અરબાઝ ખાન સાથે છુટાછેડાના બદલામાં મલાઈકા અરોરા લીધા હતા આટલા અધધ કરોડ રૂપિયા, જાણીને આશ્ચર્યચકિત થઈ જશો તમે

બોલિવુડ

બોલીવુડની સુંદર કપલમાંના એક અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના 2017 માં છુટાછેડા થઈ ગયા હતા. બંનેએ લગ્નના 18 વર્ષ પછી પરસ્પર સહમતિથી છુટાછેડા લીધા હતા.

બંનેએ 2016 માં અલગ થવાની ઘોષણા કરી હતી. આ પછી તેમને 2017 માં કોર્ટે છૂટાછેડાની મંજૂરી આપી હતી. છૂટાછેડા પછી પુત્ર અરહાનની કસ્ટડી મલાઈકાને સોંપવામાં આવી હતી.

છૂટાછેડાના બદલામાં મલાઈકાને અરબાઝે કેટલી એલિમની આપી હતી. તેના વિશે ઘણા સમાચાર તેમના છુટાછેડા સમયે સાંભળવા મળ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કહેવામાં આવે છે કે મલાઈકાએ અરબાઝ સાથે છુટાછેડાના બદલામાં 10 કરોડની ડીમાંડ કરી હતી. તે તેનાથી ઓછી રકમ ઈચ્છતિ ન હતી અને પછી અરબાજે તેને 15 કરોડ રૂપિયા આપ્યા હતા.

અરબાજ અને મલાઈક દ્વારા મીડિયા સામે એલિમનીની કોઈ વાત કરવામાં આવી ન હતી. પરંતુ એક વખત મલાઈકાની વકીલ વંદના શાહે એક ન્યૂઝ પોર્ટલ પરથી આ વિશે માત્ર એટલું કહ્યું હતું કે એલિમની ખૂબ જ કોન્ફિડેંશિયલ વિશય હોય છે તો તેના વિશે સાર્વજનિક રૂપથી કંઈ પણ કહેવું યોગ્ય નથી.

જોકે છુટાછેડા પછી મલાઈકા અરબાઝનું ઘર છોડીને નવા ઘરમાં શિફ્ટ થઈ ગઈ હતી જે બાંદ્રામાં આવેલું છે. આ ઘરમાં તે પુત્ર અરહાન સાથે રહે છે. અરહાન હવે 18 વર્ષનો થઈ ચુક્યો છે.

1 thought on “અરબાઝ ખાન સાથે છુટાછેડાના બદલામાં મલાઈકા અરોરા લીધા હતા આટલા અધધ કરોડ રૂપિયા, જાણીને આશ્ચર્યચકિત થઈ જશો તમે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *