માધુરી દીક્ષિતનો ગ્લેમરસ લુક જોઈને ચાહકો થયા તેમના દીવાના, તમે પણ જુવો તેની સુંદર તસવીરો

બોલિવુડ

બોલીવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિતની એક્ટિંગના દરેક દીવાના છે. પોતાના જીવનના 54 વર્ષ જોઈ ચુકેલી માધુરીની સ્ટાઈલના આજે પણ દરેક દીવાના છે. પછી ભલે તે સંજય દત્ત જેવા અભિનેતા હોય કે કોઈ સામાન્ય લોકો. તેની કાતિલ સ્ટાઈલ પર દરેક જીવ લૂટાવવા તૈયાર રહે છે.

જણાવી દઈએ કે માધુરી ભલે હવે ફિલ્મોથી દૂર હોય પરંતુ તે આ દિવસોમાં કલર્સના રિયાલિટી શો ‘ડાન્સ દિવાને – 3’માં જજની ભૂમિકા નિભાવી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર તે પોતાની નવી તસવીરો અને વીડિયો પણ પોસ્ટ કરે છે. માધુરી દીક્ષિતે તાજેતરમાં જ એક સુંદર તસવીર પોસ્ટ કરી છે. જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

જણાવી દઈએ કે આજે માધુરી દીક્ષિતે તેના તે સંઘર્ષ વિશે યાદ કર્યું, જેમણે તેને તે વ્યક્તિ બનાવી દીધી જે આજે છે. માધુરીએ જે તસવીર શેર કરી તેમાં તે બીચ પર ઓફ શોલ્ડર બ્લુ અને વ્હાઇટ પ્રિન્ટેડ મેક્સી ડ્રેસમાં ઉભેલી જોવા મળી રહી છે. માધુરીએ પોતાની વેકેશન ડાયરીમાંથી એક તસવીર ખાસ કેપ્શન સાથે શેર કરી છે. માધુરીએ તેને કેપ્શન આપતા લખ્યું કે, “હું તે બધા સંઘર્ષો માટે આભારી છું જેણે મને આજે તે વ્યક્તિ બનવી જે હું આજે છું.” સાથે જ માધુરીની આ તસવીરો પર ચાહકો ખૂબ લાઈક અને કમેંટ્સ કરી રહ્યા છે.

માધુરી દીક્ષિત આ દિવસોમાં એક ડાન્સ શોમાં જજની ભૂમિકા નિભાવી રહી છે અને તેના દેશી લુકથી સતત ચાહકોના દિલ ચોરતી જોવા મળી રહી છે. માધુરી દીક્ષિત ઉપરાંત આ શોને ધર્મેશ અને તુષાર કાલિયા જજ કરે છે, જ્યારે રાઘવ જુએલ શોને હોસ્ટ કરે છે.

માધુરી છેલ્લે ફિલ્મ ‘કલંક’માં જોવા મળી હતી જેમાં તેની સાથે આલિયા ભટ્ટ, સંજય દત્ત, આદિત્ય રોય કપૂર, વરુણ ધવન અને સોનાક્ષી સિન્હા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. સાથે વર્કફ્રંટની વાત કરીએ તો માધુરી ટૂંક સમયમાં જ નેટફ્લિક્સ પર સસ્પેન્સફુલ ફેમિલી ડ્રામા સિરીઝ ‘ફાઈન્ડિંગ અનામિકા’ શીર્ષક સીરીઝ દ્વારા ડિઝિટલ ડેબ્યૂ કરશે.

જણાવી દઈએ કે ધક ધક ગર્લ માધુરી દીક્ષિતનું નામ હંમેશા હેડલાઇન્સમાં રહ્યું છે. આવો જ તેની સાથે જોડાયેલો એક કિસ્સો દયાવાન ફિલ્મનો છે. ‘દયાવાન’ના કિસિંગ સીને રાતોરાત ધૂમ મચાવી દિધી હતી. લોકો છુપાઈ-છુપાઈને આ સીન જોતા હતા. તેને આજ સુધી બોલીવુડની સૌથી હોટ કિસ કહેવામાં આવે છે.

આ સીન એક સમયે ઘણા વિવાદોનો શિકાર પણ રહ્યો હતો. લોકોને માધુરી કરતા 20 વર્ષ મોટા વિનોદ ખન્ના સાથે આવો સીન ગળે ન ઉતર્યો અને તેમની ખૂબ ટીકા થઈ હતી. આ ફિલ્મ પછી બંનેની જોડી પડદા પર ફરી ક્યારેય જોવા ન મળી.