સમુદ્ર કિનારે રેતી પર રમતી નાની માલતીએ જીતી લીધા ચાહકોના દિલ, સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ પ્રિયંકાની લાડલી, જુવો માલતીની તસવીરો

બોલિવુડ

પ્રિયંકા ચોપરા ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ગ્લોબલ સ્ટાર તરીકે પોતાની ઓળખ ધરાવે છે અને તેણે બોલિવૂડથી લઈને હોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સુધી પોતાની જબરદસ્ત એક્ટિંગને આધારે દર્શકોના દિલમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી છે. સાથે જ પ્રિયંકા ચોપરા એક શ્રેષ્ઠ અને સુપરહિટ અભિનેત્રી હોવાની સાથે સાથે એક માતા પણ છે અને તે પોતાના કામની સાથે સાથે પોતાની માતા તરીકેની જવાબદારી પણ ખૂબ સારી રીતે નિભાવે છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે ગયા વર્ષે સરોગસીની મદદથી તેમના જીવનમાં એક પુત્રીનું સ્વાગત કર્યું હતું, જેનું નામ તેમણે માલતી મેરી ચોપરા જોનાસ રાખ્યું છે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ અવારનવાર સોશિયલ મીડિયા પર તેમની પુત્રી સાથે પસાર કરેલી ખાસ પળોની સુંદર ઝલક શેર કરતા રહે છે. જોકે પ્રિયંકાની પુત્રી 1 વર્ષની થઈ ગઈ હોવા છતાં પણ પ્રિયંકા ચોપરાએ પોતાની લાડલીનો ચેહરો હજુ સુધી ચાહકોને બતાવ્યો નથી. પરંતુ સોશિયલ મીડિયા પર પ્રિયંકા ચોપરા સતત પોતાની પુત્રીની તસવીરો શેર કરતી રહે છે અને આ ક્રમમાં ફરી એકવાર પ્રિયંકા ચોપરાએ પોતાની નાની પરીની એક લેટેસ્ટ તસવીર શેર કરી છે જેણે દરેકનું ધ્યાન આકર્ષિત કર્યું છે. જોકે પહેલીવખત પ્રિયંકા ચોપરાએ પોતાની પુત્રી માલતી મેરી ચોપરા જોનાસની સિંગલ તસવીર શેર કરી છે અને આ તસવીરમાં પ્રિયંકા ચોપરાની નાની પરી માલતી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તેની ફેન ફોલોઈંગ પણ ખૂબ જ જબરદસ્ત છે. આ દરમિયાન પ્રિયંકા ચોપરાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની પુત્રી માલતીની એક સુંદર તસવીર શેર કરી છે. આ તસવીરમાં પ્રિયંકા ચોપરાની નાની પરી બીચ પર એકલી બેઠેલી જોવા મળી રહી છે અને દર વખતની જેમ પ્રિયંકા ચોપરાએ આ વખતે પણ પોતાની પુત્રીનો ચેહરો છુપાવ્યો છે અને તેણે સાઈડમાંથી પોતાની પુત્રીની તસવીર શેર કરી છે. જેમાં તેની લાડલીનો ચેહરો જોવા મળી રહ્યો નથી.

જોકે આ તસવીરમાં માલતીની ક્યુટનેસ જોઈને ચાહકો પાગલ થઈ ગયા છે અને સાથે જ વાત કરીએ પ્રિયંકા ચોપરાની પુત્રી માલતીની તો તેણે આ દરમિયાન બ્રાઉન જેકેટ પહેર્યું છે અને તે ખૂબ જ ક્યૂટ સ્ટાઈલમાં બીચ પર રેતી સાથે રમતા જોવા મળી રહી છે. પ્રિયંકા ચોપરાની આ તસવીરમાં બેકગ્રાઉન્ડમાં સનસેટનો નજારો જોવા મળી રહ્યો છે અને આ તસવીર શેર કરતી વખતે પ્રિયંકા ચોપરાએ કેપ્શનમાં લખ્યું છે કે, “આફ્ટરનૂન લાઈક ધીસ”.

આ પહેલા પ્રિયંકા ચોપરાએ પોતાની પુત્રી સાથે પોતાનું પહેલું ફોટોશૂટ કરાવ્યું હતું અને આ ફોટોશૂટમાં પ્રિયંકા ચોપરા અને તેની પુત્રી માલતી બંને રેડ કલરના આઉટફિટ્સમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. આ ફોટોશૂટ જોયા પછી ચાહકો માલતીની ખૂબ પ્રસંશા કરી રહ્યા છે અને તેના શાંત સ્વભાવે દરેકનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.