એક્સીડેંટ પછી મલાઈકા ના મનમાં બેસી ગયો છે આ વાતનો ડર, કહ્યું- બેહોશીમાં આ બે લોકોને કરી રહી હતી યાદ

બોલિવુડ

પોતાની ફિટનેસની સાથે જ પોતાની સુંદરતાથી પણ લોકોને દિવાના બનાવનાર પ્રખ્યાત અભિનેત્રી મલાઈકા અરોરા હેડલાઈન્સમાં રહેવાની કોઈ તક છોડતી નથી. ક્યારેક તે પોતાના ડાન્સ, ક્યારેક પોતાની તસવીરો, ક્યારેક પોતાના વીડિયો અને ક્યારેક અર્જુન કપૂર સાથે પોતાના સંબંધને કારણે હેડલાઇન્સનો ભાગ બની જાય છે.

લગભગ એક મહિના પહેલા મલાઈકા અરોરા રોડ અકસ્માતમાં થયેલી ઈજાને કારણે ચર્ચામાં રહી હતી. જણાવી દઈએ કે 2 એપ્રિલે મુંબઈ-પુણે હાઈવે પર મલાઈકાની કારનું એક્સીડેંટ થયું હતું. તે સાંજના સમયે કોઈ કાર્યક્રમમાંથી પરત ફરી રહી હતી જ્યાં હાઈવે પર તેની કારનું સંતુલન બગડી ગયું હતું અને અકસ્માતમાં તેને માથામાં ઈજા થઈ હતી.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેવા (MNS)ના કાર્યકરોની મદદથી મલાઈકાને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. લગભગ એક દિવસ સુધી મલાઈકાને હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું હતું. જણાવી દઈએ કે મલાઈકા આજ સુધી તે અકસ્માતમાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈ નથી. તે અત્યારે ઠીક તો થઈ ચુકી છે જોકે અત્યારે તેને થોડો વધુ સમય લાગશે.

મલાઈકાએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં પોતાના કાર અકસ્માત વિશે વાત કરી છે. આ દરમિયાન તેણે આ વાતનો ખુલાસો કર્યો કે જ્યારે તેનો અકસ્માત થયો ત્યારે તે બેભાન સ્થિતિમાં બે લોકોના નામ લઈ રહી હતી. એક તો તે તેની માતાને યાદ કરી રહી હતી સાથે જ તેની જીભ પર બીજું નામ પોતાના પુત્ર અરહાન ખાનનું હતું.

મલાઈકાએ કહ્યું કે, “મને યાદ છે કે મારી ચારે બાજુ લોહી હતું. મારો પરિવાર, અર્જુન અને બધા ત્યાં પહોંચી ગયા અને બધા લોકો ગભરાઈ ગયા. અકસ્માતના 1 અઠવાડિયા પછી, મેં મારો ચહેરો જોયો અને મારા કપાળ પર એક નિશાન હતું. આ નિશાન મને હંમેશા યાદ અપાવશે કે તે દિવસે શું થયું હતું, પરંતુ તેનાથી હું રોકાઈશ નહિં.”

કારમાં બેસવાથી લાગે છે ડર: મલાઈકાએ આ વાતનો પણ ખુલાસો કર્યો કે, “લોકોએ મને જણાવ્યું કે હું બેભાન સ્થિતિમાં મારી માતા અને પુત્ર વિશે સતત પૂછી રહી હતી. તે સમયે હું માત્ર બે જ પ્રાર્થના કરતી હતી, એક હું મરવા ઈચ્છતી ન હતી, બીજું હું મારી આંખો ગુમાવવા ઈચ્છતી ન હતી. તે અકસ્માત ખૂબ જ ડરામણો હતો. 15 દિવસના તે ટ્રોમામાં મને કારમાં બેસતા ડર લાગતો હતો. કારના કાચના નાના ટુકડા મારી આંખોમાં ઘૂસી ગયા હતા અને હું કંઈપણ બરાબર જોઈ શકતી ન હતી.”

મલાઈકાએ ઈન્ટરવ્યુમાં અર્જુન કપૂર સાથે પોતાના સંબંધ વિશે પણ વાત કરી હતી. આ સાથે તેણે અર્જુન સાથેના લગ્ન પર પણ મૌન તોડ્યું. અભિનેત્રીએ કહ્યું, “દરેક રિલેશનશિપમાં, લોકો તેને આગલા લેવલ સુધી લઈ જવાની યોજના બનાવે છે. અર્જુન સાથે રિલેશનશિપમાં હું ખૂબ જ ખુશ અને પોઝિટિવ છું. અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ અને અમે દરરોજ રોમાંસ કરીએ છીએ. અન્ય ચીજો આગળ સમજાઈ જશે, પરંતુ મને ખબર છે કે તે મારા યોગ્ય પાર્ટનર છે.”

મલાઈકાએ કહ્યું કે, “મને લાગે છે કે અમારો સંબંધ એક એવી જગ્યા પર છે જ્યાં અમે તેને આગળ લઈ જઈ શકીએ. અમે ઘણી બધી બાબતો પર ચર્ચા કરી રહ્યા છીએ. અમે સમાન સ્તર પર છીએ. એકબીજાના વિચારો સાથે. અમે ખરેખર એકબીજાને પસંદ કરીએ છીએ અને ઘણી ચીજો અલગ પણ છે. અમે તેના વિશે હસીએ છીએ અને મજાક કરીએ છીએ, પરંતુ અમે તેના વિશે ખૂબ ગંભીર પણ છીએ. હું તેને હંમેશા કહું છું કે મારે તારી સાથે વૃદ્ધ થવું છે. અમે બાકીનું શોધીશું, પરંતુ હું જાણું છું કે તે મારા માટે યોગ્ય છે.”