મૃત્યુની થોડી કલાકો પહેલા મંદિરા બેદીના પતિએ કરી હતી આ ખાસ પોસ્ટ, પત્ની સાથે કરી રહ્યા હતા આ કામ

બોલિવુડ

વર્ષ 2020 ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ ખરાબ રહ્યું હતું. ગયા વર્ષે આપણે બોલીવુડની ઘણી હસ્તીઓને ગુમાવ્યા છે. ત્યાર પછી આપણે વિચાર્યું કે કદાચ 2021 નવી આશા લઈને આવશે. પરંતુ તેની વિરુદ્ધ થયું. 2021 2020 કરતા વધુ ખતરનાક નીકળ્યું. આ વર્ષે પણ આપણે ઘણા પ્રખ્યાત લોકોને ગુમાવ્યા છે. બોલિવૂડના કોરિડોરમાંથી હવે ફરી એકવાર દુઃખદ સમાચાર આવી રહ્યા છે. જાણીતી અભિનેત્રી મંદિરા બેદીના પતિ રાજ કૌશલ હવે આ દુનિયામાં નથી. બુધવારે સવારે તેમનું અવસાન થયું હતું.

રાજ કૌશલ એક ફિલ્મ નિર્માતા હતા, તેમનું 49 વર્ષની ઉંમરે અવસાન થયું. તેના પરિવારના એક નજીકના મિત્રએ જણાવ્યું હતું કે રાજના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હતું. તેમને બુધવારે સવારે લગભગ 4:30 વાગ્યે હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. તેને હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા હતા પરંતુ તે બચી શક્યા નહિં. રાજના અવસાન પછી પરિવારમાં શોકનું વાતાવરણ છે. ખાસ કરીને તેની પત્ની મંદિરા બેદી રડીને ખરાબ હાલતમાં છે.

રાજ એન્થની કૌન હૈ, શાદી કા લડ્ડુ, પ્યાર મેં કભી કભી જેવી ફિલ્મ્સ ડાયરેક્ટ કરી ચુક્યા હતા. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહ્યા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે, મંગળવારે મૃત્યુના કેટલાક કલાકો પહેલા એટલે કે તેણે પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં તે તેના મિત્રો સાથે એન્જોય કરતા જોવા મળી રહ્યા હતા.

રાજ કૌશલની આ છેલ્લી તસવીરમાં તેમની સાથે પત્ની મંદિરા બેદી, નેહા ધૂપિયા, અંગદ બેદી, ઝહીર ખાન, સાગરિકા ઘાટગે અને આશિષ ચૌધરી પણ હતાં. આ તસવીર શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું હતું – સુપર સંડે, સુપર ફ્રેન્ડ્સ, સુપર ફન.

રાજ કૌશલના ગયા પછી ઘણા સ્ટાર્સે સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી છે. અભિનેતા રોહિત રોયે પણ ઇંસ્ટાગ્રામ પર ઈમોશનલ નોટ શેર કરી હતી. તો ફિલ્મ મેકર ઓનિરે પણ રાજના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. રાજ કૌશલ અને મંદિરા બેદીના લગ્ન 14 ફેબ્રુઆરી, 1999 નાં રોજ થયાં હતાં. આ લગ્નના લગભગ 12 વર્ષ પછી એટલે કે 2011 માં, મંદિરા પહેલી વખત માતા બની હતી. તેમના પુત્ર વીરનો જન્મ 19 જૂન 2011 ના રોજ થયો હતો.

પુત્ર વીરના જન્મ પછીના 9 વર્ષ પછી મંદિરા ફરીથી માતા બનવા ઈચ્છતી હતી. પરંતુ આ વખતે તેણે એક દીકરીને દત્તક લીધી. મંદિરા અને તેના પતિ રાજે જુલાઈ 2020 માં 4 વર્ષની બાળકીને દત્તક લઈને તેમનો પરિવાર કમ્પ્લીટ કર્યો. મંદિરા પોતાની પુત્રીને દત્તક લઈ ખૂબ ખુશ હતી. તેણે પોતાની દત્તક લીધેલી પુત્રીનું નામ તારા બેદી કૌશલ રાખ્યું છે.

જો કે હવે મંદિરાનો પરિવાર ફરી એકવાર વિખેરાઈ ગયો છે. કુટુંબના વડા રાજની વિદાય સાથે ઘર ફરીથી ખાલી લાગવા લાગ્યું છે. તેના પતિના જવાનું દુઃખ હંમેશા મંદિરાના દિલમાં રહેશે. તેમના ઘરમાં અપૂર્ણતા રહેશે. જણાવી દઇએ કે ડાયરેક્શનની સાથે સાથે રાજ પ્રોડ્યૂસર તરીકે પણ કામ કરી ચુક્યા છે. તે માય બ્રધર નિખિલ, શાદી કા લાડુ જેવી ફિલ્મો પ્રોડ્યૂસ કરી ચુક્યા છે. આટલું જ નહીં તેમણે 1992 માં આવેલી ફિલ્મ બેખુદીમાં સ્ટંટ પણ કર્યા હતા.