પતિ સાથે ભાડાના આ ઘરમાં શિફ્ટ થઈ માધુરી દીક્ષિત, દર મહિને ભાડા તરીકે ચુકવશે આટલા રૂપિયા, જુવો તેના આ ઘરની એક ઝલક

બોલિવુડ

બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત તાજેતરમાં જ મુંબઈમાં નવા ઘરમાં શિફ્ટ થઈ છે. જોકે, આ ઘર માધુરી દીક્ષિતનું નથી, પરંતુ તેણે તેને ભાડા પર લીધું છે. આ ભાડાના ઘરમાં તમામ પ્રકારની લક્ઝરી સુવિધાઓ પણ છે. એક ન્યૂઝ પોર્ટલના રિપોર્ટ્સનું માનીએ તો માધુરી દીક્ષિત પતિ સાથે 29માં માળે રહેશે. સાડા ​​પાંચ હજાર ચોરસ ફૂટમાં બનેલા આ ઘરને માધુરી દીક્ષિતે ખૂબ જ સુંદર રીતે સજાવ્યું છે. અપૂર્વા શ્રોફે તેને ડિઝાઇન કર્યું છે.

શોર્ટ નોટિસ પર ડિઝાઈન થયું ઘર: પિંકવિલા સાથેની વાતચીતમાં અપૂર્વા શ્રોફે જણાવ્યું કે માધુરી દીક્ષિત અને તેના પતિ ખૂબ જ ડાઉન ટુ અર્થ છે. તેમની જેટલી પણ ઘરને લઈને ડિમાંડ્સ હતી, તે ખૂબ જ પ્રેક્ટિકલ હતી. જો કે અપૂર્વાને ઘર ડિઝાઇન કરવા માટે માધુરી દીક્ષિત તરફથી વધુ સમય આપવામાં આવ્યો ન હતો. જેટલો પણ માધુરી દીક્ષિત અને તેના પતિ એ અપૂર્વાને ઘરને લઈને બ્રીફ આપ્યો, તે ખૂબ ઉતાવળમાં આપવામાં આવ્યો. ત્યાર પછી ઘરને ઝડપથી અપૂર્વા એ ડિઝાઈન પણ કર્યું.

હાઈ રાઈઝ બિલ્ડિંગમાં રહેશે માધુરી: અપૂર્વાએ જણાવ્યું કે કપલ 29માં માળે શિફ્ટ થઈ છે. વર્લી હાઈ રાઈઝ બિલ્ડીંગ ખૂબ ઊંચી છે. ઘરમાં દરેક જગ્યાએથી પ્રકાશ આવે છે. અપૂર્વાએ જણાવ્યું કે માધુરી દીક્ષિત અને તેના પતિને ન્યૂડ કલર્સ ખૂબ જ પસંદ છે. આવી સ્થિતિમાં તેમના માટે કપલને અન્ય રંગોથી પરિચિત કરવા ખૂબ મુશ્કેલ રહ્યું. જો કે, માધુરી દીક્ષિતે ઘણા રંગોને ઘરમાં જગ્યા આપી અને એક નવું ઈંટીરિયર ડિઝાઈન કરાવ્યું.

લાખોમાં છે મહિનાનું ભાડું: મુંબઈમાં આ સી વ્યૂ એપાર્ટમેન્ટના જો ભાડાની વાત કરીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને 12 લાખ રૂપિયા પ્રતિ મહિના ભાડા પર આપવામાં આવ્યું છે.

OTT પર હિટ બની માધુરી: નોંધપાત્ર છે કે માધુરી દીક્ષિત તાજેતરમાં OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘ધ ફેમ ગેમ’માં જોવા મળી હતી. તેની સાથે સંજય કપૂર અને માનવ કૌલ પણ મુખ્ય ભૂમિકામાં હતા. ચાહકો દ્વારા આ વેબ સિરીઝ ખૂબ પસંદ કરવામાં આવી. પોઝિટિવ રિસ્પોંસ પણ મળ્યો. ટીકાકારો દ્વારા પણ તેની પ્રશંસા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે માધુરી દીક્ષિતનું આ ડિજિટલ ડેબ્યુ હતું, જેમાં તે દર્શકોની વચ્ચે સફળ થઈ.