મુંબઈમાં ભાડાના મકાનમાં રહે છે માધુરી દીક્ષિત, ભાડું જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

બોલિવુડ

બોલિવૂડની લક્ઝરી લાઈફ વિશે કોણ નથી જાણતું! અવારનવાર અભિનેતા પોતાની ઘડિયાળો, લક્ઝરી કાર, બંગલા, એપાર્ટમેન્ટ અને ફેશનના કારણે ચર્ચામાં રહે છે. મુંબઈના ઝગમગાટવાળા શહેરમાં કોઈ પણ કલાકાર પોતાને આ ચમક ધમકથી દૂર રાખી શકતા નથી. તાજેતરમાં જ માધુરી દીક્ષિતે એક એપાર્ટમેન્ટ 3 વર્ષ માટે લીઝ પર લીધું છે ત્યાર પછી તે ચર્ચામાં આવી ગઈ અને ચર્ચાનું કારણ બન્યું તેના એપાર્ટમેંટનું ભાડું. તાજેતરમાં એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે માધુરી દીક્ષિત પોતાના એપાર્ટમેન્ટના ભાડા તરીકે દર મહિને 12.5 લાખ રૂપિયા ચૂકવે છે.

શા માટે ચર્ચામાં છે માધુરી દીક્ષિતનો એપાર્ટમેંટ: માધુરી દીક્ષિત મુંબઈના વર્લી વિસ્તારમાં રહે છે. સી ફેસિંગ એપાર્ટમેન્ટના 29મા માળે છે માધુરીનું ઘર. ખરેખર તાજેતરમાં જ માધુરીના એપાર્ટમેન્ટના ભાડાનો ખુલાસો થયો હતો, ત્યાર પછી માધુરી દીક્ષિત અને તેનો એપાર્ટમેન્ટ ચર્ચામાં આવી ગયા. આ વાત મુંબઈની જમીન અને મકાનોની વિગતો આપતી વેબસાઈટ Zapkey.comના રિપોર્ટથી સામે આવી છે.

Zapkey વેબસાઈટ અનુસાર માધુરી દીક્ષિતના એપાર્ટમેન્ટનું ભાડું દર મહિને સાડા 12 લાખ રૂપિયા છે. વરલીમાં આવેલું માધુરીનું આ એપાર્ટમેન્ટ ઇન્ડિયાબુલ્સ બ્લુ લોકેશન પર ગ્લાસ ફેકડે બિલ્ડિંગમાં આવેલું છે.

એક વેબસાઈટ પર છપાયેલા રિપોર્ટ પરથી એ જાણ થાય છે કે માધુરી દીક્ષિતે તાજેતરમાં જ Zapkey.com પર તેના એપાર્ટમેન્ટના દસ્તાવેજ સબમિટ કર્યા છે. દસ્તાવેજના આધાર પર એવું કહેવામાં આવી રહ્યું છે કે માધુરી દીક્ષિતે આ એપાર્ટમેન્ટ 3 વર્ષ માટે ભાડા પર લીધું છે, જેના માટે તેણે 3 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આ એપાર્ટમેન્ટ વરલીના ઈન્ડિયાબુલ્સ બ્લુના લોકેશન પર છે. આ એપાર્ટમેન્ટમાં માધુરી 29મા માળે રહે છે.

કેટલું મોટું છે માધુરીનું ઘર: વરલીમાં ઇન્ડિયાબુલ્સ બ્લુ લોકેશન પર આવેલા જે એપાર્ટમેન્ટની આપણે વાત કરી રહ્યા છીએ તેનો વિસ્તાર 5500 ચોરસ ફૂટ છે. તે દર વર્ષે 5% એસ્કેલેશન કલમ સાથે આવે છે. Zapkey.com વેબસાઇટ પર સબમિટ કરેલા દસ્તાવેજો પરથી જાણવા મળ્યું છે કે માધુરી દીક્ષિતે આ એપાર્ટમેન્ટ માટે 3 વર્ષ માટે 3 કરોડ રૂપિયાની ડિપોઝિટ જમા કરાવી છે. આ એપાર્ટમેન્ટમાં તેમની પાસે 5 કવર્ડ કાર પાર્ક છે. વેબસાઈટના હવાલાથી ખુલાસો થયો છે કે આ એપાર્ટમેન્ટનો ભાડા કરાર 24 ઓક્ટોબર 2021ના રોજ નોંધાયેલો છે.

સ્થાનિક બિલ્ડરો સાથે વાત કરતાં જાણવા મળ્યું કે આ બિલ્ડીંગમાં 2, 3 અને 4 BHK વાળા લગભગ 300 એપાર્ટમેન્ટ છે, જેની કિંમત 4.5 કરોડથી 15 કરોડ રૂપિયાની વચ્ચે છે.

આ પ્રકારના સી-ફેસિંગ એપાર્ટમેન્ટ માટે મુંબઈમાં રહેતા કલાકારો, સીને જગતની પ્રખ્યાત હસ્તીઓ અને ઉદ્યોગપતિ લાખો-કરોડો રૂપિયા સુધી ખર્ચ કરે છે.