એક્ટિંગ છોડીને આ કામ કરવાની તૈયારીમાં છે માધુરી દીક્ષિત, નાના પુત્રના ભવિષ્યને લઈને પણ છે ચિંતિત

બોલિવુડ

બોલિવૂડની સુપરસ્ટાર અભિનેત્રીઓમાંથી એક માધુરી દીક્ષિત જ્યારથી અમેરિકાથી ભારત શિફ્ટ થઈ છે ત્યારથી હંમેશા પોતાને વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરે છે. એક્ટિંગ અને રિયાલિટી શોમાં પોતાના જલવા ફેલાવી ચુકેલી માધુરી દીક્ષિત હવે અન્ય કામ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. આ દરમિયાન એ પણ સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે તે હવે એક્ટિંગથી વધુ અન્ય કામ કરવામાં રસ બતાવી રહી છે.

માધુરી દીક્ષિત આ દિવસોમાં તેના એક ગીત તુ હૈ મેરા…. ને લઈને હેડલાઈન્સમાં છે. તેણે એક મ્યુઝિક આલ્બમમાં આ ગીતને અવાજ આપ્યો છે. તેની ચાલ જોઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે માધુરી હવે એક્ટિંગની સાથે અન્ય કામમાં હાથ અજમાવવાનું કામ કરી રહી છે. સમાચાર એ પણ છે કે તે ડાયરેક્શનમાં પણ કામ કરવા ઈચ્છે છે. તાજેતરમાં તેણે પિંકવિલાને આપેલા એક ઇન્ટરવ્યુમાં પોતાના ફ્યૂચર પ્લાન વિશે વાત કરી અને સાથે તેના અંગત જીવન વિશે પણ ઘણા ખુલાસા કર્યા.

ડાયરેક્શનમાં હાથ અજમાવવાનો કરી રહી છે પ્રયત્ન: માધુરી દીક્ષિતે પોતાની કારકિર્દીમાં એકથી એક ચઢિયાતી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. હવે સમાચાર છે કે તે ડાયરેક્શન સંભાળવા ઈચ્છે છે. તાજેતરમાં તેણે પિંકવિલાને આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન એક સવાલનો જવાબ આપતા, તેણે કહ્યું – હા, હું ડાયરેક્શનમાં પગ જરૂર મુકીશ, પરંતુ હવે તેમાં સમય લાગશે.

નાના પુત્ર વિશે આ કહ્યું: તેણે એમ પણ કહ્યું કે હું પહેલા મારા પરિવારને સમય આપવા ઈચ્છું છું. તેણે જણાવ્યું કે તેનો નાનો પુત્ર હાલમાં 11મા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે. અત્યારે નાના પુત્ર માટે ઘણું કરવાનું બાકી છે. તેના ભવિષ્ય માટે પણ યોજના બનાવવી પડશે. તેણે કહ્યું કે જ્યારે આ બધી ચીજો સેટલ થઈ જશે, ત્યારે તે ડાયરેક્શન પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેણે કહ્યું – દરેક ચીજને સકારાત્મક રીતે લેવી જોઈએ, કોઈ પણ કામ કરવા માટે ના ન કહેવી જોઈએ. તેણે કહ્યું કે તેને ડાયરેક્શનમાં રસ છે, પરંતુ હાલમાં તે અન્ય કામોમાં વ્યસ્ત છે.

OTT પર પણ બતાવ્યું ટેલેંટ: તમને જણાવી દઈએ કે માધુરી દીક્ષિત OTT પર ડેબ્યુ કરી ચુકી છે. તેણે કરણ જોહરની વેબ સિરીઝ ધ ફેમ ગેમમાં કામ કર્યું હતું. આ સિરીઝમાં માધુરીનું કામ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. તેમાં અભિનેત્રીની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફના દરેક પાસાને બારિકાઈથી બતાવવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે માધુરી દીક્ષિતે ફિલ્મ અબોધથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ સુપરફ્લોપ સાબિત થઈ હતી. ત્યાર પછી તેણે કેટલીક અન્ય ફિલ્મોમાં કામ કર્યું પરંતુ કોઈ સફળ ન થઈ. 80ના દાયકામાં તેની ફિલ્મ તેઝાબ આવી, જેણે તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી. આ ફિલ્મ પછી માધુરીએ ક્યારેય પાછું વળીને જોયું નથી. તેના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેની ફિલ્મ ‘માજા મા’નું શૂટિંગ લગભગ પૂર્ણ થઈ ચુક્યું છે. આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે. આ ફિલ્મ OTT પર જ રિલીઝ થશે.