અક્ષય કુમાર અડગ રહ્યા, પરંતુ મેકર્સને ઝુકવું પડ્યું, બદલી નાખ્યું ‘પૃથ્વીરાજ’ નું નામ, જાણો હવે શું નામ રાખ્યું

બોલિવુડ

હિન્દી સિનેમાના સુપરસ્ટાર અક્ષય કુમાર આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘પૃથ્વીરાજ’ને લઈને ચર્ચામાં છે. ભારતના મહાન અને વીર પુત્ર સમ્રાટ પૃથ્વીરાજના જીવન પર આધારિત આ ફિલ્મમાં તેમનું પાત્ર અક્ષય કુમાર નિભાવી રહ્યા છે. આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

અક્ષય કુમારની આ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોનો પણ સામનો કરી રહી છે. ફિલ્મનો નવો વિવાદ એ છે કે તેમાં કરણી સેના પણ કૂદી પડી છે. કરણી સેનાએ ફિલ્મના નામ પર વાંધો ઉઠાવ્યો હતો. કરણી સેનાએ કહ્યું કે ‘પૃથ્વીરાજ’નું નામ બદલવું જોઈએ પરંતુ મેકર્સે તેવું ન કર્યું.

કરણી સેના સતત ફિલ્મનું નામ બદલવાની માંગ કરી રહી હતી. સાથે જ મેકર્સ પણ સતત આ વાતને નકારી રહ્યા હતા. જો કે હવે છેવટે ફિલ્મનું નામ બદલી નાખવામાં આવ્યું છે. હવે ફિલ્મની આગળ સમ્રાટ પણ જોડવામાં આવ્યું છે, હવે ફિલ્મનું નામ બદલીને ‘સમ્રાટ પૃથ્વીરાજ’ રાખવામાં આવ્યું છે.

નોંધપાત્ર છે કે કરણી સેનાની એક જનહિત નોટિસ પછી ફિલ્મના મેકર્સ યશ રાજ ફિલ્મ એ આ નિર્ણય લીધો છે. ફિલ્મનું નામ બદલવાને લઈને યશ રાજ ફિલ્મ્સ એ સોશિયલ મીડિયા દ્વારા પણ માહિતી આપી. મેકર્સ દ્વારા કરણી સેનાના પ્રમુખને એક પત્ર પણ લખવામાં આવ્યો છે. જેમાં નામ બદલવાની વાત લખવામાં આવી છે.

કરણી સેનાએ પોતાની જનહિત નોટિસમાં કહ્યું હતું કે સમ્રાટ પૃથ્વીરાજનું સીધું નામ લેવું તેમનું અપમાન છે. તેમને ‘સમ્રાટ પૃથ્વીરાજ’ કહેવા જોઈએ. હવે આ ફિલ્મનું નામ પણ એ જ રાખવામાં આવ્યું છે. સાથે જ યશ રાજ ફિલ્મ્સ એ પોતાના ઓફિશિયલ પત્રમાં લખ્યું છે કે, “પ્રિય સર, અમે, યશ રાજ ફિલ્મ પ્રાઇવેટ લિમિટેડ, 1970 ના દાયકામાં અમારી શરૂઆત પછીથી અગ્રણી પ્રોડક્શન હાઉસ અને ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓમાંથી એક રહ્યા છીએ અને ભારતના સૌથી મોટા ફિલ્મ સ્ટૂડિયોમાંથી એક તરીકે વિકસિત થઈ રહ્યા છીએ. અમે બધા દર્શકોના આનંદ માટે સતત કંટેંટ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”

પત્રમાં આગળ લખવામાં આવ્યું કે, “અમે ફિલ્મના હાલના શીર્ષકના સંબંધમાં તમારી ફરિયાદ અને તમારા પ્રયત્નોની નિષ્ઠાપૂર્વક પ્રશંસા કરીએ છીએ અને તમને ખાતરી આપીએ છીએ કે અમે કોઈપણ વ્યક્તિ(વ્યક્તિઓ)ની લાગણીઓને ઠેસ પહોંચાડવા અથવા અનાદર કરવા માટે આવું કર્યું ન હતું. ખરેખર અમે આ ફિલ્મ દ્વારા દિવંગત રાજા અને યોદ્ધા, પૃથ્વીરાજ ચૌહાણની બહાદુરી, સિદ્ધિઓ અને આપણા દેશના ઈતિહાસમાં યોગદાનની ઉજવણી કરવા ઈચ્છીએ છીએ.”

 

View this post on Instagram

 

A post shared by Yash Raj Films (@yrf) 

છેલ્લે યશ રાજ ફિલ્મ એ લખ્યું કે, “ઉઠાવવામાં આવેલી ફરિયાદને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ હલ કરવા માટે, અમે ફિલ્મનું શીર્ષક બદલીને “સમ્રાટ પૃથ્વીરાજ” કરી રહ્યા છીએ. અમે પરસ્પર કરારની ખૂબ પ્રશંસા કરીએ છીએ. અમે કરણી સેના અને તેના સભ્યોનો ફિલ્મને લઈને અમારા સારા ઈરાદાને સમજવા બદલ આભાર માનીએ છીએ.”