54 વર્ષની ઉંમરમાં માધુરી દીક્ષિત એ પહેર્યો ઑફ શોલ્ડર ડ્રેસ, જોઈને ચાહકો થઈ ગયા લટ્ટૂ, જુવો તેની આ તસવીરો

બોલિવુડ

બોલિવૂડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતે ફિલ્મોમાં લોકોના દિલ ધડકાવ્યા પછી હવે OTT પર પણ ડેબ્યૂ કર્યું છે. તેમની વેબ સિરીઝ ધ ફેમ ગેમ 25 ફેબ્રુઆરીના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી. આ સિરીઝમાં તેણે સુપરસ્ટાર અનામિકાની ભૂમિકા નિભવી છે. ધર્માટિક એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રોડ્યૂસ કરેલી આ સીરીઝનું પહેલા નામ ફાઈન્ડિંગ અનામિકા હતું, પરંતુ પછી તેને બદલીને ધ ફેમ ગેમ રાખવામાં આવ્યું.

વેબ સિરીઝની સ્ક્રીનિંગમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી માધુરી: 24 ફેબ્રુઆરીની રાત્રે આ સીરિઝનું સ્ક્રીનિંગ હતું જેમાં માધુરી સહિત ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. આ દરમિયાન માધુરી પોતાના પતિ ડૉ. શ્રીરામ નેને સાથે આવી હતી. તેણે બ્લેક કલરનો ઓફ શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. માધુરીનો આ લૂક જોઈને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. માધુરી સ્ક્રીનિંગમાં ખૂબ જ સ્માઈલ કરતા જોવા મળી હતી.

માધુરી એ આ દરમિયાન પતિ ઉપરાંત ડિરેક્ટર કબીર ખાન અને મિની માથુર સાથે પણ પોઝ આપ્યા. સાથે જ કેમેરામેન પણ માધુરીની સ્ટાઈલથી પ્રભાવિત થઈને ધડાધડ તસવીરો ક્લિક કરતા ગયા. માધુરી લાંબા સમયથી ફિલ્મોથી દુર હતી. તે છેલ્લે કરણ જોહરની ફિલ્મ કલંકમાં જોવા મળી હતી. જોકે આ ફિલ્મ પણ ફ્લોપ રહી હતી. આવી સ્થિતિમાં તેને આશા છે કે તેની આ વેબ સિરીઝ જરૂર સફળ થશે.

માધુરી ઉપરાંત આ સ્ટાર્સે પણ થયા શામેલ: નેટફ્લિક્સ વેબ સીરિઝ ધ ફેમ ગેમની સ્ક્રીનિંગમાં માધુરી ઉપરાંત બોલિવૂડની અન્ય ઘણી હસ્તીઓ પણ જોવા મળી હતી. તેમાં અભિનેતા સચિન પિલગાંવકર પણ શામેલ છે. તે ઈવેન્ટમાં પુત્રી શ્રિયા પિલગાંવકર સાથે જોવા મળ્યા હતા. શ્રિયાએ ચમકતું ગાઉન પહેર્યું હતું.

બોલિવૂડના પ્રખ્યાત ડાયરેક્ટર કબીર ખાન પણ પોતાની પત્ની મિની માથુર સાથે માધુરી દીક્ષિતની વેબ સિરીઝ જોવા આવ્યા હતા. આ દરમિયાન તેમણે કેમેરા સામે ઘણા પોઝ આપ્યા હતા.

માધુરી ઉપરાંત, આ વેબ સિરીઝમાં માન કૌલ અને સંજય કપૂર પણ છે, આ બંને કલાકારો પણ સજીધજીની સ્ક્રીનિંગમાં આવ્યા હતા.

સંજય કપૂરનો આખો પરિવાર તેની વેબ સિરીઝ જોવા માટે આવ્યો હતો. જેમાં તેમની પત્ની મહિપ કપૂર, પુત્ર જહાન કપૂર અને પુત્રી શનાયા કપૂર શામેલ છે.

આ વેબ સિરીઝની સ્ક્રીનિંગમાં પ્રખ્યાત અભિનેત્રી શ્રુતિ સેઠ પણ આવી હતી. આ ઉપરાંત કેટરીના કૈફની બહેન ઈસાબેલ કૈફ અને દેવર સની કૌશલ પણ જોવા મળ્યા. દરેકે કેમેરા સામે એકથી એક ચઢિયાતા પોઝ આપ્યા.