માધુરી દીક્ષિતની માતાનું થયું અવસાન, આજે મુંબઈમાં થશે અંતિમ સંસ્કાર

બોલિવુડ

માધુરી દીક્ષિતની માતાનું આજે એટલે કે 12 માર્ચ 2023ના રોજ સવારે 8:40 વાગ્યે અવસાન થયું હતું. અભિનેત્રીની માતાની ઉંમર 91 વર્ષ હતી. મુંબઈના વર્લીમાં આજે બપોરે 3 કે 4 વાગ્યે તેમની માતાના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. માધુરી દીક્ષિત પોતાની માતાની ખૂબ નજીક હતી. આવી સ્થિતિમાં, તે પોતાની માતાના જવાથી ખૂબ જ દુઃખી છે. જેના કારણે માધુરી અને તેનો પરિવાર ઉંડા આઘાતમાં છે.

અભિનેત્રી અવારનવાર પોતાની માતા સાથે પોતાની તસવીરો શેર કરતી રહેતી હતી અને તેના પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કરતી હતી. તાજેતરમાં, જૂનમાં જ તેણે તેની માતાની કેટલીક તસવીરો શેર કરી હતી અને તેને તેના 90માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

સોશિયલ મીડિયા પર માધુરી પોતાની માતાની ઘણી તસવીરો શેર કરતી જોવા મળી છે. તસવીરોની સાથે તે તેના માટે હૃદય સ્પર્શી કેપ્શન લખવાનું પણ ભૂલતી નથી અને દરેક ખાસ પ્રસંગ પર તેને શુભેચ્છાઓ આપવાનું પણ ભૂલતી નથી. માતા-પુત્રીના બોન્ડ પર માધુરી અવારનવાર લખતા પણ જોવા મળી છે. તાજેતરમાં, તેણે પોતાની માતા માટે એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે પોતાની માતાને પોતાની શ્રેષ્ઠ મિત્ર જણાવી હતી.

માતા સાથે છેલ્લો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો માધુરી એ: માધુરી દીક્ષિતે ગયા વર્ષે જૂનમાં પોતાની માતાનો 90મો જન્મદિવસ સ્સેલિબ્રેટ કર્યો હતો અને તેની માતાના જન્મદિવસના સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પોતાની માતા સાથેની યાદોને શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું હતું, “હેપ્પી બર્થડે આઈ! કહેવાય છે કે માતા એક પુત્રીની સૌથી સારી મિત્ર હોય છે. તેઓ ખરેખર સાચું કહે છે. તમે મારા માટે જે કંઈ કર્યું છે, તમે મને જે પાઠ શીખવ્યો છે તે તમે મને આપેલી સૌથી મોટી ભેટ છે. હું તમારા માટે માત્ર સારા સ્વાસ્થ્ય અને ખુશી માટે પ્રાર્થના કરું છું.

માધુરી દીક્ષિતની માતાએ તેને ખૂબ સાથ આપ્યો હતો. ફિલ્મનું શૂટિંગ હોય કે પછી કોઈ પણ ઈવેન્ટ હોય, તેની માતા હંમેશા માધુરીની સાથે રહેતી હતી.

અભિનેત્રી ઘણી વખત કહી ચુકી છે કે સ્ટાર હોવા છતાં, એક સામાન્ય જીવન જીવવામાં તેમની માતાનો મોટો હાથ છે. તેમની માતાએ તેને હંમેશા જમીન પર રહેવાનું શીખવ્યું છે.