આ કારણે 12 વર્ષ નાના અર્જુનને પોતાનું બધું જ આપી ચુકી છે મલાઈકા, કહ્યું કે મને….

બોલિવુડ

આવનારા દિવસોમાં ઘણી બોલીવુડ જોડીઓ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. અભિનેત્રી મલાઈકા અરોરા અને અભિનેતા અર્જુન કપૂર પણ આ લિસ્ટમાં શામેલ છે. જણાવી દઈએ કે બંને કલાકારો લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને ચાહકો આ કલાકારોના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બંને આ વાતનો સ્વીકાર કરી ચુક્યા છે તે લગન કરશે. જોકે અત્યાર સુધી તે નક્કી નથી થયું કે તે ક્યારે લગ્નના બંધનમાં બંધાશે.

મલાઈકાના હશે બીજા લગ્ન: જણાવી દઈએ કે મલાઈકા જો અર્જુન સાથે લગ્નના બંધનમાં બંધાશે તો આ તેના બીજા લગ્ન હશે. આ પહેલા તે અભિનેતા અરબાઝ ખાન સાથે લગ્ન કરી ચુકી છે, જોકે બંનેએ ફરીથી છૂટાછેડા લીધા હતા. અરબાઝ અને મલાઈકાએ વર્ષ 1998માં 5 વર્ષના લાંબા અફેર પછી ક્રિશ્ચિયન અને મુસ્લિમ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા પરંતુ કોઈ કારણસર બંનેના વર્ષ 2017માં છૂટાછેડા થઈ ગયા હતા અને હવે બંને પોતાના જીવનમાં આગળ વધી ચુક્યા છે.

મલાઈકા અરોરા અરબાઝ ખાન સાથે છૂટાછેડા લીધા પછીથી જ અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંનેને એક સંબંધમાં લગભગ 4 વર્ષનો સમય થઈ ચુક્યો છે. પહેલા તો બંનેએ પોતાનો સંબંધ દુનિયાથી છુપાવીને રાખ્યો હતો, પરંતુ પછી બંનેએ ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો અને અત્યારે પણ બંને ખુલ્લેઆમ એકબીજા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે. બંનેની જોડી બોલિવૂડમાં પણ લોકપ્રિય છે અને ચર્ચામાં રહે છે.

બંનેની ઉંમરમાં 12 વર્ષનો છે તફાવત: નોંધપાત્ર છે કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂરની ઉંમરમાં લગભગ 12 વર્ષનો તફાવત છે. અર્જુન અત્યારે 36 વર્ષનો છે, તો મલાઈકા અરોરા 48 વર્ષની થઈ ચુકી છે. છતાં બંને વચ્ચે ઘણો પ્રેમ છે અને બંનેને આ વાતની કોઈ પરવા નથી કે છેવટે તે કઈ ઉંમરના છે.

મલાઈકાને પસંદ છે નાના છોકરા: જ્યારે અર્જુનને મલાઈકા 12 વર્ષ મોટી હોવાથી કોઈ ફરક નથી પડતો, તો મલાઈકાને પણ આ વાત સાથે કોઈ મતલબ નથી કે તે 12 વર્ષ નાના છોકરા અર્જુનને ડેટ કરી રહી છે. કારણ કે તે જણાવી ચુકી છે કે તેને નાના છોકરાઓ ખૂબ પસંદ છે. તેણે તેની પાછળનું કારણ જણાવ્યું હતું કે ઉંમરમાં નાના છોકરાઓ ખૂબ જ હોશિયાર હોય છે. જોકે હવે તે પોતાનાથી નાના અર્જુન કપૂર સાથે લગ્નના બંધનમાં બંધાવા પણ જઈ રહી છે.

લગ્નના સવાલ પર મલાઈકા-અર્જુનના રિએક્શન: એકવાર અર્જુનને મલાઈકા સાથે લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે જ્યારે હું લગ્ન કરીશ ત્યારે બધાને જણાવીશ. સાથે જ મલાઈકાએ કહ્યું હતું કે ભારતીય લગ્ન પણ સારા હોય છે, જોકે હું ક્રિશ્ચિયન રિવાજો મુજબ લગ્ન કરવા ઈચ્છું છું.