પહેલી ડેટ પર પતિની આ પ્રવૃત્તિથી ડરી ગઈ હતી માધુરી દીક્ષિત, કહ્યું- મારું મગજ ફરી ગયું હતું…

બોલિવુડ

બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત અને શ્રીરામ નેને હંમેશા ઈન્ડસ્ટ્રીની પાવર કપલ તરીકે ઓળખાય છે. કરોડો લોકોના દિલ પર રાજ કરનાર માધુરી દીક્ષિતના દિલ પર જો કોઈ રાજ કરે છે તો તે છે ડૉ. શ્રીરામ નેને. માધુરીની કારકિર્દી પીક પર હતી ત્યારે તેણે વર્ષ 1999માં ડૉ. શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા અને અમેરિકા ચાલી ગઈ.

તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ડોક્ટર નેને સાથે માધુરી દીક્ષિતની પહેલી ડેટ ખૂબ જ અલગ હતી, જેણે માધુરી દીક્ષિતને સંપૂર્ણરીતે હચમચાવી દીધી હતી અને આ વાતનો ખુલાસો માધુરી દીક્ષિતે પોતે એક શો દરમિયાન કર્યો હતો. તો ચાલો તમને જણાવીએ પૂરા કિસ્સા વિશે.

ખરેખર, વર્ષો પહેલા માધુરી દીક્ષિત સિમી ગરેવાલના ટોક શોમાં જોવા મળી હતી. આ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તે ડૉ. શ્રીરામ નેને સાથે પોતાની પહેલી ડેટ પર તેને કેટલો ડર લાગ્યો હતો. માધુરીએ જણાવ્યું હતું કે, “જ્યારે અમે પહેલીવાર મળ્યા ત્યારે તેમણે (શ્રીરામ નેને) કહ્યું હતું, ચાલો માઉન્ટેન બાઈકિંગ પર જઈએ.’

હું સાચું કહું તો, હું છેલ્લા 20 વર્ષથી સાયકલ પર નથી બેઠી. જોકે, મને પસંદ છે, મેં કહ્યું, ‘ઠીક છે, ચાલો.’ જેવી માતાને આ વાતની જાણ થઈ, તો માતા એ કહ્યું, ‘તને શું થઈ ગયું છે? શું તુ જાણે છે કે તેમાં શું કરવામાં આવે છે?’ ત્યાર પછી હું તેમની સાથે ચાલી ગઈ. જ્યારે હું ત્યાં પહોંચી, તો જાણ્યું કે માઉંટેન બાઈકિંગ શું હોય છે?’ માધુરીએ આગળ જણાવ્યું કે, ‘હું ખૂબ જ ડરી ગઈ હતી અને મને ખબર ન હતી કે, શું કરવાનું છે? પરંતુ છતાં પણ, મેં માઉન્ટેન બાઇકિંગ કર્યું હતું. તેમણે (શ્રીરામ નેને) કહ્યું હતું કે, હું ઢોળાવ પરથી નીચે આવ્યો હતો જેની મેં ક્યારેય કલ્પના પણ કરી ન હતી. હું ખરેખર ડરી ગયો હતો.’

માધુરીએ જણાવ્યું હતું કે, ‘થોડા સમય પછી, મારે તેમને જણાવવું પડ્યું મને વિશ્વાસ આવી રહ્યો નથી કે મેં માઉન્ટેન બાઈકિંગ કર્યું છે. પછી તેમણે પૂછ્યું, ‘તમે પહેલાં આવું ક્યારેય નથી કર્યું?’ મેં કહ્યું, ‘ના’. તેમણે કહ્યું, તમે બહાદુર છો.

એક્ટિંગ છોડીને યુએસમાં રહેવા લાગી હતી માધુરી: જણાવી દઈએ કે માધુરી દીક્ષિત અને શ્રીરામ નેનેના લગ્ન 1999માં થયા હતા. શ્રીરામ વ્યવસાયે ડૉક્ટર છે અને યુએસમાં રહેતા હતા. લગ્ન પછી માધુરીએ પણ એક્ટિંગ છોડી દીધી અને યુએસમાં રહેવા લાગી હતી. જોકે, હવે માધુરી અને શ્રીરામ તેમના બાળકો સાથે ભારતમાં સેટલ થઈ ગયા છે. માધુરીએ વર્ષ 2007માં ફિલ્મ ‘આજા નચલે’થી બોલિવૂડમાં કમબેક કર્યું હતું. ત્યાર પછી તે ‘ગુલાબ ગેંગ’, ‘યે જવાની હૈ દીવાની’, ‘કલંક’ અને ‘ટોટલ ધમાલ’ જેવી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે.