દશેરાના દિવસે કરો નાળિયેરનો આ ઉપાય, દૂર થઈ જશે તમારી બધી સમસ્યા

ધાર્મિક

શ્રીફળ ફોડવું શુભ હોય છે અને તેનો ઉપયોગ પૂજા દરમિયાન કરવામાં આવે છે. નરિયેળનું ઝાડ શુભ માનવામાં આવે છે અને તેને ‘શ્રીફળ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. નાળિયેર સાથે અનેક પ્રકારના ઉપાય પણ જોડાયેલા છે અને આ ઉપાય કરવાથી, જીવનની ઘણી સમસ્યાઓ પળ ભરમાં નાબૂદ થઈ જાય છે. તેથી, તમે નાળિયેર સાથે સંકળાયેલા આ ઉપાય દશેરા પર જરૂર કરો. દશેરા પર આ યુક્તિઓ કરવાથી તમને જલ્દીથી ફળ મળશે.

દેવું ચુકવવા માટે: જો તમારા ઉપર ઘણું દેવું છે, તો દશેરાના દિવસે એક નાળિયેર લો અને તેના પર સિંદૂરની મદદથી સ્વસ્તિકનું ચિહ્ન બનાવો. ત્યાર પછી આ નાળિયેર હનુમાનજીના ચરણોમાં અર્પણ કરો અને ઋણમુક્ત મંગલ સ્તોત્રનો પાઠ કરો. આ ઉપાય કરવાથી, તમારા પર જે દેવું થઈ ગયું છે તે દૂર થઈ જશે.

દેવું ચૂકવવા માટે તમે દશેરાના દિવસે આ બીજો ઉપાય પણ કરી શકો છો. આ દિવસે સવારે સ્નાન કર્યા પછી, કાળો દોરો લો અને તેને થોડો સમય પૂજાઘરમાં રાખો. થોડા સમય પછી આ દોરો લો અને તેને નાળિયેર પર સારી રીતે બાંધો. ત્યાર પછી આ નાળિયેરની પૂજા કરો અને પૂજા કર્યા પછી આ નાળિયેરને નદીમાં પ્રવાહિત કરો.આ ઉપાય કરવાથી તમે દેવાથી મુક્તિ મેળવશો.

ધન લાભ માટે: ધન લાભ મેળવવા માટે તમે દશેરાના દિવસે તમારા વ્યવસાય સ્થળ પર લાલ રંગના કાપડની અંદર એક નાળિયેર બાંધીને રાખો. આ નાળિયેરને તમે તિજોરીમાં રાખો અને દરરોજ તેની પૂજા કરો. દરરોજ આ નાળિયેરની પૂજા કરવાથી તમને ધંધામાં ફાયદો થવા લાગશે.

ધન લાભ માટે તમે દશેરાના દિવસે આ બીજો ઉપાય પણ કરી શકો છો. તમે દશેરાના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરો અને મંદિરરે જઈને ત્યાં માતાને નાળિયેર અને કમળના ફૂલની માળા અર્પણ કરો. આ પછી માતાની કપૂર અને દેશી ઘીથી આરતી કરો. આ ઉપાય કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ હલ થશે.

દોષથી બચવા માટે: જો તમારા પર કાલસર્પ અથવા શનિ દોષ ચાલી રહ્યો છે, તો તમે દશેરા પર આ ઉપાય જરૂર કરો. આ ઉપાય કરવાથી તમે આ બંને દોષમાંથી છૂટકારો મેળવશો. તમે એક નાળિયેર લો અને તેને કાળા કાપડમાં બાંધી દો. ત્યાર પછી કાળા તલ, અડદની દાળ અને કોઈપણ લોખંડની વસ્તુ આ નારિયેળ સાથે પાણીમાં પ્રવાહિત કરો. આ ઉપાય કરવાથી દોષ દૂર થશે.

દુશ્મન પર વિજય મેળવવા માટે: જો તમારે તમારા કોઈપણ શત્રુ પર વિજય મેળવવો હોય તો તમે દશેરાના દિવસે શમીના વૃક્ષની પૂજા કરો અને પૂજા કરતી વખતે આ ઝાડની સામે દીવો પ્રગટાવો અને આ વૃક્ષને એક નાળિયેર અર્પણ કરો. આ પછી, તમે આ વૃક્ષની પ્રદક્ષિણા કરો અને દુશ્મન પર વિજય પ્રાપ્ત કરવાની પ્રાર્થના કરો.

Leave a Reply

Your email address will not be published.