મકર સંક્રાંતિ આ 4 રાશિના લોકો માટે લાવી રહી છે ખુશીઓ, ખુલશે બંધ નસીબનું તાળુ

ધાર્મિક

નવા વર્ષની શરૂઆત સાથે જ 14 જાન્યુઆરીએ હિંદુઓનો સૌથી પહેલો તહેવાર મકરસંક્રાંતિ આવી રહી છે. આ દિવસે સૂર્યનું પહેલા રાશિ પરિવર્તન થવાનું છે. આ દિવસે સૂર્ય ભગવાન ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય રાશિનું આ પરિવર્તન ખૂબ જ ખાસ રહેશે.

સૂર્યદેવને તમામ રાશિઓના રાજા માનવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે સૂર્યના પરિવર્તનને કારણે જ્યાં ખરમાસ સમાપ્ત થશે તો તેની અસર રાશિઓ પર પણ સ્પષ્ટ રીતે જોવા મળશે. સૂર્યદેવનું આ રાશિ પરિવર્તન આ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થવાનું છે. ચાલો તમને જણાવીએ કે કઈ રાશિ પર તેની અસર જોવા મળશે.

વૃષભ રાશિ: જ્યોતિષ શાસ્ત્ર મુજબ વૃષભ રાશિના લોકો માટે સૂર્ય-ગોચર સારા સમાચાર લઈને આવવાનું છે. સૂર્યના પરિવર્તન સાથે કેટલીક રાશિના લોકોને નસીબનો સંપૂર્ણ સાથ મળવા લાગશે. માનવામાં આવી રહ્યું છે કે, સૂર્ય ગોચર સમયગાળા દરમિયાન કરેલું કાર્ય સકારાત્મક લાભ આપશે. ધાર્મિક કાર્યોમાં રસ વધવાથી મન શાંત અને ખુશ રહેશે. તેની સાથે જ સૂર્યદેવને રોજ જળ ચળાવવાથી વિશેષ લાભ મળે છે. આટલું જ નહીં, સમાજમાં તમારું માન-સન્માન વધે છે અને રોજગારમાં પ્રગતિની તક મળે છે.

સિંહ રાશિ: સૂર્યનું રાશિ પરિવર્તન સિંહ રાશિના લોકો માટે ફાયદાકારક રહેવાનું છે. તેના પરિવર્તન પછી, આર્થિક જીવન સુખી થવાનું છે. નોકરી કરતા લોકોને પણ પ્રમોશનના સારા સમાચાર મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામમાં સફળતા મળશે. સાથે જ ધંધામાં અટકેલા પૈસા પરત મળવાની સંભાવના છે.

વૃશ્ચિક રાશિ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકરસંક્રાંતિ દરમિયાન સૂર્યનું પરિવર્તન વૃશ્ચિક રાશિના લોકો માટે પણ ખૂબ જ ફાયદાકારક રહેવાનું છે. નોકરીમાં કામની પ્રશંસા થશે. તમારી રોજીંદી આવક વધારવાની તક મળશે. સાથે જ જમીન સાથે જોડાયેલા લોકોને પણ લાભ મળવાની સંભાવના જોવા મળી રહી છે.

મકર રાશિ: સૂર્ય હવે રાશિ બદલીને મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. તેનાથી મકર રાશિના લોકોને ઘણો ફાયદો થવાની પ્રબળ સંભાવના છે. નોકરીમાં સફળતા મળશે અને માન-સન્માનમાં પણ વધારો થશે. આટલું જ નહીં સરકારી નોકરી કરનારા લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે. સાથે સરકારી નોકરી મેળવવાના પ્રયત્નોમાં લાગેલા લોકોનું નસીબ ખુલી શકે છે.

મકરસંક્રાંતિનું પુણ્યકાલ મુહૂર્ત: આ વખતે મકરસંક્રાંતિનું પુણ્યકાળ મુહૂર્ત સૂર્ય સંક્રાંતિના સમયથી 16 કલાક પહેલા અને 16 કલાક પછીનો પુણ્યકાળ રહે છે. આ વખતે પુણ્યકાળ 14 જાન્યુઆરીએ સવારે 7:15 વાગ્યાથી શરૂ થશે, જે સાંજે 5:44 વાગ્યા સુધી રહેશે. તેમાં તમે સ્નાન, દાન, જપ વગેરે કરી શકો છો. સાથે જ સ્થિર લગ્ન એટલે કે, મહાપુણ્ય કાલ મુહૂર્ત 9:00 વાગ્યાથી 10:30 સુધી ચાલશે. ત્યાર પછી બપોરે 1:32 થી 3:28 સુધી મુહૂર્ત રહેશે.