બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે મલાઈકા અરોરાએ શેર કરી સુંદર તસવીર, કેપ્શનમાં લખી દીધી આ વાત

બોલિવુડ

બોલિવૂડની ખૂબ જ હોટ અને સ્ટાઇલિશ અભિનેત્રીઓમાં શામેલ મલાઇકા અરોરા હંમેશા તેની ફિટનેસ અને પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં જોવા મળે છે. તેની પર્સનલ લાઈફની વાત કરીએ તો મલાઇકા અરોરા તેના રિલેશનશિપ સાથે જોડાયેલા સમાચારોને લઈને ચર્ચામાં જોવા મળે છે. તેમના વિશે સતત એવા ખુલાશા થઈ રહ્યા છે કે બોલિવૂડના હેન્ડસમ અભિનેતા અર્જુન કપૂર સાથે મલાઇકા અરોરા રિલેશનશિપમાં છે, જેણે ઘણી વાર તેમણે પુષ્ટિ પણ કરી છે. એટલું જ નહીં, મલાઇકા અને અર્જુન પણ ઘણી વખત સાથે ફારતા પણ જોવા મળ્યા છે.

હાલની વાત કરીએ તો મલાઇકા અને અર્જુનની ડેટિંગના સમાચારો પણ સામે આવવા લાગ્યા અને તેમની લવ સ્ટોરી ધીરે ધીરે બધાની સામે આવી રહી છે. જણાવી દઇએ કે થોડા સમય પહેલા પણ તેઓએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર તસવીરો શેર કરી હતી જેમાં આ બંને સાથે જોવા મળ્યા હતા. અને હવે ફરી એકવાર તેમનો આ સંબંધ ચર્ચાઓમાં જોવા મળી રહ્યો છે કારણ કે મલાઇકા અરોરાએ એક તસવીર શેર કરી છે જેમાં તે અર્જુન કપૂર સાથે જોવા મળી રહી છે.

આ તસવીર મલાઇકાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે અને તેની સાથે કેપ્શન પણ આપ્યું છે. ‘તારી સાથેની કોઈપણ મૂમેંટ ફિક્કી નથી’ – આવું કેપ્શન આપતા મલાઈકા એ એક તસવીર શેર કરી છે. આ તસવીરની વાત કરીએ તો મલાઇકા તેમાં ગ્રીન ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. બીજી તરફ, જો આપણે અર્જુન કપૂરની વાત કરીએ તો અર્જુન સફેદ શર્ટ અને બ્લેક પેન્ટમાં ખૂબ જ કુલ લાગી રહ્યા છે.

મલાઇકાની આ પોસ્ટ પર અર્જુન કપૂરે પણ કમેંટ કરી છે, જેમાં તેમણે લખ્યું છે કે – ‘હું તારી વાત માનું છું.’ આ સાથે, બીજા ઘણા સ્ટાર્સે પણ મલાઇકાની તસવીર પર કમેંટ કરી છે, જેમાં અર્જુન કપૂરના કાકા સંજય કપૂરનું નામ પણ શામેલ છે. આ સાથે મલાઈકા અને અર્જુનના ઘણા ચાહકો પણ તસવીર પર કમેંટ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે મલાઈકા અને અર્જુનની આ તસવીરો ધર્મશાળાની છે જ્યાં ઘણા લાંબા સમયથી અભિનેત્રી ત્યાં છે. સમાચારો અનુસાર અર્જુન સાથે દિવાળી સેલિબ્રેટ કરવા મલાઇકા ત્યાં પહોંચી હતી કારણ કે હાલમાં અર્જુન તેની આગામી ફિલ્મના શૂટિંગના કારણે ધર્મશાળામાં છે. આ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મમાં અર્જુન કપૂર સાથે સૈફ અલી ખાન પણ જોવા મળશે.

અર્જુન અને મલાઈકાની વાત કરીએ તો, તેઓએ વર્ષ 2019 માં જ તેમના સંબંધોની પુષ્ટિ કરી હતી અને ત્યાર પછીથી બંને ઘણી વખત એક સાથે જોવા મળ્યા છે. એક તરફ અર્જુન બોલીવુડના ઉભરતા અભિનેતા છે તો બીજી તરફ મલાઈકા પણ ફિલ્મોમાં પોતાનો જાદુ ફેલાવીને હવે ફિલ્મી દુનિયાથી દૂર છે. અને મલાઇકા અર્જુન કરતા ઘણી મોટી હોવાથી સોશ્યલ મીડિયા પર તેને ઘણીવાર ટ્રોલિંગનો સામનો કરવો પડે છે. પરંતુ મલાઇકા અને અર્જુન બંનેને આ ટ્રોલિંગથી ક્યારેય કોઈ અસર થતી નથી, જે સાચા સંબંધ માટેની સૌથી મોટી બાબત છે.

25 thoughts on “બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે મલાઈકા અરોરાએ શેર કરી સુંદર તસવીર, કેપ્શનમાં લખી દીધી આ વાત

Leave a Reply

Your email address will not be published.