માધવન પણ થયા ‘ધ કશ્મીર ફાઈલ્સ’ ના ફેન, ફિલ્મની કમાણીના આંકડા શેર કરીને કહી આ વાત…

બોલિવુડ

માત્ર 6 દિવસમાં 80 કરોડની કમાણી કરીને અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તી જેવા દિગ્ગજોની ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ ખૂબ જ મોટી બ્લોકબસ્ટર ફિલ્મ બનવા જઈ રહી છે. ફિલ્મ એ પહેલા દિવસે માત્ર સાડા ત્રણ કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને ત્યાર પછી 6 દિવસમાં કુલ 80 કરોડનો બિઝનેસ કરીને આ ફિલ્મ એ દેશભરમાં ધૂમ મચાવી દીધી છે.

ફિલ્મની કમાણી અને તેની સફળતાનો પડઘો દેશભરમાં સાંભળવા મળી રહ્યો છે. અત્યાર સુધી ફિલ્મ રિલીઝ થયાને માત્ર એક અઠવાડિયું થયું છે. આગળ આ ફિલ્મ અન્ય ઘણા નવા રેકોર્ડ બનાવવા જઈ રહી છે. ઘણા બોલિવૂડ સેલેબ્સે આ ફિલ્મની ખૂબ પ્રસંશા કરી છે. અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, રિતેશ દેશમુખ, કંગના રનૌત, પરેશ રાવલ, આમિર ખાન જેવા સ્ટાર્સ ફિલ્મની પ્રસંશાના પુલ બાંધી ચુક્યા છે.

હવે પ્રખ્યાત અભિનેતા આર માધવને પણ ફિલ્મની ખૂબ પ્રસંશા કરી છે. આર માધવને ફિલ્મની કમાણીના આંકડા શેર કર્યા છે અને તેમણે સાથે જ લખ્યું છે કે તે તેના પર વિશ્વાસ આવી રહ્યો નથી. આર માધવનને ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ દરેકની જેમ ખૂબ પસંદ આવી છે.

તાજેતરમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી માધવને ફિલ્મની પ્રશંસા કરી છે. આ સાથે જ તેમણે ફિલ્મની કમાણીના ચોંકાવનારા આંકડા પણ રજૂ કર્યા છે. માધવને પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, “આ અવિશ્વાસનીય અને અભૂતપૂર્વ છે… ખૂબ જ ઈર્ષ્યાળુ અને સાથે જ ટીમ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ માટે ખૂબ જ ગર્વ અને ખુશી”.

સુનીલ શેટ્ટીએ કહ્યું- સુપર: સાથે જ અભિનેતા સુનીલ શેટ્ટીએ, ફિલ્મ જોયા પછી ટ્વિટર પર રિએક્શન આપતા લખ્યું છે કે, “કન્ટેન્ટ માત્ર રાજા નથી, પરંતુ આ એક સામ્રાજ્ય છે. ધ કશ્મીર ફાઇલ્સમાં શ્રેષ્ઠ વર્ણન અને પ્રદર્શન છે. આ સાબિતી છે કે સારી ફિલ્મો કામ કરે છે. જો કોઈ મોટી સ્ક્રીન દ્વારા દુઃખ અનુભવી શકાય છે, તો મેર્ક્સને સંપૂર્ણ માર્ક્સ જાય છે. સુપર”

આ ફિલ્મને દેશની ઘણી રાજ્ય સરકારોનું પણ સમર્થન મળ્યું છે. આ ફિલ્મને ઘણા રાજ્યોમાં ‘ટેક્સ ફ્રી’ બનાવવામાં આવી છે. તેમાં હરિયાણા, કર્ણાટક, ગોવા, મધ્યપ્રદેશ સહિત 6 રાજ્યો શામેલ છે.

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની અત્યાર સુધીની કમાણી: આ ફિલ્મનું નિર્દેશન વિવેક રંજન અગ્નિહોત્રીએ કર્યું છે. ફિલ્મ માત્ર 14 કરોડ રૂપિયામાં બની છે અને 6 દિવસમાં 80 કરોડ રૂપિયાની કમાણી કરી ચુકી છે. 11 માર્ચે પહેલા દિવસે 3.5 કરોડની કમાણી કર્યા પછી બીજા દિવસે 8.50 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 15.10 કરોડ રૂપિયા, ચોથા દિવસે 15.05 કરોડ રૂપિયા, મંગળવારે 18 કરોડ રૂપિયા અને બુધવારે તાબડતોડ 19 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી.