પતિ શ્રીરામના જન્મદિવસ પર માધુરીએ બતાવી જીવનની એક ન જોઈ હોય તેવી ઝલક, શેર કર્યો આ સીક્રેટ વીડિયો, જુવો તે વીડિયો

બોલિવુડ

અદ્ભુત ડાન્સ, એક્ટિંગ, સુંદરતા અને મનમોહક સ્ટાઈલથી ચાહકોના દિલ પર રાજ કરનાર બોલિવૂડની ધક-ધક ગર્લ એટલે કે પ્રખ્યાત અભિનેત્રી માધુરી દીક્ષિતના જલવા આજે પણ અકબંધ છે. આજે પણ માધુરી દીક્ષિત બોલિવૂડની દુનિયામાં એક્ટિવ છે અને પોતાના દર્શકોનું મનોરંજન કરી રહી છે.

જણાવી દઈએ કે, માધુરી દીક્ષિતે પોતાની કારકિર્દીમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, અનિલ કપૂર, વિનોદ ખન્ના અને ગોવિંદા જેવા મોટા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું છે અને હિન્દી સિનેમામાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. ફિલ્મી દુનિયામાં નામ કમાવ્યા પછી માધુરી દીક્ષિતે ડૉ.શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા. લગ્ન પછી માધુરીના ઘરે બે પુત્રોનો જન્મ થયો, જેમના નામ અહાન અને વિહાન છે.

જણાવી દઈએ કે માધુરી દીક્ષિત સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં માધુરી દીક્ષિતે પોતાના પતિ શ્રીરામ નેનેનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો, જેની કેટલીક તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ ઉપરાંત માધુરી દીક્ષિતે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તેમણે લગ્નથી લઈને અત્યાર સુધીની કેટલીક સુંદર તસવીરો દ્વારા પોતાના જીવનની યાદોને શેર કરી છે.

આ વીડિયોને શેર કરતા માધુરીએ લખ્યું કે, “મારા પતિ, મારા મિત્ર, મારી તાકાત, મારું દિલ અને દુનિયાના સૌથી સારા પિતા પણ છે. જન્મદિવસ ની શુભકામના.” જણાવી દઈએ કે, માધુરી દીક્ષિત દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોને ઘણા લોકો જોઈ ચુક્યા છે અને પસંદ કરી ચુક્યા છે. સાથે જ ચાહકો માધુરી દીક્ષિતના આ વીડિયો પર સતત કમેંટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene) 

માધુરી દીક્ષિત અને શ્રી રામ નેનેના લગ્નને લગભગ 22 વર્ષ થઈ ગયા છે અને આજે પણ તેમની વચ્ચે ન્યૂ મેરિડ કપલ જેવો પ્રેમ જોવા મળે છે. લગ્ન પછીથી અત્યાર સુધી માધુરી દીક્ષિત અને શ્રીરામ નેને વચ્ચે ક્યારેય પણ અલગાવના કોઈ સમાચાર સામે આવ્યા નથી. આ જોડી જ્યારે પણ એકસાથે જોવા મળે છે તો ખૂબ જ સુંદર લાગે છે.

જણાવી દઈએ કે, માધુરી દીક્ષિતે વર્ષ 1999માં ડૉક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા અને અમેરિકા શિફ્ટ થઈ ગઈ. આ દરમિયાન તેમણે પોતાના બંને બાળકોનો ઉછેર કર્યો અને ફરી એકવાર વર્ષ 2007માં ફિલ્મ ‘આજા નચલે’થી બોલિવૂડની દુનિયામાં કમબેક કર્યું. માધુરી દીક્ષિત પહેલી વખત ફિલ્મ ‘અબોધ’માં જોવા મળી હતી. તેની પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી, પરંતુ ત્યાર પછી તેમણે ફિલ્મ ‘તેઝાબ’માં કામ કર્યું અને તે રાતોરાત સુપરસ્ટાર બની ગઈ.

માધુરીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે ડિજિટલ ડેબ્યૂ કરવા માટે પણ તૈયાર છે. ટૂંક સમયમાં તે વેબ સિરીઝ ‘ધ ફેમ ગેમ’માં જોવા મળવાની છે. આ વેબ સિરીઝનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. રિપોર્ટ્સનું માનીએ તો આ સિરીઝમાં માધુરી દીક્ષિત અનામિકા આનંદના પાત્રમાં જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે માધુરી દીક્ષિતની આ વેબ સિરીઝ 25 ફેબ્રુઆરીના રોજ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે.