર પડી કે મનીષ ભાઈને એક પુત્રી પણ છે”.

જણાવી દઈએ કે 41 વર્ષના મનીષ પોલે 29 જાન્યુઆરી 2007ના રોજ બાળપણની મિત્ર સંયુક્તા સાથે લગ્ન કર્યા હતા. આ કપલના લગ્નને આ વર્ષે જાન્યુઆરી મહિનામાં 15 વર્ષ થઈ ચુક્યા છે. મનીષ લગભગ 25 વર્ષની ઉંમરમાં દૂલ્હો બન્યા હતા. લગ્ન પછી મનીષ અને સંયુક્તા બે બાળકોના માતા-પિતા બન્યા હતા. મનીષની પુત્રી સાયશા 11 વર્ષની છે. સાયશાનો જન્મ વર્ષ 2011માં થયો હતો. ત્યાર પછી મનીષ અને સંયુક્તા બીજી વખત પુત્રના માતા-પિતા બન્યા. કપલના પુત્રનું નામ યુવન પોલ છે, જેનો જન્મ વર્ષ 2016માં થયો હતો.