શનિદેવને પ્રસન્ન કરે છે આ 7 કામ, જો તેને કરી લેશો તો કોઈ તમારું કંઈપણ નહિં બગાડી શકે

ધાર્મિક

જીવનમાં ક્યારે કઈ મુશ્કેલી આવી જાય કંઈ કહી શકાતું નથી. આવી સ્થિતિમાં, આપણે બધા એ જ વિચારીએ છીએ કે મુશ્કેલી અને દુઃખ આપણાથી જેટલા દૂર રહે તેટલું સારું. તમારા આ કામમાં શનિદેવ તમારી મદદ કરી શકે છે. શનિદેવ ખૂબ શક્તિશાળી દેવ છે. તેમની પાસે આપણા નસીબને બદલવાની શક્તિ પણ છે. આવી સ્થિતિમાં જો તમે ઈચ્છો છો કે શનિદેવના આશીર્વાદ હંમેશા તમારા પર રહે અને કોઈ તમારું કંઈપણ ન બગાડી શકે તો તમારે આ 7 કામ જરૂર કરવા જોઈએ. આ કામ કરવાથી તમે શનિદેવને પ્રસન્ન કરી શકો છો. તો ચાલો જાણીએ તે કામ વિશે.

શનિવારે શનિદેવના નામનું વ્રત રાખવાથી તે પ્રસન્ન થાય છે. જ્યારે તમે શનિદેવ માટે તમારા ભોજનનો ત્યાગ કરો છો, ત્યારે તે ખુશ થાય છે અને તમારા ખરાબ નસીબને તમારાથી દૂર રાખે છે. આ સાથે તમારી ઇચ્છાઓ પણ ટૂંક સમયમાં પૂર્ણ થાય છે.

જે વ્યક્તિ દર શનિવારે શનિદેવ સામે તેલનો દિવો પ્રગટાવે છે, તેના પર હંમેશા શનિદેવના આશીર્વાદ રહે છે. ભગવાન પછી તેની સાથે ખરાબ કે કંઈપણ નુકસાનકારક થવા દેતા નથી. તેઓ હંમેશાં તમારું રક્ષણ કરવા માટે તૈયાર હોય છે.

શનિદેવનું નામ લઈને લોખંડનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. તમે લોખંડથી બનેલી ચીજો કોઈ ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિ, કોઈ બ્રાહ્મણ અથવા કોઈ મંદિરમાં દાન કરી શકો છો. આ ઉપરાંત તેલ, પૈસા અને કાળા કપડાંનું દાન પણ શનિદેવને આકર્ષિત કરે છે. જે વ્યક્તિ આ દાન કરે છે, તેના જીવનમાંથી બધી સમસ્યાઓ દૂર થાય છે. તેથી જો તમારા જીવનમાં વધુ સમસ્યાઓ છે તો ચોક્કસપણે આ દાન કરો.

જો તમારી સમસ્યાઓ ખૂબ મોટી છે અને તમે તરત જ તેનાથી છુટકારો મેળવવા ઈચ્છો છો, તો પછી શનિ મંદિરમાં જાઓ અને શનિદેવનો તલના તેલથી અભિષેક કરો. તેનાથી તમારી સમસ્યાઓ ટૂંક સમયમાં હલ થશે.

શનિદેવની સામે કાળા તલ ચળાવવાથી સૌભાગ્ય મળે છે. તમારું દુર્ભાગ્ય દૂર જવા લાગે છે. તેથી જો તમે ખરાબ નસીબ વાળા છો તો આ ઉપાય તમારું નસીબ બદલી શકે છે

નશીલા પદાર્થો અને માંસાહારી ભોજનનું સેવન પણ શનિવારે ન કરવું જોઈએ. ખાસ કરીને જ્યારે તમે શનિદેવની પૂજા કરો છો. આ ત્યાગ કર્યા પછી પૂજા કરવાથી ખૂબ ફાયદો થાય છે.

જે લોકો શનિદેવનું સમ્માન કરે છે અને હંમેશા તેમને માન આપે છે તે લોકો પણ તેમના પ્રકોપથી બચે છે. જો કે તેમના મંદિરમાં ખોટા કામ કરનારા લોકોને તેમના પ્રકોપનો સામનો કરવો પડે છે.