‘બાલિકા વધુ’ ની માસૂમ ગુડિયા હવે બની ગઈ છે ગ્લેમરસ બાલા, સલમાન ખાનની આ ફિલ્મથી કરી રહી છે ડેબ્યૂ

બોલિવુડ

ટીવી ઈન્ડસ્ટ્રીમાં બાળ કલાકાર તરીકે એંટ્રી કરનાર મહિમા મકવાણા પોતાની એક્ટિંગના આધારે ધીરે-ધીરે ઘર-ઘરમાં ઓળખાવા લાગી હતી. અભિનેત્રીએ ઘણા શોમાં મુખ્ય એક્ટ્રેસ તરીકે પણ કામ કર્યું છે. મહિમા મકવાણાના કામની વાત કરીએ તો તેણે માત્ર 10 વર્ષની ઉંમરમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. 10 વર્ષની ઉંમરમાં તેમણે ‘મોહે રંગ દે’થી ટીવીની દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું.

અભિનેત્રી મહિમા મકવાણાના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ તે સમયે આવ્યો જ્યારે તેને હિટ ટીવી શો ‘બાલિકા વધૂ’માં ગુડિયાની ભુમિકા નિભાવવાની તક મળી. આ ભુમિકા તેણે ખૂબ જ ઈમાનદારી સાથે નિભાવી અને રાતો-રાત ટીવીની દુનિયાનું મોટું નામ બની ગઈ. મહિમા ટેલેંટની ખાણ છે. તે એક અભિનેત્રી હોવાની સાથે જ મોડલ અને ડાન્સર પણ છે.

વર્ષ 2017માં તે તેલુગુ ફિલ્મ ‘વેંકટપુરમ’માં જોવા મળી હતી. આ ફિલ્મથી તેણે તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. પરંતુ ત્યાં ભાષાની સમસ્યાને કારણે મહિમાએ વધુ ફિલ્મો ન કરી. આ વિશે મહિમા મકવાણાએ કહ્યું હતું કે, ‘ત્યાં મારી સૌથી મોટી નબળાઈ ભાષા રહી કારણ કે મને તેલુગુ ભાષા આવડતી ન હતી.’

મહિમા મકવાણાએ હવે બોલિવૂડમાં એન્ટ્રી કરી લીધી છે. તે સલમાન ખાનની ફિલ્મ ‘અંતિમ’માં જોવા મળવાની છે. આ ફિલ્મમાં તે સલમાનના જીજા આયુષ શર્માની વિરુદ્ધ છે. હવે જેટલી ચર્ચા આયુષના ટ્રાન્સફોર્મેશનને લઈને થઈ રહી છે, તેટલી જ ચર્ચા મહિમાના બોલિવૂડ ડેબ્યૂની થઈ રહી છે. જો આ ફિલ્મમાં તેનું કામ લોકોને પસંદ આવે છે તો તેને બોલિવૂડમાં વધુ ફિલ્મો મળવી નક્કી છે.

મહિમા મકવાણા આજે જ્યાં છે ત્યાં પહોંચવું તેના માટે સરળ ન હતું. જ્યારે મહિમા માત્ર 5 મહિનાની હતી ત્યારે તેના પિતાનું નિધન થઈ ગયું હતું. મહિમા મકવાણાના પિતા એક કંસ્ટ્રક્શન વર્કર એટલે કે મિસ્ત્રી હતા. પિતાના આ રીતે અચાનક નિધનથી માતાએ મહિમા અને તેના મોટા ભાઈને એકલા હાથે ઉછેર્યા.

એક ઈન્ટરવ્યુ દરમિયાન મહિમા મકવાણાએ જણાવ્યું હતું કે તેનું બાળપણ ચોલમાં પસાર થયું છે. તેમણે કહ્યું હતું કે, ‘હું બાળપણમાં એક ચોલમાં રહેતી હતી. આજે મારી પાસે મારું પોતાનું ઘર છે પરંતુ આજે પણ હું ત્યાં જાવ છું કારણ કે આ બધી ચીજો મને જમીન સાથે જોડી રાખે છે. ત્યાં જઈને હું બધાને સારી રીતે મળું છું, મજા કરું છું અને મારું બાળપણ યાદ કરું છું.

મને લાગે છે કે આપણે બધાએ આપણી અંદરનું બાળપણ ગુમાવવું જોઈએ નહીં. અમે આ વાતને સ્વીકારવામાં બિલકુલ પણ શરમ નથી આવતી કે હું ચોલમાં રહી છું. મેં પણ ગરીબી જોઈ છે. પરંતુ હું ખૂબ જ ગર્વ અનુભવું છું કે મેં આ બધું મારી મહેનતથી પ્રાપ્ત કર્યું છે. એ જ રીતે હું રિયલ લાઈફમાં પણ બિલકુલ સામાન્ય છું.

મહિમા મકવાણાએ ટીવીના ઘણા હિટ શોમાં સુંદર કામ કર્યું છે. જેમાં ‘CID’, ‘સપને સુહાને લડકપન કે’, ‘મિલે જબ હમ તુમ’, ‘ઝાંસી કી રાની’, ‘દિલ કી બાતેં દિલ હી જાને’, ‘પ્યાર તુને ક્યા કિયા’, ‘રિશ્તો કા ચક્રવ્યૂહ’ અને ‘શુભારંભ’ જેવા ઘણા ટીવી શોઝ શામેલ છે. મહિમા મકવાણાએ હિટ ટીવી શો ‘ઝાંસી કી રાની’માં પણ મુખ્ય પાત્ર નિભાવ્યું હતું.