ખૂબ જ લક્ઝરી છે મલાઈકા અરોરાનું ઘર, જુવો મલાઈકા અરોરારાના ઘરની અંદરની તસવીરો

બોલિવુડ

પોતાના હોટ લુકથી ચાહકોના દિલ પર ધૂમ મચાવનાર પ્રખ્યાત અભિનેત્રી મલાઈકા અરોરા આ દિવસોમાં તેના આગામી રિયાલિટી શો ‘મૂવિંગ ઈન વિથ મલાઈકા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. રિપોર્ટ્સનું માનીએ તો અભિનેત્રીએ તેનું શૂટિંગ શરૂ કરી દીધું છે. મલાઈકાનો શો 5 ડિસેમ્બર, 2022થી ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થવા જઈ રહ્યો છે, જેના માટે દર્શકો પણ ખૂબ જ ઉત્સાહિત છે.

આ દરમિયાન મલાઈકા અરોરાના ઘરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેને જોઈને તમે અભિનેત્રીની લાઈફનો અંદાજ લગાવી શકો છો કે તે કેટલી લક્ઝરી લાઈફ જીવે છે. તો ચાલો જોઈએ મલાઈકા અરોરાના ઘરની અંદરની કેટલીક તસવીરો.

મુંબઈમાં બનેલું મલાઈકાનું આ લક્ઝરી ઘર ખૂબ જ સુંદર છે. તસવીરમાં જોઈ શકાય છે કે અંદરથી તે એકદમ સુપરક્લાસ અને એલિગ્રેંટ છે. સાથે જ ઘરમાં જોવા મળતી દરેક ચીજ ખૂબ જ લક્ઝરી છે.

મલાઈકાના ઘરનો દરેક ખૂણો ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યો છે. સુંદર ફ્લાવર પોટથી લઈને ચમકતા ઝુમ્મર તેમના ઘરની શાન વધારી રહ્યા છે.

અભિનેત્રીના ઘરનો કિચન એરિયા પણ ખૂબ જ યૂનિક છે. સાથે જ લિવિંગ રૂમ અને ડાઇનિંગ રૂમનો લુક પણ ખૂબ જ સુંદર છે. ડ્રોઈંગ રૂમને બ્લૂ એંડ વ્હાઈટ કોમ્બિનેશનમાં રંગવામાં આવ્યો છે, આ ઉપરાંત કાઉચ અને કેટલીક સજાવટની ચીજો પણ રાખવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો મલાઈકાના આ ઘરની કિંમત લગભગ 14.5 કરોડ છે, જેને મલાઈકાએ ખૂબ જ સુંદર ચીજોથી સજાવ્યું છે. ઘરમાં એક પેઇન્ટિંગ પણ છે જે લોકોનું ધ્યાન ખેંચી રહી છે.

જ્યાં મલાઈકાએ તેના બેડરૂમને સિમ્પલ લુક આપ્યો છે, તો સાથે જ દિવાલો પર લાઈટ કલરનો ઉપયોગ કર્યો છે જે જોવામાં ખૂબ જ સુંદર લાગે છે. સાથે જ દિવાલોને વધુ યૂનિક બનાવવા માટે, મેચિંગ કલરના પડદા પણ લગાવવામાં આવ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે મલાઈકાનું ઘર ઘણા લોકોને પસંદ આવ્યું છે, તો ઘણા લોકોએ તેને નકાર્યું છે.

હા.. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું, “આ ઘરમાં એવું શું છે જે અમારા ઘરમાં નથી” અને એકે કહ્યું, “આ ઘરમાં જોવા લાયક કંઈ નથી.” સાથે જ એક યુઝરે કહ્યું કે, “તેનાથી સારું તો અમારું ઘર છે.” એક અન્યએ કહ્યું કે, “શું ખાસ છે ઘરમાં, બેડ ટેબલ કિચન તો મારા ઘરે પણ છે.”

વાત કરીએ મલાઈકાના અંગત જીવનની તો આ દિવસોમાં તે અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંનેએ એકબીજા સાથેના પોતાના સંબંધ વિશે ખુલાસો પણ કર્યો છે. મલાઈકા અને અર્જુન અવારનવાર એકબીજા સાથે જોવા મળે છે. જ્યાં કેટલાક લોકોને આ જોડી પસંદ આવે છે તો કેટલાક લોકો તેમને ટ્રોલ પણ કરતા રહે છે.