બાલિકા વધૂ ફેમ માહી વિજે સેલિબ્રેટ કર્યો પુત્રીનો બીજો વર્થડે, જુવો તેના સેલિબ્રેશનની તસવીરો

બોલિવુડ

બાલિકા વધુ ફેમ માહી વિજ અને ટીવી અભિનેતા જય ભાનુશાલીએ તાજેતરમાં તેમની પુત્રી તારાનો બીજો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. 3 ઓગસ્ટ 2019 ના રોજ જન્મેલી, તારાએ પોતાનો જન્મદિવસ મમી પાપા સાથે અલીબાગ બીચ પર સેલિબ્રેટ કર્યો. આ સેલિબ્રેશનનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ સાથે માહી અને જયે તેમની પુત્રીને જન્મદિવસની શુભેચ્છા આપતા એક સુંદર નોંટ પણ લખી હતી.

માહી વિજે પોતાની પુત્રીના જન્મદિવસના સેલિબ્રેશનની એક સુંદર તસવીર શેર કરતા લખ્યું – પ્રિય તારા, આજે તું 2 વર્ષની થઈ ગઈ છે, હું તને જણાવવા ઈચ્છું છું કે મને તારી માતા બનવા પર ગર્વ છે. સમય ક્યારે પસાર થઈ ગયો ખબર ન પડી, એવું લાગે છે કે કાલની જ વાત છે જ્યારે મે પહેલી વખત તને પોતાના ખોળામાં લીધી હતી. તમે ખૂબ જ વિનમ્ર, કોમળ અને મોટા દિલવાળા છો. તમારા આ ગુણોને જોઈને લાગે છે કે તમે એક સુંદર છોકરી અને સુંદર સ્ત્રી બનશો.

માહી આગળ લખે છે – મારી પ્રિય પરી તને પોતાની લાઈફમાં લાવવા માટે ખૂબ પ્રાર્થના કરી છે. એનઆઈસીયુમાં રહેવા અને તેની સાથે લડવાથી લઈને આજ સુધી આટલું પ્રેમાળ બાળક થવું, દરેકને આટલો પ્રેમ કરવા સુધી, તમારી માતા બનવું મારા માટે એક સુંદર અનુભવ રહ્યો છે. તમે એક મજબૂત માતાની મજબૂત પુત્રી છો. એક મહીનો તમને આ રીતે લડતા જોઈને હું પણ મજબૂત બની ગઈ. આ મુસાફરી આપણા બધા માટે મહત્વની હતી, તેનાથી અમને તમારું જીવનમાં આવવાનું મહત્વ સમજાયું.

માહીએ આગળ લખ્યું – આજે મને જ્યારે લાગે છે કે તમે ભગવાને આપેલી સૈથી મોટી ગિફ્ટ છો, તો પછી એવું પણ લાગે છે કે મેં પાછળના જન્મમાં કેટલાક ખાસ કામ કર્યા હશે જે તમે મને મળ્યા. જય અને હું તમને ખૂબ પ્રેમ કરીએ છીએ. એક વાત યાદ રાખજો, તમે ભલે ગમે તેટલા મોટા બની જાઓ, હંમેશા અમારી નાની બેબી, અમારી રાજકુમારી રહેશો. ખૂબ પ્રેમ, તમારી માતા માહી.

જય ભાનુશાલીએ પોતાની પુત્રી તારાના જન્મદિવસનો એક વીડિયો શેર કરતા લખ્યું – મારી પુત્રી તારા જન્મદિવસની ખૂબ શુભેચ્છાઓ. તમને જીવનમાં સફળતા મળે. તમે મને એક વ્યક્તિ તરીકે ખૂબ બદલાવ્યો છે. હું તમને ખુબ જ પ્રેમ કરું છું આ બે વર્ષ બે મહિના જેવા લાગે છે. ઘણાં બધા હગ્સ અને કિસ.

અલીબાગ બીચ પર પુત્રીની કેક કટ કર્યા પછી, જય અને માહીએ ઘરમાં અન્ય એક બર્થડે કટિંગ સેલિબ્રેશન પણ કર્યું. આ વીડિયો શેર કરતા જયે પુત્રી તારાને જન્મદિવસની શુભેચ્છા આપી અને ચાહકોને શુભેચ્છા આપવા બદલ આભાર કહ્યું.

નોંધનીય છે કે, જય અને માહીએ 2011 માં લગ્ન કર્યા હતા. તારાનો જન્મ લગ્નના 8 વર્ષ પછી 2019 માં થયો હતો. કપલે બે બાળકોને આંશિક રીતે દત્તક પણ લીધા છે. મતલબ કે બાળકો તેમના માતાપિતા સાથે રહે છે પરંતુ તેમના શિક્ષણ અને મૂળભૂત ખર્ચ આ કપલ ઉઠાવે છે. આ બાળકોના નામ ખુશી અને રાજવીર છે.