તમારી આ 5 ભૂલો બનાવે છે આંખોને નબળી, ભૂલથી પણ ન કરો આ ભૂલ નહિં તો પછતાવું પડશે

હેલ્થ

જો લોકોને પૂછવામાં આવે કે તમારા શરીરમાં સૌથી સુંદર ચીજ કઇ છે, તો મોટાભાગના લોકોનો જવાબ આ જ હશે કે આપણા શરીરમાં સૌથી સુંદર આપણી આંખો છે. દુનિયાની સુંદરતા જોવા માટે ભગવાનને આપણને આંખો આપી છે, જે તેમના દ્વારા આપવામાં આવેલી અનમોલ ગિફ્ટ છે. આપણી ખરાબ જીવન શૈલીને કારણે આ અનમોલ ગિફ્ટને સ્વસ્થ રાખી શકતા નથી જેના કારણે આપણી આંખો નબળી થવા લાગે છે. આંખો નબળી થવાના ઘણા કારણો છે. આપણી કેટલીક આદતોને કારણે આંખો નબળી થઈ જાય છે. તમે આ કારણો વિશે જરુર જાણી લો જેથી તમે તમારી આંખોની આ સમસ્યાઓથી બચી શકો. આજે અમે તમને આ લેખ દ્વારા આખોને નબળી બનાવતી આદતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

સૂતા-સૂતા ટીવી જોવી: ઘણા લોકોને ટેવ હોય છે કે તેઓ કલાકો સુધી સૂઈને ટીવી જોતા રહે છે, તેમની આ ટેવને કારણે ટીવીમાંથી નીકળતા હાનિકારક કિરણો તમારી આંખને નબળી બનાવી શકે છે, તેથી ક્યારેય સૂઈને ટીવી ન જોવી જોઇએ.

લાંબા સમય સુધી તડકામાં રહેવું: સૂર્યમાંથી નીકળતા હાનિકારક કિરણો આંખના કોર્નિયાને બાળી શકે છે, જેના કારણે આંખોની દ્ર્ષ્ટિ ઓછી થવાની સંભાવના રહે છે. ક્યારેય પણ સૂર્યના કિરણોના સીધા સંપર્કમાં ન આવવું જોઈએ. જો તમે બહાર તડકામાં નિકળો છો તો સનગ્લાસ જરૂર પહેરવા જોઈએ.

મોબાઇલનો વધુ ઉપયોગ: આજના સમયમાં, ટેક્નોલોજીમાં ખૂબ વધારો થયો છે, જેની અસર આપણી આંખો પર પડી રહી છે, આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહેવાના કારણે માથાનો દુખાવો અને આંખનો દુખાવો જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. સતત મોબાઇલનો ઉપયોગ કરવાથી તેની સ્ક્રીનમાંથી નીકળતા ઇલેક્ટ્રોમેગ્નેટિક કિરણો આંખોના રેટિના અને કોર્નિયાને નુકસાન પહોંચાડે છે જેના કારણે આપણી આંખો પર ખરાબ અસર પડે છે અને આપણી આંખો નબળી પડી જાય છે.

ઓછા પ્રકાશમાં અભ્યાસ કરવો: જો ઓછા પ્રકાશમાં અભ્યાસ કરવામાં આવે તો આંખો પર જોર પડે છે, આ સ્થિતિમાં આંખોમાં દૂરની અને નજીકની વસ્તુઓ વચ્ચેનો તફાવત ઓછો થઈ જાય છે, આ ઉપરાંત કલાકો સુધી કમ્પ્યુટરની સામે બેસી રહેવાથી પણ આંખો નબળી પડી જાય છે. કમ્પ્યુટર અને આંખો વચ્ચેનું અંતર ઓછું હોય છે જેના કારણે કમ્પ્યુટરમાંથી નીકળતી બ્લુ લાઈટની આંખો પર ખરાબ અસર પડે છે જેના કારણે આંખોનો ભેજ ઓછો થવાની સંભાવના રહે છે અને તમારી આંખોમાં ડ્રાઈ આઈ સિંડ્રોમની સમસ્યા રહી શકે છે. આ બીમારીને કારણે આંખોમાં દુખાવો થવા લાગે છે.

દારૂ અને ધૂમ્રપાન કરવું: ધૂમ્રપાન કરવાથી શરીરના અન્ય ભાગો તેમજ આંખોને નુકસાન થાય છે જો વધારે ધૂમ્રપાન કરવામાં આવે તો તેનાથી આંખોમાં લાલ ફોલ્લીઓ થાય છે જેના કારણે આંખોની રોશની ઓછી થાય છે અને અન્ય આંખોના રોગો થઈ શકે છે. આલ્કોહોલના સેવનથી આંખોના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. આલ્કોહોલના સેવનથી આંખોની રોશની ઓછી થવાની સાથે લાલાશ પણ ઓછી થાય છે, તેથી તમારે પ્રકૃતિની આ અનમોલ ભેટને સુરક્ષિત રાખવા માટે દારૂ અને સિગારેટનું વ્યસન છોડવું જોઈએ.

6 thoughts on “તમારી આ 5 ભૂલો બનાવે છે આંખોને નબળી, ભૂલથી પણ ન કરો આ ભૂલ નહિં તો પછતાવું પડશે

Leave a Reply

Your email address will not be published.