કોઈ લક્ઝુરિયસ ઘરથી ઓછી નથી મહેશ બાબૂની વેનિટી વેન, જુવો અંદરની તસવીરો

Uncategorized

બોલિવૂડ સ્ટાર્સની લોકપ્રિયતા દેશ અને દુનિયામાં હોય છે. બોલિવૂડ સ્ટાર્સ મોંઘા અને લક્ઝુરિયસ ઘરમાં રહે છે, લક્ઝરી વાહનોમાં મુસાફરી કરે છે અને ઘણા સ્ટાર્સની પોતાની વેનિટી વાન પણ છે. આ બાબતમાં સાઉથ સિનેમાના સ્ટાર્સ પણ પાછળ નથી. સાઉથ સિનેમાના પ્રખ્યાત સ્ટાર મહેશ બાબુની પણ પોતાની વેનિટી વાન છે અને તેમાં જરૂરિયાતની દરેક ચીજો હાજર છે. ચાલો આજે અમે તમને મહેશ બાબુની વેનિટી વાનની અંદરની તસવીરો બતાવીએ.

મહેશ બાબુની વેનિટી વેન તમામ સુવિધાથી સજ્જ છે. સોશિયલ મીડિયા પર મહેશ બાબુની સુંદર અને લક્ઝરી વેનિટી વાનની ઘણી તસવીરો જોવા મળી જાય છે. તેમાં બાથરૂમ, એક ટીવી, સ્ટાઇલિશ સિટિંગ એરિયા, કિચન અને ઘણી સુવિધાઓ આપવામાં આવી છે. એકંદરે વેનિટી વાનને જોયા પછી, અન્ય વેનિટી વેનની તુલનામાં તેને સુપર ફેન્સી કહેવું ખોટું નહીં હોય. તેનાથી તમે મહેશ બાબૂની લક્ઝરી લાઈફનો અંદાજ પણ લગાવી શકો છો.

6.02 કરોડ રૂપિયા છે કિંમત: સૌથી પહેલા આ વેનિટી વેનની કિંમત વિશે વાત કરીએ. તેની કિંમત તેને ખૂબ જ ખાસ બનાવે છે. પ્રાપ્ત મીડિયા રિપોર્ટ્સ મુજબ મહેશ બાબુ પાસે જે વેનિટી વેન છે તેના માટે તેમણે 6.02 કરોડ ચૂકવ્યા છે. એવું કહેવામાં આવે છે કે તેણે આ વેનિટી વેન વર્ષ 2013 માં તે ખરીદી હતી જ્યારે તેની ફિલ્મ ‘સીતામ્મા વકીતલો સિરીમલે ચેતુ’ આવી હતી. તસવીરમાં જોવા મળતા એરિયામાં મહેશ બાબૂનો મોટાભાગનો સમય પસાર થાય છે. આ વેનિટી વેનમાં મહેશ બાબૂ અને તેના પુત્રની તસવીર પણ લાગેલી છે.

આ વેનિટી વેનમાં બે બેડરૂમ આપવામાં આવ્યા છે. બંને બેડરૂમ ખૂબ જ સુંદર અને લક્ઝરી છે. આ તસવીરમાં જોવા મળતો આ બેડરૂમ મહેશ બાબુનો આ પર્સનલ બેડરૂમ છે, જ્યારે તેમાં લાગેલો ટીવી સેટ પણ સામાન્ય નથી. એવું કહેવામાં આવે છે કે, આ સેટેલાઇટ ટેલિવિઝન છે જેના દ્વારા ઇન્ટરનેટ કોઈપણ જગ્યાએ એક્સેસ કરી શકાય છે અને કોઈપણ દેશની ચેનલો અહીં સરળતાથી જોઇ શકાય છે. આ ટીવી સેટને મહેશ બાબુના કહેવા પર ખાસ જગ્યા આપવામાં આવી છે.

મહેશ બાબૂના આ સુંદર અને લક્ઝરી વેનની સરખામણી કોઈ લક્ઝરી ઘર સાથે કરીએ તો પણ કંઈ ખોટું નથી. કારણ કે એક તો તેની કિંમત 6 કરોડ રૂપિયાથી વધુ છે અને બીજું તેમાં જરૂરી બધી ચીજો હાજર છે. આ વેનિટી વેનને મૂવિંગ હાઉસ પણ કહી શકાય. આ તસવીરમાં મહેશ બાબુની મેકઅપ ખુરશી જોવા મળી રહી છે.

મહેશ બાબુની વેનિટી વેન અંદરથી ખૂબ જ સુંદર છે, જ્યારે તે બહારથી પણ ખૂબ જ સુંદર લાગે છે. મળતી માહિતી મુજબ મહેશ બાબુએ આ વેનિટી વેનને પોતાની પસંદગી મુજબ ડિઝાઇન કરી છે અને તેને ખૂબ જ સુંદર લુક આપ્યો છે.

જણાવી દઈએ કે મહેશ બાબુ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક મોટું નામ છે. મહેશ બાબુની ગણતરી તેલુગુ સુપરસ્ટારમાં થાય છે. ફિલ્મ ‘વામશી’ થી ડેબ્યૂ કરનાર મહેશ બાબુએ અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમના ચાહકોની સંખ્યા દેશભરમાં હાજર છે. તેમને હિન્દી ફિલ્મના દર્શકો દ્વારા પણ ખૂબ પસંદ કરવામાં આવે છે.