પોતાની દમદાર એક્ટિંગ અને એટ્રેક્ટિવ લુકથી લાખો છોકરીઓનું દિલ ચોરનાર સાઉથ ફિલ્મ ઈંડસ્ટ્રીના અભિનેતા મહેશ બાબૂ આજે કોઈ ઓળખના મોહતાજ નથી. મહેશને સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ‘પ્રિન્સ ઓફ ટોલીવુડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અભિનેતાએ પોતાની એક્ટિંગ કારકિર્દી 4 વર્ષની ઉંમરે શરૂ કરી હતી. તેણે પોતાની કારકિર્દીમાં અત્યાર સુધીમાં માત્ર 36 ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાંથી તેમણે 9 ફિલ્મો બાળ કલાકાર તરીકે કરી છે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહેશ પહેલા એવા અભિનેતા છે જેમને 8 વખત પ્રખ્યાત નંદી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
એક્ટિંગની સાથે મહેશ બાબુ ફિલ્મ પ્રોડક્શનનની દુનિયામાં પણ એક્ટિવ છે. અભિનેતાનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે જેનું નામ ‘મહેશ બાબુ એન્ટરટેઈનમેન્ટ’ છે. આ ઉપરાંત અભિનેતાને કારનો પણ ઘણો શોખ છે. મહેશના કાર કલેક્શનમાં 88 લાખ રૂપિયાથી લઈને 6 કરોડ રૂપિયા સુધીની કાર શામેલ છે. ચાલો જાણીએ તેમના કાર કલેક્શન વિશે.
1. મહેશ બાબુની મર્સિડીઝ GLS 350d: આ લિસ્ટની શરૂઆત કરીએ ‘મર્સિડીઝ બેન્ઝ’ની અલ્ટ્રા-લક્ઝરી ‘SUV’ કારથી કરીએ. સામાન્ય રીતે મોટાભાગના સુપરસ્ટાર પાસે મર્સિડીઝ હોય છે, જેમાંથી એક મહેશ બાબુ પણ છે. ‘મર્સિડીઝ GLS350d’ની વાત કરીએ તો, આ ‘SUV’ માં 3.6-લિટર V6 ડીઝલ એન્જિન લાગેલું છે અને તે 9-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે સજ્જ છે. ‘SUV’ એક ઓલ-વ્હીલ ડ્રાઈવ છે અને તેને ‘Merc’ ની ‘4MATIC AWD’ સિસ્ટમ મળે છે. આ કારની કિંમત 88 લાખ રૂપિયા છે.
2. મહેશ બાબુની મર્સિડીઝ GL ક્લાસ 450: આ લિસ્ટમાં બીજું નામ ‘મર્સિડીઝ જીએલ ક્લાસ 450’ છે. તે પ્રીમિયમ ઓટોમેકરની લક્ઝરી એસયુવી છે. આ SUVની કિંમત 1 કરોડ રૂપિયા છે. એન્જિન વિશે વાત કરીએ તો, આ 4.7-લિટર ટ્વીન-ટર્બો V6 એન્જિન GL ક્લાસ 450 પાવર સાથે આવે છે અને 362hp અને 486Nm ટોર્ક જનરેટ કરે છે. આ ‘મર્સિડીઝ એસયુવી’ની લેટેસ્ટ એસયુવી છે, જે પોતાની શ્રેષ્ઠ પેસેન્જર ક્વાલિટી માટે પ્રખ્યાત છે.
3. મહેશ બાબુની BMW 7 સિરીઝ 730 Ld: મહેશ બાબુ પાસે ‘BMW 7 Series 730 Ld’ પણ છે, જે ઈંડિયન સેલિબ્રિટીઝની પહેલી પસંદ છે અને લગભગ મોટાભાગના પ્રખ્યાત સેલિબ્રિટી પાસે આ કાર છે, જેમાં શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ, સૈફ અલી ખાન, નાગાર્જુન, અનિલ કપૂર, સચિન તેંડુલકર અને સંજય દત્ત જેવા સ્ટાર્સ શામેલ છે. આ કારની વિશેષતા વિશે વાત કરીએ તો, તે 5 સીટર 2993 થી 6592 હાઇબ્રિડ, ઇલેક્ટ્રિક + પેટ્રોલ અને ડીઝલ એન્જિન સાથે આવે છે, જે 7 થી 39 kmplની માઇલેજ આપે છે. આ કારની કિંમત લગભગ 1.38 કરોડ રૂપિયા છે.
4. મહેશ બાબુની ટોયોટા લેન્ડ ક્રુઝર: મહેશ બાબુના કાર કલેક્શનમાં એક અન્ય લક્ઝરી એસયુવી ટોયોટા લેન્ડ ક્રુઝર શામેલ છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે તે ભારતમાં માત્ર અમુક સેલિબ્રિટીઓ પાસે જ છે. આ કારની ખાસિયત એ છે કે તે 7 સીટર 4461 સીસી ડીલ એન્જિન સાથે 9 થી 11 kmplની માઈલેજ આપે છે. તેની કિંમત લગભગ 1.4 કરોડ રૂપિયા છે.
5. મહેશ બાબુની રેન્જ રોવર વોગ: મહેશ બાબુની સૌથી મોંઘી અને ફેવરિટ કાર ‘રેન્જ રોવર વોગ’ છે, જે તેમની પત્ની નમ્રતા શિરોડકરે તેમના 36માં જન્મદિવસ પર ગિફ્ટ કરી હતી. આ કારની કિંમત લગભગ 1.8 કરોડ રૂપિયા છે.
6. મહેશ બાબુની ઓડી A8L: આ કાર તાજેતરમાં મહેશ બાબુએ ખરીદી છે, જે ‘ચોફર ડ્રિવેન’ કાર છે. તેનો સ્પોર્ટી લુક તેને વધુ ખાસ બનાવે છે. આ કારની કિંમત લગભગ 1.81 કરોડ રૂપિયા છે.
7. મહેશ બાબુની લેમ્બોર્ગિની ગેલાર્ડો: મહેશ બાબુ પાસે ‘લેમ્બોર્ગિની ગેલાર્ડો’ પણ છે, જેની કિંમત લગભગ 2.80 કરોડ રૂપિયા છે. આ કાર અભિનેતાના કાર કલેક્શનની સૌથી સુંદર કારમાંથી એક છે.
8. મહેશ બાબુની વેનિટી વેન: આ બધા ઉપરાંત મહેશ બાબુ પાસે પોતાની એક લક્ઝરી વેનિટી વાન પણ છે, જેની કિંમત લગભગ 6 કરોડ રૂપિયા છે અને આ વેનિટી વેન ભારતીય સેલિબ્રિટી પાસે રહેલી સૌથી મોંઘી વેનમાંથી એક છે. આ વેનનો ઉપયોગ કલાકારો શૂટિંગ દરમિયાન જ કરે છે. મહેશ બાબુના આ કાર કલેક્શનમાંથી તમને કઈ કાર સૌથી વધુ પસંદ છે? અમને કમેન્ટ કરીને જણાવો.