18 વર્ષનો થયો માધુરીનો પુત્ર, 18 મા જન્મદિવસ પર અભિનેત્રીએ કંઈક આ સ્ટાઈલમાં આપ્યા અભિનંદન

બોલિવુડ

બાળકો ક્યારે મોટા થઈ જાય છે તેની ખબર નથી પડતી. ખાસ કરીને જ્યારે તમારો પુત્ર અથવા પુત્રી 18 વર્ષના થાય છે, ત્યારે તમને અહેસાસ થાય છે કે કેટલો સમય પસાર થઈ ગયો છે. હવે તેની નવી જિંદગી શરૂ થવા જઈ રહી છે. બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત પણ આજકાલ આ ફિલિંગમાંથી પસાર થઈ રહી છે. માધુરીએ 1999 માં ડૉક્ટર શ્રીરામ માધવ નૈને સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી તેને બે સંતાન અરીન અને રિયાન છે.

માધુરીનો નાનો પુત્ર રિયાન 7 માર્ચે 16 વર્ષનો થયો હતો. તેના જન્મદિવસ પર માધુરીએ સોશિયલ મીડિયા પર પુત્રની તસવીર શેર કરીને અભિનંદન પાઠવ્યા હતા. હવે 17 માર્ચે માધુરીનો મોટો પુત્ર અરિન 18 વર્ષનો થઈ ગયો છે.

આ પ્રસંગે માધુરી ઈમોશનલ થઈ ગઈ અને મોટા પુત્રને એક લાંબી નોટ લખીને અભિનંદન આપ્યા. માધુરીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પુત્ર સાથે બે તસવીરો શેર કરી છે. પહેલી તસવીરમાં અરિન ખૂબ જ નાનો છે અને મમ્મીના ખોળામાં બેઠેલો છે.

નાનો અરિન ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે. તે તેના હાથની આંગળી મોં માં લઈ રહ્યો છે. આ સાથે જ માધુરી પણ ખૂબ ખુશ જોવા મળી રહી છે. બીજી તસવીર 18 વર્ષ પછીની છે. તેમાં અરિન મોટો થઈ ચુક્યો છે. તે તે જ સ્માઈલ સાથે મમ્મી માધુરી સાથે તસવીર માટે પોઝ આપી રહ્યો છે. ચાહકોને આ તસવીરો ખૂબ પસંદ આવી રહી છે.

આ પોસ્ટની સાથે માધુરીએ કેપ્શનમાં લખ્યું છે કે – મારું બાળક આજે એડલ્ટ થઈ ગયું છે. 18 મા જન્મદિવસની શુભેચ્છા અરિન. યાદ રાખજે કે સ્વતંત્રતાની સાથે જવાબદારીઓ પણ આવે છે. આજથી આ દુનિયા તારી છે, આનંદ કરો, સુરક્ષિત રહો અને ચમકતા રહો. તને જે પણ તક મળે તેનો પૂરો લાભ લો. તમારા જીવનને સારી રીતે જીવો હું આશા રાખું છું કે તારી આ સફર ક્યારેય ભૂલાઈ ન શકાય તેવા રોમાંચથી ભરેલી રહે. ઘણો પ્રેમ.

માધુરીની આ પોસ્ટ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. સામાન્ય લોકોની સાથે મોટા મોટા સેલિબ્રિટીઝ પણ તેના પર કમેંટ કરી રહ્યા છે. અનિલ કપૂરે આ પોસ્ટ પર હાર્ટ વાળું ઈમોઝી બનાવીને અભિનંદન આપ્યા છે. તો અભિનેતા રિતેશ દેશમુખે લખ્યું – જન્મદિવસની શુભેચ્છા યંગ મેન. તમને ખૂબ પ્રેમ. જણાવી દઈએ કે માધુરીની આ પોસ્ટને અત્યાર સુધીમાં આઠ લાખથી વધુ લાઈક્સ મળી ચુકી છે.

Leave a Reply

Your email address will not be published.