વર્ષ 2017માં અભિનેત્રી મલાઈકા અરોરા અને અભિનેતા અરબાઝ ખાને તેમના 19 વર્ષ જૂના લગ્ન તોડી નાખ્યા હતા. વર્ષ 1998માં થયેલા બંનેના લગ્નનો અંત વર્ષ 2017માં થયો હતો. કોઈ કારણસર બંનેએ છૂટાછેડા લઈને લગ્નજીવન સમાપ્ત કર્યું હતું. પરંતુ આજે પણ બંને એકબીજાને મળતા રહે છે.
જણાવી દઈએ કે લગ્ન પછી અરબાઝ અને મલાઈકા એક પુત્રના માતા-પિતા બન્યા હતા. છૂટાછેડા પછી પુત્ર અરહાન ખાનની કસ્ટડી મલાઈકાને મળી હતી. પરંતુ અરબાઝ પણ તેના પુત્રને અવારનવાર મળતો રહે છે. જેના કારણે અરબાઝ અને મલાઈકા પણ મળે છે.
જોકે તમને જણાવી દઈએ કે છૂટાછેડા પછી પોતાના જીવનમાં ન તો અરબાજ એકલો છે અને ન તો મલાઈકા. મલાઈકા સાથે છૂટાછેડા પછીથી જ અરબાઝનું નામ જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે જોડાઈ રહ્યું છે. જ્યોર્જિયા વિદેશી મૂળની એક સુંદર મોડલ છે. મલાઈકા સાથે છૂટાછેડા પછી અરબાઝ પોતાનાથી ઉંમરમાં 22 વર્ષ નાની જ્યોર્જિયાને ડેટ કરી રહ્યો છે.
સાથે જ બીજી તરફ અરબાઝ સાથે છૂટાછેડા પછીથી મલાઈકાનું અફેયર બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર સાથે અફેયર ચાલી રહ્યું છે. એવું પણ કહેવાય છે કે અર્જુન મલાઈકાને તેમના છૂટાછેડા પહેલા જ ડેટ કરી રહ્યો છે અને આ કારણસર મલાઈકા અને અરબાઝના છૂટાછેડા પણ થઈ ગયા હતા.
અર્જુન અને મલાઈકાનો પ્રેમ કોઈથી છૂપાયો નથી. બંનેનો પ્રેમ જગજાહેર છે. બંને પાંચ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. અવારનવાર બંનેના લગ્નના સમાચાર પણ આવતા રહે છે. બંને એ સ્પષ્ટ કરી ચુક્યા છે કે તેઓ લગ્ન કરશે, પરંતુ ક્યારે? આ સવાલનો જવાબ બંને પાસે છે. પરંતુ શું તમે જાણો છો કે અર્જુને પોતાના ફોનમાં પોતાની લેડી લવ મલાઈકાનો નંબર કયા નામથી સેવ કર્યો છે.
કદાચ તમે આ સવાલનો જવાબ નહિં જાણતા હોય. આ સવાલનો જવાબ અભિનેતા અર્જુન કપૂરે પોતે આપ્યો હતો. થોડા દિવસો પહેલા, અર્જુન કપૂર પોતાની બહેન અને અભિનેત્રી સોનમ કપૂર સાથે ફિલ્મ નિર્દેશક કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ’ની 7મી સિઝનમાં પહોંચ્યા હતા. ત્યારે તેણે મલાઈકા વિશે પણ વાત કરી હતી.
કરણ જોહરે પોતાના શો પર અર્જુનને ઘણા સવાલ કર્યા હતા. આ દરમિયાન તેમણે એમ પણ પૂછ્યું હતું કે તેણે મલાઈકાનો નંબર પોતાના મોબાઈલમાં કયા નામે સેવ કર્યો છે? તેના જવાબમાં અભિનેતાએ કહ્યું હતું કે તેને મલાઈકાનું નામ ખૂબ પસંદ છે, તેથી તેણે તેનો નંબર તેના નામે સેવ કર્યો છે.