મલાઈકા અરોરા-અર્જુન કપૂર પોતાના સંબંધને આપવા જઈ રહ્યા છે નવું નામ, આ દિવસે કરશે લગ્ન

બોલિવુડ

મલાઈકા અને અર્જુન કપૂરનું નામ લેતાં જ મગજમાં લવ બર્ડ્સ સામે આવી જાય છે. ઘણા સમયથી બંનેના અફેરની ચર્ચા ચાલી રહી છે. અર્જુન ઉંમરમાં મલાઈકાથી નાના છે પરંતુ પ્રેમ કરવામાં તે ખૂબ મોટા છે. હવે અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથે પોતાના સંબંધ વિશે ચાલી રહેલી લાંબી અટકળોને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. સમાચાર છે કે બંને ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે અને લગ્નની તારીખ પણ લગભગ ફાઈનલ થઈ ચુકી છે.

તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના સંબંધને એક લાંબો સમય થઈ ચુક્યો છે. અવારનવાર બેંનેની રોમેંટિક તસવીર વાયરલ થતી રહે છે. ક્યારેક આ કપલ પબ્લિક એરિયામાં જોવા મળે છે, પરંતુ હવે એવા સમાચાર આવી રહ્યા છે કે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર પોતાના આ સંબંધને એક ખાસ નામ આપવા જઈ રહ્યા છે.

સૂત્રોનું માનીએ તો બંને હવે ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બંને હવે લગ્ન માટે તૈયાર છે. જો કે, તેના વિશે હજુ સુધી કોઈ ઓફિશિયલ ઘોષણા થઈ નથી.

લગ્નના સમાચારની સાથે જ હવે બંનેના લગ્નનો મહિનો પણ નક્કી થઈ ગયો છે. ઇન્સ્ટન્ટ બોલિવૂડ મુજબ બંને વિંટર લવર્સ છે, તેથી બંને નવેમ્બર અથવા ડિસેમ્બર મહિનામાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. સાથે જ જણાવી દઈએ કે આ લગ્નમાં બંને વધુ લોકોને આમંત્રણ નહીં આપે. મલાઈકા અને અર્જુન મુજબ બંનેના લગ્નમાં માત્ર પરિવાર અને ખાસ મિત્રો જ શામેલ થશે. સોશિયલ મીડિયા પર તેમના લગ્નના સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સાથે જ ચાહકોના પણ અલગ-અલગ રિએક્શન જોવા મળી રહ્યા છે.

આ પોસ્ટ પર ચાહકોની કોમેન્ટ્સની લાઇન લાગી ગઈ છે. એક ચાહકે કમેન્ટ કરતાં કહ્યું- હવે જોવાનું એ રહેશે કે લગ્નમાં કોને આમંત્રણ આપવામાં આવે છે. સાથે જ મલાઈકા અર્જુનના ચાહકે કમેંટ કરતા કહ્યું કે શું વાત છે, તમને ખુબ ખુબ અભિનંદન. તો એક ચાહકે લખ્યું કે મલાઈકાનો બ્રાઈડલ લુક જોવા જેવો હશે.