રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની રાહ જોઈ રહેલા ચાહકોની રાહ થોડા જ દિવસોમાં સમાપ્ત થવા જઈ રહી છે. રણબીર અને આલિયાના લગ્નને લઈને ખૂબ સમાચાર ચાલી રહ્યા છે. બુધવારથી કપલના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. 13મી એપ્રિલે મહેંદી સેરેમની કરવામાં આવી હતી અને રાત્રે સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
કહેવામાં આવી રહ્યું છે કે આલિયા અને રણબીરના લગ્ન મુંબઈના આરકે હાઉસમાં થઈ રહ્યા છે. જો કે, બંને ક્યારે સાત ફેરા લેશે તેની તારીખનો ખુલાસો હજૂ સુધી કરવામાં આવ્યો નથી. તમામ ખાસ મહેમાનો, પરિવારના સભ્યો, મિત્રો અને નજીકના લોકો આવી ચુક્યા છે. લગ્નની તમામ તૈયારીઓ પણ પૂર્ણ થઈ ચુકી છે.
આ અઠવાડિયે રણબીર અને આલિયા લગ્નના બંધનમાં બંધાશે. માનવામાં આવી રહ્યું છે કે બંનેના લગ્ન 17 એપ્રિલે થઈ શકે છે. જો કે હજુ તેના વિશે કંઈ ઓફિશિયલ રીતે કંઈ કહી શકાય નહિં. જણાવી દઈએ કે રણબીર અને આલિયાનો સંબંધ બંને પરિવારના સભ્યો એ મંજૂર કર્યો હતો.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બંને સ્ટાર કિડ્સ છે. જ્યારે રણબીર દિવંગત અભિનેતા ઋષિ કપૂર અને અભિનેત્રી નીતુ કપૂરના પુત્ર છે, તો આલિયા ભટ્ટ પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર મહેશ ભટ્ટ અને અભિનેત્રી સોની રાઝદાનની પુત્રી છે. નીતુએ ઘણી વખત આલિયા પર પ્રેમ લૂટાવ્યો છે, સાથે જ એક વખત મહેશ ભટ્ટે પણ રણબીરની ખૂબ પ્રસંશા કરી હતી.
એક ઈન્ટરવ્યુ દરમિયાન મહેશે રણબીરની પ્રસંશાના પુલ બાંધ્યા હતા. મહેશે કહ્યું હતું કે ભલે તે કપૂર પરિવારથી આવે છે, પરંતુ તેમની પાસે એક અનોખું આકર્ષણ અને ટેલેન્ટ છે જે તેનું પોતાનું છે. આલિયા ભટ્ટની જેમ તે પણ ઓરિજનલ છે. હું રણબીરને ખૂબ પ્રેમ કરું છું.
View this post on Instagram
ઈન્ટરવ્યુમાં મહેશ ભટ્ટને પૂછવામાં આવ્યું હતું કે શું તેણે ક્યારેય આલિયાને રિલેશનશિપની સલાહ આપી છે. તેનો સુંદર જવાબ આપતા, ફિલ્મ ડિરેક્ટરે કહ્યું હતું કે તેઓ તે શ્રેણીના માતાપિતામાં નથી જે પોતાના બાળકોને તેમની વ્યક્તિગત પસંદગી વિશે સલાહ આપે છે. આલિયા પુખ્ત છે અને આ એક એવી બાબત છે જેને તેણે પોતે જ હેંડલ કરવી પડશે.
પહેલી વખત ફિલ્મમાં સાથે જોવા મળશે રણબીર અને આલિયા: રણબીર અને આલિયા અત્યાર સુધીમાં કોઈ ફિલ્મમાં સાથે જોવા મળ્યા નથી. ફિલ્મ બ્રહ્માસ્ત્ર માં પહેલી વખત બંનેની જોડી જોવા મળશે. અયાન મુખર્જી ના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ સિનેમાઘરોમાં 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે.