મંગળ ગ્રહને તમામ ગ્રહોના સેનાપતિ કહેવામાં આવે છે. તે જે રાશિમાં બળવાન હોય છે, તેનું નસીબ ચમકી જાય છે. 10 ઓગસ્ટના રોજ સવારે 6:50 વાગ્યે મંગળ ગ્રહ મેષ રાશિ છોડીને વૃષભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. મંગળનું રાશિ પરિવર્તન 8 રાશિના લોકો માટે ફાયદાકારક રહેશે. તેનાથી તેમનું નસીબ બદલાઈ જશે અને ઘણા સારા સમાચાર પણ મળશે. તો ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
સિંહ રાશિ: મંગળનું ગોચર સિંહ રાશિનું નસીબ બદલી નાખશે. તેમને નવા વાહન અથવા મકાનનો આનંદ મળશે. જીવનસાથી સાથેનો સંબંધ મધુર રહેશે. સમાજ અને ઓફિસમાં તમારું સમ્માન વધશે. આવકના નવા સ્ત્રોત મળશે. તમારે માત્ર તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. જો ગુસ્સા પર નિયંત્રણ નહિં રાખો તો કામ પણ બગડી શકે છે. કોઈ શુભ કાર્ય માટે મુસાફરી થઈ શકે છે. માતા-પિતાની મદદથી ધન લાભ મળશે.
કન્યા રાશિ: મંગળ ગ્રહનું ગોચર કન્યા રાશિના લોકોના જીવનમાં ઘણી ખુશીઓ લાવશે. પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. કોઈપણ શુભ કાર્યને કારણે લાંબી મુસાફરી થઈ શકે છે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. ધંધામાં કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારું પરિણામ મળશે. તમારી વાણી પર નિયંત્રણ રાખવું જરૂરી છે નહીં તો સંબંધ બગડી શકે છે. હનુમાનજીની પૂજા તમારા માટે ફાયદાકારક રહેશે.
તુલા રાશિ: આ રાશિના લોકોને મંગળના ગોચરથી વધુ લાભ મળશે. ધંધામાં અચાનક મોટો ધન લાભ મળી શકે છે. નોકરી શોધનારાઓને નવી નોકરીની ઓફર મળી શકે છે. પૈસા સંબંધિત કામ માટે વિદેશ મુસાફરી થઈ શકે છે. ઘરમાં શુભ કાર્ય થવાની પણ સંભાવનાઅઓ છે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. કોર્ટ-કચેરીની બાબતોથી છુટકારો મળશે. જૂના અટકેલા કામ સમયસર પૂર્ણ થશે. કુંવારા લોકોના લગ્નના યોગ પણ બની શકે છે.
વૃશ્ચિક રાશિ: મંગળના રાશિ પરિવર્તનથી વૃશ્ચિક રાશિના લોકોના જીવનમાં ઘણા સારા પરિવર્તન આવશે. તમને તમારી મહેનતનું ફળ જરૂર મળશે. પરિવાર તમને આર્થિક અને માનસિક સાથ આપશે. જૂના મિત્ર સાથે મુલાકાત લાભદાયક રહેશે. બોસ તમારા કામથી ખુશ થશે. તમારા કામની દરેક જગ્યાએ પ્રશંસા થશે. ક્યાંક ફરવા જવાની યોજના બની શકે છે. ધર્મમાં આસ્થા વધશે. કોઈ ધાર્મિક સ્થળની મુસાફરી થઈ શકે છે.
ધન રાશિ: મંગળનું ગોચર ધન રાશિના લોકોના જીવનમાં લાભદાયક રહેશે. જો તમે ક્યાંક પૈસાનું રોકાણ કરવા ઈચ્છો છો તો 10 ઓગસ્ટ પછીનો દિવસ શુભ રહેશે. આ દરમિયાન, તમને તમારા જૂના અટકેલા અથવા ઉધાર આપેલા પૈસા પણ પરત મળશે. પૈસાની આવક વધતી રહેશે. જો કે, તમારે તમારા ખર્ચ સમજી-વિચારીને કરવા જોઈએ. તમારી બચત ભવિષ્યમાં કામ આવશે. સ્વાસ્થ્યને લઈને કોઈ જોખમ ન લો.
મકર રાશિ: મંગળનું ગોચર મકર રાશિના લોકોને ખુશ કરશે. તમારા જીવનમાં દુ:ખ સમાપ્ત થશે. તમને ક્ષણે ક્ષણે ખુશી મળશે. નસીબ હંમેશા તમારી સાથે રહેશે. તમે જે પણ કામ તમારા હાથમાં લેશો તે સફળ થશે. માતા-પિતા સાથે સારો સમય પસાર થશે. હનુમાનજીની પૂજા તમારા માટે ફાયદાકારક રહેશે. ભગવાનના આશીર્વાદથી તમારા ઘરમાં પુષ્કળ ધન-સંપત્તિ આવશે. બગડેલા કાર્યો પણ બની શકે છે. જૂના મિત્ર સાથે મુલાકાત લાભદાયક રહેશે.
કુંભ રાશિ: મંગળ ગ્રહ પોતાની રાશિ બદલતા જ કુંભ રાશિના સારા દિવસોની શરૂઆત થશે. ઘણા દિવસોથી અટકેલું કામ આ વખતે કોઈપણ અડચણ વગર પૂર્ણ થશે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે. આર્થિક રીતે તમે મજબૂત બનશો. સમાજમાં તમારું માન-સમ્માન વધશે. લોકો આવતા-જતા તમને સલામ કરશે. કાર્યસ્થળ પર તમારી પૂછપરછ વધશે. તમારી સર્જનાત્મકતા જોઈને લોકો તમારી પ્રશંસા કરશે.
મીન રાશિ: મંગળનું રાશિ પરિવર્તન મીન રાશિના લોકોનું નસીબ નવી ઉંચાઈઓ પર લઈ જશે. નસીબના આધારે તમે મોટી બાબતોને પણ ચપટીમાં હલ કરી શકશો. દુશ્મનો તમારો વાળ પણ વાંકો કરી શકશે નહીં. જૂની બીમારીથી છુટકારો મળશે. સમાજમાં તમારી પૂછપરછ વધશે. માતા-પિતાના સ્વાસ્થ્યમાં સુધારો આવશે. આર્થિક રીતે તમે મજબૂત રહેશો. પૈસા કમાવવાના નવા માધ્યમો મળશે. પ્રિયજનો પ્રત્યે પ્રેમ વધશે. કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે લાંબી મુસાફરી થઈ શકે છે.