ખૂબ જ સુંદર છે મંદાકિનીની પુત્રીઓ, સુંદરતાની બાબતમાં અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર, જુવો તસવીરો

બોલિવુડ

ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ થી અભિનેત્રી મંદાકિનીને એક ઓળખ મળી અને આ ફિલ્મમાં તેની ભૂમિકા ખૂબ પસંદ કરવામાં આવી. આ ફિલ્મ હિટ સાબિત થઈ. પરંતુ છતા પણ, અભિનેત્રી મંદાકિની બોલિવૂડમાં પોતાની ઓળખ સ્થાપિત કરવામાં નિષ્ફળ રહી અને ગુમનાની દુનિયામાં ચાલી ગઈ. બોલિવૂડમાં નિષ્ફળતા મળ્યા પછી અભિનેત્રી મંદાકિનીએ અન્ય ભાષાઓની ફિલ્મોમાં પણ કામ કર્યું. પરંતુ તેમને સફળતા ન મળી.

થોડા સમય પછી તેને ફિલ્મો મળવાનું બંધ થઈ ગયું. જેના કારણે તેણે ગાવાનું શરૂ કર્યું. મંદાકિનીએ આ દરમિયાન બે આલ્બમ પણ બનાવ્યા. પરંતુ તે પણ ચાલી શક્યા નહીં. જોકે આટલા વર્ષો પછી હવે મંદાકિની ફરીથી બોલિવૂડમાં કમબેક કરવાની તૈયારી કરી રહી છે અને સારી ભૂમિકાની શોધમાં છે.

48 ફિલ્મોમાં કર્યું હતુ કામ: મંદાકિનીનું સાચુ નામ યાસ્મિન જોસેફ છે અને તેમણે ફિલ્મોમાં આવવા માટે પોતાનું નામ મદલી લીધું હતું. મંદાકિનીએ તેની કારકિર્દીમાં કુલ 48 ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેમની માત્ર એક જ ફિલ્મ હિટ રહી. જે ‘રામ તેરી ગંગા મૈલી’ હતી. તેમની છેલ્લી ફિલ્મ વર્ષ 2002 માં રિલીઝ થઈ હતી જે બંગાળી ભાષામાં હતી અને તે ફ્લોપ સાબિત થઈ હતી. સફળતા ન મળવા પર તેમણે એક્ટિંગ કારકિર્દી છોડી દીધી હતી.

ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાયું હતું નામ: ફિલ્મોમાં કામ કરતી વખતે તેનું નામ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાયું હતું. એવું કહેવામાં આવે છે કે આ બંનેએ લગ્ન પણ કરી લીધા હતા. પરંતુ મંદાકિનીએ હંમેશા આ વાતની મનાઈ કરી છે. તેમના કહેવા મુજબ, તે માત્ર તેને ઓળખતી હતી. તેનાથી વધુ તેમની વચ્ચે કંઈ વધુ ન હતું. ફિલ્મી કારકિર્દીમાં નિષ્ફળ થયા પછી, તેણે વર્ષ 1990 માં ડૉ. કાગ્યૂર ટી રિનપોચે ઠાકુર સાથે લગ્ન કર્યા. આ લગ્નથી તેને કુલ ત્રણ બાળકો છે. જે હવે ખૂબ મોટા થઈ ગયા છે. મંદાકિની મુંબઈમાં જ તેના પરિવાર સાથે રહે છે.

તાજેતરમાં મંદાકિનીની ફેમિલી તસવીર સામે આવી છે. જેમાં તે તેના બાળકો અને પતિ સાથે જોવા મળી રહી છે. તેમને બે પુત્રી અને એક પુત્ર છે. તેમની પુત્રીઓ લુકમાં તેના જેવી જ સુંદર છે.

કમબેકની કરી રહી છે તૈયારી: મંદાકિની છેલ્લા 24 વર્ષથી ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ છે. જોકે હવે તે કમબેકની તૈયારીમાં વ્યસ્ત છે. મંદાકિનીના મેનેજર બાબુભાઇ થિબાના જણાવ્યા મુજબ તે હાલમાં કેટલીક સ્ક્રિપ્ટો વાંચી રહી છે. ફિલ્મો ઉપરાંત તે વેબ સિરીઝમાં કામ કરવા માટે પણ તૈયાર છે. પરંતુ મોટી ભુમિકા ઈચ્છે છે.

ખરેખર મંદાકિનીના ભાઈ ભાનુએ તેને એક્ટિંગ કારકિર્દી ફરી શરૂ કરવા માટે મનાવી છે. મંદાકિનીના ભાઈનું કહેવું છે કે તેની બહેનની ફેન ફોલોઇંગ ઘણી છે. આવી સ્થિતિમાં તેણે ફરીથી કારકિર્દી શરૂ કરવી જોઈએ. મંદાકિનીએ તેના ભાઈની આ વાતનો સ્વીકાર કર્યો છે અને તે ટૂંક સમયમાં કોઈ ફિલ્મ અથવા વેબ સિરીઝમાં જોવા મળી શકે છે.

ભાનુએ જણાવ્યું કે મંદાકિનીને ટીવી સીરિયલ છોટી સરદારનીમાં પણ ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી. પરંતુ ત્યારે તેમણે આ ઓફર નકારી હતી અને પોતાની જગ્યાએ અનીતા રાજને કાસ્ટ કરવાની સલાહ પણ આપી હતી.