બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર અને અભિનેત્રી મલાઈકા અરોરા આજે ઈન્ડસ્ટ્રીની કેટલીક સૌથી લોકપ્રિય અને ચર્ચિત કપલ્સમાં શામેલ છે, જે કોઈને કોઈ કારણસર પોતાના ચાહકોની વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે. મલાઈકા અને અર્જુનની વાત કરીએ તો, તે અવારનવાર એકબીજા સાથે વેકેશન પર જતા અને ક્વાલિટી ટાઈમ પસાર કરતા જોવા મળે છે, અને આ કારણસર તે અવારનવાર સમાચાર અને હેડલાઈન્સમાં રહે છે.
આવી સ્થિતિમાં ફરી એકવાર મલાઈકા અને અર્જુન એકબીજા સાથે વેકેશન એંજોય કરવા પેરિસ પહોંચ્યા છે. પરંતુ તેમનું આ વેકેશન ખરેખર ખાસ બનવાનું છે, કારણ કે 26 જૂન, 2022 ના રોજ અર્જુન કપૂરનો જન્મદિવસ છે, અને આવી સ્થિતિમાં પોતાના આ 37માં જન્મદિવસને અભિનેતા પોતાની લેડીલવ મલાઈકા અરોરા સાથે સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે.
સાથે જ બીજી તરફ, મલાઈકા અરોરા અને અર્જુન કપૂર બંનેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા વેકેશનની કેટલીક તસવીરો પણ ચાહકો સાથે શેર કરી છે, જેમાં બંને ખૂબ જ સુંદર રીતે વેકેશન એંજોય કરતા જોવા મળી રહ્યા છે અને મલાઈકા અરોરા પણ અર્જુન કપૂરના જન્મદિવસ માટે ખૂબ ઉત્સાહિત જોવા મળી રહી છે.
પેરિસમાં કરી રહી છે મજા: અર્જુન અને મલાઈકાએ સોશિયલ મીડિયા પર પોતાના પેરિસ વેકેશનની ઘણી તસવીરો શેર કરી છે, જેમાં બંને એકબીજા સાથે ક્વાલિટી ટાઈમ પસાર કરતા જોવા મળી રહ્યા છે.
રેસ્ટોરન્ટમાં બેઠેલી જોવા મળી મલાઈકા: અર્જુન કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર વેકેશનની ઘણી તસવીરો શેર કરી છે, જેમાં બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરમાં મલાઈકા અરોરા રેસ્ટોરન્ટમાં બેઠેલી જોવા મળી રહી છે. આ તસવીરમાં, મલાઈકા અરોરા એક રિવીલિંગ ડ્રેસમાં જોવા મળી રહી છે, જેની સાથે તેણે એક કેપ અને પર્સ કેરી કર્યું છે.
અર્જુને કરી મલાઈકાની પ્રસંશા: આ ઉપરાંત મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર અર્જુન કપૂરની એક તસવીર શેર કરી છે જેમાં તે ગ્રે કલરની ફુલ સ્લીવ ટી-શર્ટ અને બ્લેક જીન્સ પહેરીને ગોગલ્સ લગાવીને પોઝ આપતા જોવા મળી રહ્યા છે. તેની આ સ્ટોરી અર્જુને ફ્રીમાં શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે છેવટે તે તસવીર ક્લિક કરવામાં માસ્ટર બની ગઈ છે.
મલાઈકાએ શેર કરી કેટલીક અન્ય તસવીરો: મલાઈકા અરોરાએ પોતાની સ્ટોરી પર એક ક્યૂટ તસવીર શેર કરી છે, જેમાં તે અર્જુન કપૂર સાથે મળીને પોતાના હાથની આંગળીઓથી દિલ બનાવતા જોવા મળી રહી છે. આ ઉપરાંત મલાઈકા અરોરાએ ડ્રિંકની તસવીર પણ શેર કરી છે.
મલાઈકા અને અર્જુનના રિલેશનની વાત કરીએ તો, પોતની રિલેશનશિપને કંફર્મ કરતા પહેલા જ આ બંને હેડલાઇન્સમાં જોવા મળી ચુક્યા છે. જો કે, વર્ષ 2019 માં મલાઈકા અરોરાએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરીને અર્જુન કપૂર સાથે પોતાના રિલેશનની પુષ્ટિ કરી હતી, જેમાં મલાઈકા અર્જુન કપૂરને કિસ કરતા જોવા મળી હતી. અને આવી સ્થિતિમાં જો જોવામાં આવે તો આજે આ બંનેની રિલેશનશિપને લગભગ 3 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે.