સુનીલ શેટ્ટીથી વધુ કમાણી કરે છે તેમની પત્ની માના, કહેવામાં આવે છે ‘લેડી અંબાણી’, કરે છે આ કામ

બોલિવુડ

બોલીવુડ ઈન્ડસ્ટ્રી એક એવી જગ્યા છે. જ્યાં કલાકારો માત્ર નામ જ નથી કમાતા, પરંતુ સંપત્તિ અને ખ્યાતિ બંને અહીં મળે છે. બોલીવુડના ઘણા કલાકાર ફિલ્મો ઉપરાંત પોતાની ધન-સંપત્તિ અને લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે પણ જાણીતા છે. સાથે જ કેટલાક કલાકારોની પત્નીઓ તેમના પતિ કરતાં પણ વધુ અમીર છે. બોલીવુડ અભિનેતાઓની અમીર પત્નીઓની જ્યારે પણ વાત આવે છે તો તેમાં દિગ્ગઝ અભિનેતા સુનીલ શેટ્ટીની પત્ની માના શેટ્ટીના નામની ચર્ચા જરૂર થાય છે.

જણાવી દઈએ કે સુનીલ શેટ્ટી એક ભારતીય ફિલ્મ અભિનેતા, નિર્માતા છે, જે મુખ્ય રીતે બોલીવુડમાં એક્ટિવ છે. તેણે પોતાની 25થી વધુ વર્ષની કારકિર્દીમાં 100 થી વધુ ફિલ્મોમાં એક્ટિંગ કરી છે. તેમની મુખ્ય કુશળતા એક્શન અને કોમેડી ફિલ્મો છે. આટલું જ નહીં તેમને ધડકન માટે પાંચ નોમિનેશનમાંથી ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે.

નોંધપાત્ર છે કે સુનીલ પોપકોર્ન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના પ્રોડક્શન હાઉસના માલિક છે. તેમણે પોપકોર્ન મોશન પિક્ચર્સના બેનર હેઠળ ઘણી ફિલ્મો બનાવી છે, જેમાં ‘ખેલ નો ઓર્ડિનરી ગેમ’, ‘શક્તિ’ અને ‘ભાગમ ભાગ’ શામેલ છે. આ બધા ઉપરાંત સુનીલ શેટ્ટીની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેમણે 1991 માં તેની ગર્લફ્રેન્ડ માના શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા.

તેની પત્ની ભલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી ખૂબ દૂર હોય, પરંતુ જ્યારે તેની કમાણીની વાત આવે છે ત્યારે તે તેના પતિ કરતા વધારે કમાય છે. શ્રીમતી સુનીલ શેટ્ટીને તેમની કાર્યસ્ટાઈલ અને કમાણીના કારણે ‘લેડી અંબાણી’ પણ કહેવામાં આવે છે.

જણાવી દઈએ કે તે હાલમાં એક સફળ બિઝનેસ વુમન છે. આ ઉપરાંત તે એક સારી પત્ની અને માતા પણ છે. અભિનેતા સુનીલ શેટ્ટીની પત્ની માના રિયલ એસ્ટેટના બિઝનેસમાં ખૂબ એક્ટિવ છે. આ બિઝનેસમાં સફળ થવા માટે તેમણે S-2 નામનો આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ પહેલા તેમણે 21 વૈભવી વિલા બનાવ્યા હતા અને તેમાંથી મોટી કમાણી કરીને તેને વેચી દીધા હતા. આ ઉપરાંત માનાનો પોતાનો લાઈફસ્ટાઈલ સ્ટોર પણ છે.

માના શેટ્ટીના સ્ટોરમાં સજાવટથી લઈને રિજિંદી ચીજો સરળતાથી મળી જાય છે. તે એક સફળ બિઝનેસ વુમન હોવાની સાથે સાથે સામાજિક કાર્યમાં પણ ખૂબ એક્ટિવ રહે છે. માના ‘સેવ ધ ચિલ્ડ્રન ઇન્ડિયા’ નામના એક એનજીઓ સાથે પણ જોડાયેલી છે.

એનજીઓ ફંડ એકત્ર કરવા માટે માના શેટ્ટી સમય સમય પર ‘આરાઈશ’ ના નામથી પ્રદર્શન પણ લગાવતી રહે છે અને જે પૈસા આવે છે તેને છોકરીઓ અને મહિલાઓની જરૂરિયાત માટે ઉપયોગ કરે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સુનીલ શેટ્ટી વાર્ષિક લગભગ 100 કરોડની કમાણી કરે છે અને આ કમાણીમાં તેની પત્ની મહત્વની ભૂમિકા નિભાવે છે.

આટલું જ નહીં સુનીલ શેટ્ટી પાસે એકથી એક ચઢિયાતા ફ્લેટ, કાર, કાર, બાઇક અને રેસ્ટોરંટ છે. આ ઉપરાંત તે પોતાનું પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે, પરંતુ તેની કમાણી પત્ની માના શેટ્ટી કરતા ઓછી છે. જણાવી દઈએ કે સુનીલ શેટ્ટીએ માના સાથે વર્ષ 1991 માં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંનેએ એકબીજાને લાંબા સમય સુધી ડેટ કર્યું હતું. માના અને સુનીલ શેટ્ટીની જોડી બોલિવૂડની પ્રખ્યાત જોડીમાંથી એક છે. જણાવી દઈએ કે તેમને બે બાળકો આહન અને આથિયા છે.