મહાભારતમાં ‘મેં સમય હૂં….’ માં આ વ્યક્તિ એ આપ્યો હતો પોતાનો દમદાર અવાજ, મળો અવાજના અસલી હીરોને

બોલિવુડ

‘મેં સમય હૂં….’ મહાભારત નો આ લોકપ્રિય ડાયલોગ તમે દરેકે જરૂર સાંભળ્યો હશે. ‘મહાભારત’ સીરિયલ 90ના દાયકામાં દૂરદર્શન પર પ્રસારિત થતી હતી. તે સમયે તે સૌથી લોકપ્રિય સિરિયલ હતી. કોરોના સમયગાળા દરમિયાન લોકડાઉન દરમિયાન આ શો ફરીથી પ્રસારિત કરવામાં આવ્યો હતો. ત્યારે પણ લોકો તેને ખૂબ રસથી જોતા હતા.

‘મહાભારત’નો જ્યારે પણ નવો એપિસોડ આવતો હતો ત્યારે શરૂઆતમાં ‘મૈં સમય હું…’થી એક સંવાદ શરૂ થતો હતો. આ મહાભારતના સુત્રધાર તરીકે દેખાતા હતા જે સ્ટોરીને આગળ વધારતા હતા. તેમનો અવાજ દરેકને પસંદ આવતો હતો. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ દમદાર અવાજ પાછળ કોણ છે? ચાલો જાણીએ.

આ વ્યક્તિ એ બોલ્યો હતો ‘મૈં સમય હું…’ નો પ્રખ્યાત ડાયલોગ: ‘મહાભારત’નો ‘મૈં સમય હું…’ ડાયલોગ બોલનાર વ્યક્તિ પ્રખ્યાત વાઇસ ઓવર આર્ટિસ્ટ હરીશ ભીમાની છે. હરીશ પોતાની કારકિર્દીમાં 22 હજારથી વધુ રેકોર્ડિંગ કરી ચુક્યા છે. તેમાં તેમને સૌથી વધુ લોકપ્રિયતા ‘મહાભારત’ના સૂત્રધાર ‘સમય’થી મળી. તેમને સમયના વાઇસ ઓવર આર્ટિસ્ટનું કામ કેવી રીતે મળ્યું, તેનો ખુલાસો તેમણે એક ઈંટરવ્યૂમાં કર્યો હતો.

હરીશે જણાવ્યું હતું કે “કાસ્ટિંગ ડાયરેક્ટર ગૂફી પેન્ટલ એ મને ફોન કર્યો હતો. તેમણે કહ્યું કે બીઆરના મુખ્ય સ્ટુડિયો આવી જાઓ. કંઈક રેકોર્ડ કરવું છે. મેં તેમને પૂછ્યું કે શું રેકોર્ડ છે, તો તેમણે બસ આવી જાઓ કહીને ફોન કટ કરી દીધો. પછી જ્યારે હું ત્યાં ગયો ત્યારે મને મારા હાથમાં એક કાગળ લઈને તેને વાંચવાનું કહેવામાં આવ્યું. મેં તે વાંચ્યું, પરંતુ ત્યાં હાજર લોકો તેનાથી સંતુષ્ટ ન થયા.”

પહેલી વખતમાં થઈ ગયા હતા રિજેક્ટ, પરંતુ પછી: હરીશે આગળ કહ્યું, “તેમણે મને કહ્યું કે આ તો ડોક્યુમેન્ટરી જેવું લાગી રહ્યું છે. પછી મેં કહ્યું કે તો આ બીજું શું છે? પછી તેમણે મને બધું સમજાવ્યું. મેં ફરીથી વાંચ્યું પરંતુ તેમને પસંદ ન આવ્યું. મને પછી જવાનું હેવામાં આવ્યું. બે-ત્રણ દિવસ પછી મને ફરીથી બોલાવ્યો. મારા ફરીથી 7-8 વૉઇસ ટેસ્ટ લીધા. જોકે તેને આ વખતે મારું કામ પસંદ આવ્યું નહીં.”

હરીશે આગળ કહ્યું, “પછી મેં તેમને સલાહ આપી કે તમે બધા મને મારો અવાજ બદલવા માટે કહી રહ્યા છો. પરંતુ તેનાથી તેની ગંભીરતા સમાપ્ત થઈ જશે. તમે મને મારી રીતે કરવા દો. પછી હરીશે પોતાની સ્ટાઈલમાં કહ્યું કે મેં સમય હું. બસ આ બધાને પસંદ આવી ગયું અને આ ડાયલોગ પ્રખ્યાત થઈ ગયો.”