મહાશિવરાત્રિની રાત્રે કરી લો આ નાનું કામ, દૂર થઈ જશે દરેક સમસ્યાઓ

ધાર્મિક

દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશ તિથિ મહાશિવરાત્રિનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 1 માર્ચ, મંગળવારના રોજ આવી રહ્યો છે. મહાશિવરાત્રિનો દિવસ શિવભક્તો માટે ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે દરેક વ્યક્તિ ભગવાન શિવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. શિવજીનો અભિષેક કરવાથી લઈને વિશેષ પૂજા અને વ્રત જેવા કાર્યો કરવામાં આવે છે.

મહાશિવરાત્રિ પર થાય છે તંત્ર મંત્રના ઉપાય: કહેવાય છે કે મહાશિવરાત્રિ પર જો કોઈ ઉપાય કરવામાં આવે તો તેનું ફળ જલ્દી મળે છે. ધાર્મિક ગ્રંથોનું માનીએ તો ભગવાન શિવ તમામ ગ્રહો અને તંત્ર-મંત્ર અને જ્યોતિષના જનક છે. તેથી મહાશિવરાત્રિ પર તંત્ર-મંત્ર અને જ્યોતિષ શાસ્ત્ર સાથે જોડાયેલા ઉપાય કરવાથી લાભ જરૂર મળે છે. જો તમારા જીવનમાં કોઈ દુઃખ કે સમસ્યા છે તો તેનું કારણ તમારી કુંડળીમાં રહેલા ગ્રહ દોષ છે.

રાત્રે આ ઉપાય કરવાથી દૂર થઈ જશે સમસ્યા: જો તમે તમારી કુંડળીના ગ્રહ દોષોથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો મહાશિવરાત્રીની રાત્રે એક ખાસ ઉપાય જરૂર કરો. આ ઉપાય હેઠળ તમારે શિવ પૂજા અને નવગ્રહ પૂજા કરવી પડશે. તેના માટે તમારે મહાશિવરાત્રીના દિવસે નવગ્રહ કવચના 21 વાર પાઠ કરવા જોઈએ. તેનાથી નવગ્રહોને પ્રસન્ન કરીને ગ્રહોના દુઃખથી છુટકારો મળે છે.

મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ ભગવાન શિવની સામે આસન પાથરીને બેસો. આ દરમિયાન માત્ર પીળા, કેસરી કે લાલ રંગના જ કપડાં પહેરો. તમે જ્યાં પાઠ કરી રહ્યા છો તે જગ્યા સ્વચ્છ હોવી જોઈએ. આ પાઠ કરતા પહેલા સ્નાન કરો. સ્વચ્છ કપડાં પણ પહેરો. હવે પૂર્ણ શ્રદ્ધા સાથે નવગ્રહ કવચ મંત્રના જાપ કરો. આ મંત્રના જાપ કરવાથી નવગ્રહની કૃપા પ્રાપ્ત થશે અને તમારા ગ્રહ દોષોની પીડા દૂર થશે.

નવગ્રહ કવચ પાઠ: “ૐ શિરો મે પાતુ માર્તંડ: કપાલં રોહિણીપતિ:। મુખમંગારક: પાતુ કણ્ન્ઠ ચ શશિનંદન:॥ બુદ્ધિમ જીવ: સદા પાતુ હૃદયં ભૃગુનંદન:। જઠરં ચ શનિ: પાતુ જીહ્યાં મે દિતિનંદન:॥ પાદૌ કેતુ સદા પાતુ વરાઃ સર્વાગમેવ ચ । તિથયૌષ્ટૌ દિશઃ પાતુ નક્ષત્રાણિ વપુઃ સદા॥ અંસૌ રાશિ સદા પાતુ યોગશ્ચ સ્થૈર્યમેવ ચ । સુચિરાયુઃ સુખી પુત્રી યુદ્ધે ચ વિજયી ભવેત્॥ રોગાત્પ્રમુચ્યતે રોગી બન્ધો મુચ્યેત બન્ધનાત્ । શ્રીયં ચ લભતે નિત્યં રિષ્ટસ્તસ્ય ન જાયતે॥ પઠાનાત્ કવચસ્યાસ્ય સર્વપાપત્ પ્રમુચ્યતે । મૃતવત્સા ચ યા નારી કાકવન્ધ્યા ચ યા ભવેત્॥ જીવવત્સા પુત્રવતી ભવત્યેવ સંશય:। એતાં રક્ષાં પઠેદ યસ્તુ અંગ સ્પૃષ્ટવાપિ વા પઠેત્॥ ॥ઇતિ શ્રી નવગ્રહ કવચં સંપૂર્ણમ્॥